હોસ્પિટલ વહિવટીતંત્ર આ આંકડા છુપાવી રહ્યા છે. તે જ સમયે, શુક્રવારે અધિક જિલ્લા કલેક્ટરે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આંકડા મુજબ જાણવા મળ્યું છે કે, એક મહિનામાં હોસ્પિટલમાં 10 બાળકો મૃત્યુ પામ્યા છે, આ તમામ મૃત્યું SNCU વોર્ડમાં થયા છે
કોટામાં જે. કે. લોન હોસ્પિટલમાં બાળકોના મોત થવાની ઘટના બાદ બુંદીમાં પણ 10 બાળકોનું મોત થયા હોવાનું સામે આવ્યું છે. બાળકોના મૃત્યુના સાચા આંકડાઓ હોસ્પિટલે છુપાવી રહી છે.
આ બાબતે તબીબી વિભાગ કહે છે કે, બધા બાળકો ગ્રામીણ વિસ્તારથી અમારી પાસે આવ્યા હતા. એક મહિનામાં તમામ બાળકોનું મોત નીપજ્યું હતું. ફરજ પરના ઇન્ચાર્જ હિતેશ સોનીએ જણાવ્યું હતું કે, જો કોઈ બાળક ઓછું વજન ધરાવે છે, તો તેના મોઢામાં થોડું પાણી ગયું હતું, જ્યારે મોઢામાં ચેપ લાગવાથી કોઈનું મોત નીપજ્યું હતું. તેમણે કહ્યું કે, હોસ્પિટલ વહીવટીતંત્રની બેદરકારીના કારણે બાળકોનું મોત થયું નથી.
અધિક જિલ્લા કલેકટરે આ મામલે રિપોર્ટ મંગાવ્યો છે. તેમણે હોસ્પિટલ વહીવટીતંત્રને સ્વચ્છતા વ્યવસ્થાની વિશેષ કાળજી લેવાની સૂચના આપી છે. હોસ્પિટલમાં કોઈપણ પ્રકારનો ચેપ લાગે નહીં તે અંગે પણ તકેદારી રાખવામાં આવે. સારવારમાં કોઈપણ પ્રકારની બેદરકાર ન દાખવે તે તકેદારીના ભાગ રૂપે જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે.