વૉશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુક ફોલોઅર્સનો ઉલ્લેખ કરી કહ્યું કે, 1.5 અરબ ભારતીય લોકોનું પ્રતિનિધિત્વ કરનારા વડાપ્રધાન મોદીના વસ્તી વધુ હોવાના કારણે ફોલોઅર્સ વધી રહ્યાં છે. આ સાથે જ ટ્રમ્પે દાવો કર્યો કે, 1 કરોડ ભારતીય તેમનું સ્વાગત કરશે. આ અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે, 50 લાખ અને પછી 70 લાખ લોકો તેનું સ્વાગત કરશે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પ આવતા અઠવાડીયે ભારત પ્રવાસે આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ફેસબુક પર ફોલોઅર્સના મુદ્દે મોદી બીજા નંબરે છે અને તે ખુદ પ્રથમ નંબરે છે. આ અંગેની જાણકારી ફેસબુકના કાર્યકારી અધ્યક્ષ માર્ક ઝુકરબર્ગે તેમને આપી છે. આધિકૃત રીતે ભારતની વસ્તી 1.3 અરબ છે.
ટ્રમ્પે લાસ વેગાસમાં હોપ ફૉર પ્રિજનર્સ ગ્રેજ્યુએશન સેરેમની સંબોધનમાં કહ્યું કે, હું આવનારા અઠવાડીયામાં ભારત જઇ રહ્યો છું. તમને ખ્યાલ છે, ભારત પાસે 1.5 અરબ લોકો છે. વડાપ્રધાન મોદી ફેસબુક પર બીજા નંબરે છે, જ્યારે હું પ્રથમ નંબરે કોણ છું. શું તમે વિશ્વાસ કરશો?
ગુરૂવારે ફેસબુક પેજ પર આંકળા મળ્યા કે, નરેન્દ્ર મોદીના ફેસબુક પર 4 કરોડ 40 લાખ ફોલોઅર્સ છે, જ્યારે ટ્રમ્પના 2 કરોડ 70 લાખ ફોલોઅર્સ છે. જો કે, અમેરિકાની કુલ વસ્તી 32 કરોડ 50 લાખ છે.
પોતાના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે, તેમણે થોડા સમય પહેલાં માર્ક ઝુકરબર્ગે પ્રથમ નંબર પર રહેવા માટે શુભેચ્છા પાઠવી હતી.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ફેસબુક પ્રમુખ માર્ક ઝુકરબર્ગ ત્રણ અઠવાડીયા અગાઉ આવ્યા હતા અને તેમણે શુભેચ્છા આપી હતી.
આવું પ્રથમ વખત નથી થયું કે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ ફેસબુક પર લોકપ્રિયતાના મુદ્દે પોતાને પ્રથમ નંબરે અને નરેન્દ્ર મોદીને બીજા નંબરે હોવાનો દાવો કર્યો હોય. ગત અઠવાડીયે પણ તેમણે માર્ક ઝુકરબર્ગને આડા રાખી ટ્વીટર પર આ પ્રકારનો દાવો કર્યો હતો.