શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકીઓએ સુરક્ષાબળોને નિશાન બનાવ્યા છે. શુક્રવારે સવારે શ્રીનગરના બહારી વિસ્તારમાં નૌગામ બાઇપાસ પર પોલીસ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે. આ હુમલો ક્યાં આતંકીઓએ કર્યો અને તે કોઇ સંગઠનના હતા, તેને લઇને અત્યારે કોઇ માહિતી મળી નથી.
વધુમાં જણાવીએ તો છેલ્લા થોડા દિવસમાં આતંકીઓ તરફથી પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. અત્યારે બે દિવસ પહેલા જ બારામૂલાના સોપોરમાં એક સેનાની ટૂકડી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો.
આતંકીઓ તરફથી સેના-CRPF અને જમ્મૂ કાશ્મીર પોલીસની પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓ તરફથી સતત ગોળીબાર થઇ રહ્યો હતો, જે બાદ સુરક્ષાબળોએ પણ વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન આતંકીઓ ભાગવામાં સફળ થયા હતા.
થોડા દિવસ પહેલા પુલવામા જિલ્લામાં સેબ બાગાનમાં છુપાયેલા આતંકીઓ સાથે સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં આઝાદ અહમદ લોન આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. જો કે, એક જવાન શહીદ પણ થયા હતા.
આતંકીઓ તરફથી સુરક્ષાબળો ઉપરાંત સ્થાનિક લોકો અને નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. એક મહીનાની અંદર કેટલાય ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓની હત્યા કરવામાં આવી છે, જે બાદ અનેક નેતાઓએ પાર્ટી છોડી પણ હતી. જ્યારે હવે ઘાટીના વિસ્તારમાં નેતાઓની સુરક્ષાને પણ વધારવામાં આવી છે.