શ્રીનગર : ભારત જોડો યાત્રા રવિવારે તેના અંતિમ મુકામ પર છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા માટે રવિવારનો દિવસ મોટો છે. રાહુલ ગાંધીએ શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તિરંગો ફરકાવતાની સાથે જ કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર છે. હવે લાલ ચોક પછી, 'ભારત જોડો યાત્રા' બુલેવાર્ડ વિસ્તારમાં નહેરુ પાર્ક તરફ આગળ વધશે, જ્યાં 4,080 કિલોમીટર લાંબી પદયાત્રા 30 જાન્યુઆરીએ સમાપ્ત થશે. તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરે શરૂ થયેલી આ યાત્રા દેશના 75 જિલ્લામાંથી પસાર થઈ છે.
-
LIVE: National flag hoisting at Lal Chowk, Srinagar, Jammu and Kashmir. #BharatJodoYatrahttps://t.co/RwhcQ0h8bh
— J&K Congress (@INCJammuKashmir) January 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">LIVE: National flag hoisting at Lal Chowk, Srinagar, Jammu and Kashmir. #BharatJodoYatrahttps://t.co/RwhcQ0h8bh
— J&K Congress (@INCJammuKashmir) January 29, 2023LIVE: National flag hoisting at Lal Chowk, Srinagar, Jammu and Kashmir. #BharatJodoYatrahttps://t.co/RwhcQ0h8bh
— J&K Congress (@INCJammuKashmir) January 29, 2023
ભારત જોડો યાત્રા છેલ્લા મુકામે : 'ભારત જોડો યાત્રા' સાત કિલોમીટરનું અંતર કાપીને શ્રીનગરના સોનવર વિસ્તારમાં પહોંચી અને થોડો સમય અહીં આરામ કર્યો. આ પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા લાલ ચોક સિટી સેન્ટર જવા રવાના થયા. રાહુલ ગાંધીએ અહીં તિરંગો ફરકાવ્યો હતો. લાલ ચોકની આસપાસના સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને શહેરના કેન્દ્રની આસપાસ બહુસ્તરીય સુરક્ષા કોર્ડન કરવામાં આવી છે. સોમવારે, રાહુલ ગાંધી શ્રીનગરના MA રોડ પર કોંગ્રેસના મુખ્યાલયમાં ત્રિરંગો ફરકાવશે, ત્યારબાદ એસકે સ્ટેડિયમમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. આ જાહેર સભા માટે 23 વિરોધ પક્ષોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રધ્વજ અને કોંગ્રેસનો ઝંડો લઈને રાહુલ અને પ્રિયંકા સાથે ચાલતા જોવા મળ્યા : કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' રાહુલ ગાંધીના નેતૃત્વમાં રવિવારે તેના છેલ્લા દિવસે શ્રીનગરના પંથાચોકથી આગળ વધી હતી. સફેદ ટી-શર્ટ પહેરીને રાહુલ ગાંધીએ તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સવારે 11.45 વાગ્યે પદયાત્રાની શરૂઆત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના હજારો સમર્થકો રાષ્ટ્રધ્વજ અને કોંગ્રેસનો ઝંડો લઈને રાહુલ અને પ્રિયંકા સાથે ચાલતા જોવા મળ્યા હતા. તેઓ સાંજે 5:30 કલાકે પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પછી, સોમવારે શ્રીનગરમાં સમાપ્ત થવાનું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લાલ ચોકમાં લહેરાવ્યો તિરંગો : કોંગ્રેસે રવિવારે આ સંબંધમાં ટ્વીટ કર્યું અને લખ્યું કે, એક પદયાત્રા.. કન્યાકુમારીથી કાશ્મીર સુધી, નફરતને હરાવી - દિલને જોડવા. અશક્ય લાગતી ભારત જોડો યાત્રા ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે.. જે આજે પાંથા ચોકથી સોનવાર ચોક સુધી જશે અને લાલ ચોક પર ગર્વભેર ત્રિરંગો ફરકાવશે. યાત્રા ચાલુ છે અને જય હિન્દ બધા પર ભારે છે.
છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા : છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે (30 જાન્યુઆરી) સમાપ્ત થવાની છે. શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં યોજાનાર સમાપન સમારોહ માટે કોંગ્રેસને ભારે ભીડની અપેક્ષા છે. પાર્ટી દ્વારા સમાન વિચારધારા ધરાવતા પ્રાદેશિક પક્ષો અને તેમના ક્ષત્રપને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. અગાઉ 11 જાન્યુઆરીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સમાપન સમારોહમાં હાજરી આપવા માટે દેશભરની 24 પાર્ટીઓને આમંત્રણ મોકલ્યા હતા. જોકે, સમાપન સમારોહમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, CPI(M) ના કોઈ નેતા હાજરી આપશે નહીં. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ પણ શનિવારે યાત્રામાં ભાગ લીધો હતો. મહેબૂબા મુફ્તી તેમની પુત્રી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. તેમણે પ્રવાસની ખૂબ પ્રશંસા કરી હતી.