ETV Bharat / bharat

ભારત જોડો યાત્રા: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપી લીલી ઝંડી - કોંગ્રેસની ભારત જોડો યાત્રા

રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રા શરૂ કરી છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રાનું ભારે ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો પણ હતા. આ પદયાત્રા દરમિયાન કોંગ્રેસ પક્ષના 118 પદયાત્રીઓ 3,570 કિલોમીટરનું અંતર કાપશે. Bharat Jodo Yatra, Former President Congress Rahul Gandhi started Padayatra, Congress Bharat Jodo Yatra

ભારત જોડો યાત્રા: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શરૂ કરી પદયાત્રા

author img

By

Published : Sep 8, 2022, 2:02 PM IST

કન્યાકુમારી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Former Congress President Rahul Gandhi started Padayatra) ગુરુવારે સવારે અનેક વરિષ્ઠ નેતાઓ સાથે 'ભારત જોડો યાત્રા'ની (Bharat Jod Yatra) વિધિવત શરૂઆત કરી હતી. પાર્ટી આ યાત્રાને વિશાળ જનસંપર્ક અભિયાન ગણાવી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે, આ યાત્રા કોંગ્રેસ પાર્ટી માટે લાઈફલાઈન બની શકે છે. રાહુલ ગાંધીએ 118 અન્ય 'ભારત યાત્રીઓ' અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો સાથે અહીં 'વિવેકાનંદ પોલિટેકનિક'થી પદયાત્રાની શરૂઆત કરી હતી.

કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા : પાર્ટીએ રાહુલ સહિત 119 નેતાઓને 'ભારત યાત્રી' તરીકે નામ આપ્યા છે, જેઓ કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા પર જશે. આ તમામ લોકો કુલ 3,570 કિમીનું અંતર કાપશે. કોંગ્રેસે બુધવારે કન્યાકુમારીથી ઔપચારિક રીતે તેની 'ભારત જોડો યાત્રા'ની (Bharat Jod Yatra) શરૂઆત કરી હતી અને આ અવસર પર પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક લેખિત સંદેશ દ્વારા કહ્યું હતું કે, આ મુલાકાત ભારતીય રાજનીતિ માટે પરિવર્તનકારી ક્ષણ છે અને આ કોંગ્રેસ માટે લાઈફલાઈન તરીકે કામ કરશે.

રાજીવ ગાંધીની કરવામાં આવી હતી હત્યા : આ દરમિયાન પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે, હાલમાં તિરંગા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ 'ભારત જોડો યાત્રા' (Bharat Jod Yatra) શરૂ કરતા પહેલા શ્રીપેરુમ્બુદુરમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સ્મારક પર પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. નોંધનીય છે કે અહીં ત્રણ દાયકા પહેલા રાજીવ ગાંધીની આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી.

પદયાત્રા 11 સપ્ટેમ્બરે કેરળ પહોંચશે : પિતાના સ્મારક પર આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપ્યા બાદ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ કન્યાકુમારીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને તેમને રાષ્ટ્રધ્વજ સોંપ્યો. યાત્રા શરૂ કરતા પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ, તિરુવલ્લુવર સ્ટેચ્યુ અને કામરાજ મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી. પદયાત્રા 11 સપ્ટેમ્બરે કેરળ પહોંચશે અને આગામી 18 દિવસ રાજ્યમાંથી પસાર થઈને 30 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચશે અને પછી ઉત્તર તરફ અન્ય રાજ્યોમાં જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.