- દેશ અને દુનિયામાં વેક્સિનેશની પ્રક્રિયા વેગવંતી બનાવવા લેવાયો નિર્ણય
- ભારત બાયોટેક હવે વાર્ષિક કોવેક્સિનના 70 કરોડ ડૉઝ તૈયાર કરશે
- ભારત સહિત સમગ્ર દુનિયાને વેક્સિનનો જથ્થો પૂરો પાડવામાં આવશે
નવી દિલ્હી: ભારત બાયોટેક દ્વારા તેમની કોવિડ-19 વિરોધી વેક્સિન 'કોવેક્સિન'ની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધારીને 70 કરોડ ડૉઝ કરી છે. દેશ અને દુનિયામાં વેક્સિનેશનને વેગવંતુ બનાવવા માટે કંપનીએ ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો છે.
આ પણ વાંચો: કોવેક્સિન કેવી રીતે કરશે કોરોનાથી રક્ષણ?
ટૂંકાગાળામાં ઉત્પાદન ક્ષમતા વધારવામાં સફળ
કંપનીએ જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "તેઓ ખૂબ જ ટૂંકા ગાળામાં કોવેક્સિનની ઉત્પાદન ક્ષમતા વધારવામાં સફળ રહ્યા છે. જેનું મુખ્ય કારણ વિશેષ રીતે ડિઝાઈન કરવામાં આવેલા BSL-3 સુવિધાઓ છે. ભારતમાં આ પ્રકારની આ પ્રથમ સુવિધા છે." નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશમાં આ વેક્સિનના ઉત્પાદન માટે હાલ યોગ્યતા ધરાવતા ભાગીદારો સાથે વાટાઘાટો ચાલી રહી છે. હૈદરાબાદની કંપનીએ કહ્યું છે કે, તેમણે કોવેક્સિનના પ્રોડક્શન માટે ઈન્ડિયન ઈમ્યુનોલોજીક્સ (IIL) સાથે ગઠબંધન કર્યું છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે મુંબઈની હાફકિન ઈન્સ્ટિટ્યૂટને કોવેક્સિન બનાવવા મંજૂરી આપી
60 દેશોમાં મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલું
કોવેક્સિનને ભારત સહિત ઘણા બધા દેશોમાં મંજૂરી મળી છે. જ્યારે 60 દેશોમાં મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. મંજૂરી મળી ગઈ હોય, તેવા દેશોમાં ફિલિપાઈન્સ, મેક્સિકો, ઈરાન, વેનેઝુએલા, બોત્સવાના, ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. જ્યારે અમેરિકા અને યૂરોપીયન દેશોમાં આયાત માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.