જયપુર : રાજસ્થાનના નવા મુખ્યમંત્રીને લઈને પણ ભાજપે ચોંકાવનારો નિર્ણય લીધો છે. રાજસ્થાનના નવા મુખ્યમંત્રીની કમાન સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને સોંપવામાં આવી છે. જ્યારે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. રાજ્ય બીજેપી હેડક્વાર્ટર ખાતે યોજાયેલી વિધાનસભ્ય દળની બેઠકમાં પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તમામ ધારાસભ્યો આ નામ માટે સંમત થયા હતા. આ દરમિયાન અજમેર ઉત્તરના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
-
BJP leader Bhajanlal Sharma to be the new Chief Minister of Rajasthan. pic.twitter.com/72cYEd8u94
— ANI (@ANI) December 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">BJP leader Bhajanlal Sharma to be the new Chief Minister of Rajasthan. pic.twitter.com/72cYEd8u94
— ANI (@ANI) December 12, 2023BJP leader Bhajanlal Sharma to be the new Chief Minister of Rajasthan. pic.twitter.com/72cYEd8u94
— ANI (@ANI) December 12, 2023
દિગ્ગજોને માત આપીને બન્યા મુખ્યમંત્રી : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી હોવાથી છેલ્લા 9 દિવસથી નવા મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ હતું. નવા મુખ્યમંત્રીને લઈને રાજસ્થાનના ઘણા વરિષ્ઠ નેતાઓના નામ શરૂઆતથી જ ચર્ચામાં હતા. દિલ્હીમાં પક્ષની ટોચની નેતાગીરીના સ્તરે બેઠકોના અનેક રાઉન્ડ અને મંથન બાદ મંગળવારે સાંજે 4 વાગ્યે રાજસ્થાન ભાજપના મુખ્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભજનલાલ શર્માના નામની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને દરેકે પાસ કરી હતી.
તમામ નેતાઓએ ટેકો આપ્યો : દિલ્હીમાં પક્ષની ટોચની નેતાગીરીના સ્તરે બેઠકોના અનેક રાઉન્ડ અને મંથન બાદ મંગળવારે સાંજે 4 વાગ્યે રાજસ્થાન ભાજપના મુખ્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભજનલાલ શર્માના નામની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને દરેકે પાસ કરી હતી. ભજનલાલ શર્મા હાલમાં સાંગાનેરના ધારાસભ્ય તેમજ પ્રદેશ મહાસચિવ છે. આ બેઠક દરમિયાન પાર્ટીના ત્રણ નિરીક્ષકો, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડે, પૂર્વ સીએમ વસુંધરા રાજે, બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી અને પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
-
#WATCH | BJP names Bhajanlal Sharma as the new Chief Minister of Rajasthan pic.twitter.com/j3awHnmH7k
— ANI (@ANI) December 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | BJP names Bhajanlal Sharma as the new Chief Minister of Rajasthan pic.twitter.com/j3awHnmH7k
— ANI (@ANI) December 12, 2023#WATCH | BJP names Bhajanlal Sharma as the new Chief Minister of Rajasthan pic.twitter.com/j3awHnmH7k
— ANI (@ANI) December 12, 2023
સંઘ સાથે જોડાયેલા છે : ભજનલાલ શર્મા સાંગાનેરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સંઘની પૃષ્ઠભૂમિમાંથી આવતા ભજન લાલ શર્માને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નજીકના માનવામાં આવે છે. ભરતપુર જિલ્લાના હોવા છતાં તેમને જયપુરના સાંગાનેર વિધાનસભા ક્ષેત્રમાંથી ટિકિટ આપવામાં આવી હતી. ભજનલાલ આ ચૂંટણીમાં 50 હજારથી વધુ મતોથી જીત્યા હતા. ભજનલાલ શર્મા ભરતપુરથી જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
-
#WATCH | Rajasthan CM-designate Bhajanlal Sharma says, "...I would like to assure you that all the MLAs of Rajasthan will definitely meet the expectations that the people have with us, with the BJP. Under the leadership of PM Narendra Modi, we will ensure holistic development of… pic.twitter.com/CAF23kys4O
— ANI (@ANI) December 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Rajasthan CM-designate Bhajanlal Sharma says, "...I would like to assure you that all the MLAs of Rajasthan will definitely meet the expectations that the people have with us, with the BJP. Under the leadership of PM Narendra Modi, we will ensure holistic development of… pic.twitter.com/CAF23kys4O
— ANI (@ANI) December 12, 2023#WATCH | Rajasthan CM-designate Bhajanlal Sharma says, "...I would like to assure you that all the MLAs of Rajasthan will definitely meet the expectations that the people have with us, with the BJP. Under the leadership of PM Narendra Modi, we will ensure holistic development of… pic.twitter.com/CAF23kys4O
— ANI (@ANI) December 12, 2023
કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ : ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા બાદ કાર્યકરોમાં ખુશીનો માહોલ છે. કાર્યકરોએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જ એક સામાન્ય કાર્યકરને પણ મુખ્યમંત્રી બનાવી શકે છે. શર્માના નામની જાહેરાત સાથે જ પાર્ટી હેડક્વાર્ટર પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
-
#WATCH | Rajasthan CM-designate Bhajanlal Sharma along with his two deputy CMs meets Governor Kalraj Mishra to stake claim to form the government in the state pic.twitter.com/l7jDeq7uFq
— ANI (@ANI) December 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Rajasthan CM-designate Bhajanlal Sharma along with his two deputy CMs meets Governor Kalraj Mishra to stake claim to form the government in the state pic.twitter.com/l7jDeq7uFq
— ANI (@ANI) December 12, 2023#WATCH | Rajasthan CM-designate Bhajanlal Sharma along with his two deputy CMs meets Governor Kalraj Mishra to stake claim to form the government in the state pic.twitter.com/l7jDeq7uFq
— ANI (@ANI) December 12, 2023
ભજનલાલ રાજભવન પહોંચ્યા : રાજ્ય ભાજપના મુખ્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક બાદ નવા ચૂંટાયેલા મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા તેમના કાફલા સાથે રાજભવન પહોંચ્યા હતા. અહીં તેઓ રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ ભજનલાલ શર્મા સાથે છે.