હૈદરાબાદઃ બોલિવુડના 'દબંગ' એટલે કે સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગોડફાધર (Salman Khan, the godfather of the film industry) છે. સલમાન 27 ડિસેમ્બરે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી (Salman Khan's 56th birthday) રહ્યા છે. સલમાનના ફેન્સ માટે એક સારા અને એક ખરાબ સમાચાર એ છે કે, જન્મદિવસના એક દિવસ પહેલાં જ સલમાનને સાપ કરડ્યો છે. તો સારા સમાચાર એ છે કે, સલમાનની તબિયત સારી છે અને તેઓ અત્યારે ઘરમાં આરામ કરી રહ્યા છે. બોલિવુડના 'ભાઈ'ના 56મા જન્મદિવસ નિમિત્તે (Salman Khan's 56th birthday) જાણીએ તેમના જીવનના કેટલાક રસપ્રદ તથ્યો (salman khan unknown facts ) અંગે.
અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન
સલમાન ખાનનું સાચું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. આ નામ તેમના પિતા સલીમ ખાન અને દાદા અબ્દુલ રશીદ ખાનના નામને જોડીને બન્યું છે.
ભણવામાં રસ ન પડ્યો
સલમાન ખાન ધોરણ 12 પાસ છે. તે બાળપણથી જ મસ્તી કરતા હતા અને સ્કૂલ તેમ જ ઘરમાંથી તેમની દરરોજ ફરિયાદ આવતી હતી. સલમાન ખાને કોલેજનું ભણતર વચ્ચે જ છોડી દીધું હતું. કોલેજ વચ્ચેથી છોડી તેમણે ફિલ્મોમાં જવાનો નિર્ણય કર્યો હતો.
શરૂઆતનો સંઘર્ષ
ફિલ્મ 'ફલક' (1988)થી સલમાન ખાને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત (salman khan struggle ) કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જાણીતી પણ નહોતી.
સલમાનનું કિસ્મત કનેક્શન
ત્યારબાદ સલમાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરીને કામ શોધ્યું અને તે ડિરેક્ટર જે. કે. બિહારી પાસે પહોંચ્યા હતા, જે તે સમયે 'બીવી હો તો એસી' ડિરેક્ટ કરી રહ્યા હતા. સલમાન ગયા તો હતા આસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ માગવા, પરંતુ સલમાનનો યંગ લુક જોઈને ડિરેક્ટરે તેમને ફિલ્મમાં રોલ આપી દીધો હતો.
ખૂદ્દાર 'ભાઈ'
જાણવા મળી રહ્યું છે કે, સલમાને કામ માગવા માટે ક્યારેય પણ પોતાના પિતા સલીમ ખાનના નામનો ઉપયોગ નહતો કર્યો. કારણ કે ભાઈનું માનવું છે કે, જે પણ થાય તે પોતાના દમ પર થાય.
સલમાનની સુપરહિટ એન્ટ્રી
સલમાન ખાને પોતાનો પોર્ટફોલિયો અનેક જગ્યા પર મોકલ્યો હતો. તેવામાં પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર સૂરજ બડજાત્યાની નજર સલમાન ખાનના પોર્ટફોલિયો પર પડી અને તેમણે સલમાનને પોતાની ઓફિસ બોલાવ્યા હતા. તે સમયે સૂરજે ફિલ્મ 'મૈને પ્યાર કિયા' માટે એક્ટર દિપક તિજોરી અને પીયૂષ મિશ્રાને લિસ્ટમાં રાખ્યા હતા, પરંતુ છેવટે આ ફિલ્મ સલમાનને (Salman's first film Maine Pyar Kiya) ફાળે ગઈ હતી.
'બાઝીગર' બનવાથી ચૂક્યા સલમાન
ત્યારબાદ સલમાન ખાનને ફિલ્મ 'બાઝીગર' ઓફર થઈ હતી, પરંતુ સલમાને ફિલ્મમાં નેગેટિવ રોલ કરવાથી ઈનકાર કરી દીધો હતો અને આ ફિલ્મ શાહરૂખ ખાનને ફાળે આવી અને ફિલ્મ બ્લોગબસ્ટર સાબિત થઈ હતી.
સલમાનનો લકી ચાર્મ
સલમાન ખાન જે ટર્કોઈસ રંગનું બ્રેસલેટ પહેરે છે. તે તેમને પિતા સલીમ ખાને વર્ષ 2002માં આપ્યું હતું. સલમાનના હાથમાં આ બ્રેસલેટ આજે પણ છે. તે તેને પોતાનો લકી ચાર્મ માને છે.
સલમાનનું અન્ય ટેલેન્ટ
ફિલ્મો સિવાય સલમાન ખાનને પેઈન્ટિંગનો શોખ છે. તેમની બનાવેલી પેઈન્ટિંગને તેમના કો-સ્ટાર આમિર ખાને પણ ખરીદી છે.
બોક્સ ઓફિસના બાદશાહ
સલમાન બોલિવુડના તે પહેલા સુપરસ્ટાર છે, જેમની ચાર ફિલ્મોએ 300 કરોડનો આંકડો પાર કર્યો છે. આમાં બજરંગી ભાઈજાન, કિક, સુલતાન અને પ્રેમ રતન ધન પાયો સામેલ છે.
સલમાનનું સાઈડ વર્ક
સલમાન ગીત પણ ગાય છે અને ફિલ્મો પણ લખે છે. કદાચ આ વાત જાણીને કોઈને વિશ્વાસ ન હોય, પરંતુ આપને જણાવી દઈએ કે, સલમાને ફિલ્મ બાઘી, ચંદ્રમુખી અને વીર પોતે લખી છે.
સલમાનનો 'સહારો'
સલમાન ખાન ચેરિટી પણ કરે છે. વર્ષ 2007માં તેમણે પોતાની NGO બીઈંગ હ્યુમનની શરૂઆત (Salman Khan NGO Being Human) કરી હતી. અહીં આરોગ્ય અને શિક્ષણ સાથે જોડાયેલી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સલમાનના NGOએ અત્યાર સુધી 700થી વધુ હાર્ટ સર્જરીનો ખર્ચ જાતે ઉઠાવ્યો છે.
આ એક્ટરથી માગી હતી માફી
આપને જણાવી દઈએ કે, 'દબંગ' ફિલ્મના ક્લાઈમેક્સ સીનમાં સલમાને ભૂલથી ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવનારા સોનુ સુદને નાક પર જોરદાર પંચ મારી દીધો હતો. ત્યારબાદ સોનુને નાકમાં ઈજા પહોંચી હતી. સલમાને આ ભૂલ માટે સોનુની માફી પણ માગી હતી.
બોલુવનડના 'ગેસ્ટ'
સલમાન ખાન બોલિવુડના એક માત્ર એવા અભિનેતા છે, જેમણે ફિલ્મોમાં સૌથી વધુ ગેસ્ટ રોલ કર્યો છે. સલમાન કહે છે કે, જો તેમના 5 મિનિટના રોલથી ફિલ્મ હિટ થાય છે તો તે આવું કરવા માટે હંમેશા ઉભા રહેશે.
મળ્યો આ એવોર્ડ
સલમાન ખાનને તેમના 30 વર્ષના લાંબા અને હિટ કરિયરમાં ક્યારેય પણ બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ નથી મળ્યો.
આ પણ વાંચો- 83 Box Office Collection: રણવીર સિંહની ફિલ્મ '83'એ પહેલા દિવસે કમાણી કરી 24.43 કરોડની
આ પણ વાંચો- કૅટરીના કૅફે પતિ વિક્કી સાથે 'ક્રિસમસ ડે' ની કરી ઉજવણી