- ન્યૂ શેફર્ડને આજે અંતરિક્ષ મિશનમાં મોકલાશે
- ન્યૂ શેફર્ડમાં અન્ય ત્રણ લોકો અંતરિક્ષની યાત્રા કરશે
- ચારેય પ્રવાસીઓને લઈને પૃથ્વીથી 100 કિલોમીટરની ઊંચાઇ પર જશે
હૈદરાબાદ : એમેઝોનના સ્થાપક અને અબજોપતિ જેફ બેઝોસ સાથે અન્ય ત્રણ લોકો આજે અંતરિક્ષની યાત્રા કરશે. તેમની કંપની બ્લુ ઓરિજિનનું અવકાશયાન 'ન્યૂ શેફર્ડ' ચારેય પ્રવાસીઓને લઈને પૃથ્વીથી 100 કિલોમીટરની ઊંચાઇ પર જશે. 10 મિનિટના પ્રવાસનું પરિક્ષણ તેમની કંપની દ્વારા સૂચિત ભાવષ્ય અવકાશ પ્રવાસી માટેના નિર્ણાયક તરીકે જોવામાં આવે છે.
અંતરિક્ષ યાન આજે સાંજના 6:30 વાગે મોકલાશે
ન્યૂ શેફર્ડમાં જેફ સાથે તેનો ભાઈ માર્ક, 82 વર્ષની પૂર્વ પાયલોટ વૈલી ફંક અને 18 વર્ષનો ઓલિવર હશે. અંતરિક્ષ યાન આજે ભારતીય સમય મુજબ સાંજના 6:30 વાગે મોકલવામાં આવશે. ખાસ વાત એ છે કે, 11 જુલાઇએ બ્રિટીશ અબજોપતિ રિચાર્ડ બ્રાન્સનની કંપની વર્જિન ગૈલેક્ટિકે આવું જ સફળ પરિક્ષણ કર્યું છે. કોઈ ખાનગી કંપની દ્વારા અવકાશ યાત્રા માટે આ પહેલીવાર હતું.
અવકાશમાં પહોંચનાર પ્રથમ અમેરિકન વ્યક્તિ-એલન શેફર્ડ
1961ના અંતરિક્ષયાત્રી એલન શેફર્ડ પરથી આનુંં નામ પાડ્યું છે. તે અવકાશમાં પહોંચનાર પ્રથમ અમેરિકન વ્યક્તિ હતો. ન્યૂ શેફર્ડના કોઈપણ પ્રવાસી પાયલટની ભૂમિકામાં હશે નહિ. આ માટે પૃથ્વી પર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. યાન છ પ્રવાસીના અનુકુળ છે, પરંતુ ફક્ત ચાર જ પ્રવાસ કરી રહ્યા છે. તેમાં મોટી લગાવવામાં આવી છે. જેથી પ્રવાસી અવકાશથી લોન્ચિંગ અને પૃથ્વીના નજારા સારી રાતે લઇ શકે.
10મી મિનિટમાં યાનને લોન્ચ સાઇટ પર નીચે ઉતારવામાં આવશે
ન્યુ શેફર્ડને પશ્ચિમી ટેક્સાસથી શરૂ કરવામાં આવશે. પ્રક્ષેપણ પછી લગભગ 2 મિનિટમાં તે ધ્વનિની ગતિથી 3 ગણી સ્પીડથી અંતરિક્ષ તરફ આગળ વધશે. પ્રક્ષેપણના 3 મિનિટ પછી બૂસ્ટર અલગ થશે. યાન ગુરુત્વાકર્ષણહીન ક્ષેત્રમાં પહોંચશે. અહીં પ્રવાસીઓ તેમના સીટ બેલ્ટને અનાવશ્યક કરીને વજન ઘટાડવાનો અનુભવ કરશે. 9 મિનિટ પછી પૃથ્વી તરફ પાછા ફરતા યાનની ગતિમાં ઘટાડો કરીને પેરાશૂટ ખોલવામાં આવશે. જેની ગતિ 26 કિ.મી. પ્રતિ કલાકની હશે. 10મી મિનિટમાં યાનને અવકાશયાત્રીઓ સાથે 1.6 કિ.મી. પ્રતિ કલાકની ધીમી ગતિએ લોન્ચ સાઇટ પર ધીમે-ધીમે નીચે ઉતારવામાં આવશે.
ભારતની દીકરીની ઉડાનમાં ભૂમિકા
એમેઝોનના સ્થાપક અને અબજોપતિ જેફ બેઝોસ આજે અંતરિક્ષના પ્રવાસે નીકળશે તો તેમનીએ ઉડાનને સાકાર કરવાવાળામાં ભારતની દીકરીનુંં હંમેશા માટે નોંધાઇ જશે. મહારાષ્ટ્રના કલ્યાણમાં ઉછરેલી આ હોનહારનું નામ સંજલ ગાવંડે છે, જેમણે બેઝોસની બ્લુ ઓરિજિન કંપનીના સબ-ઓર્બિટલ રોકેટ 'ન્યૂ શેપાર્ડ' વિકસિત કરનારી ટીમમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
મારું બાળપણનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું- સંજલ ગાવંડે
આ રોકેટના જોરે બેઝોસ સહિત ચાર લોકો અંતરિક્ષમાં જવાનું સપનાનું પૂર્ણ કરવા જઈ રહ્યા છે. બ્લુ ઓરિજિનમાં સિસ્ટમ એન્જિનિયરની ભૂમિકા ભજવનારી 30 વર્ષીય સંજલે બેઝોસની ફ્લાઇટ વિશે જણાવ્યું હતું કે, હું ખૂબ જ ખુશ છું. આજે મારું બાળપણનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે. મને બ્લુ ઓરિજિન ટીમનો ભાગ બનવાનો ગર્વ છે.
કલ્યાણથી અમેરિકા જવા સુધીની સફર
સંજલનું પ્રારંભિક શિક્ષણ કલ્યાણમાં થયું હતું. ત્યારબાદ તે મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી તે વધુ અભ્યાસ માટે 2011માં મિશિગન ટેક્નોલોજી યુનિવર્સિટી ગઈ હતી. આ પછી તેણે મર્કરી મરીન કંપનીમાં નોકરી શરૂ કરી હતી. સંજલને પૃથ્વી કરતા આકાશની ઊંચાઈમાં વધુ રસ હતો. આ માટે તેણે સખત મહેનત કરી અને વ્યાપારી પાઇલટનું લાઇસન્સ મેળવ્યું અને ઘણી ફ્લાઇટ્સમાં ઉડાન ભરી હતી. આ પછી સંજલને બ્લુ ઓરિજિન દ્વારા નવા શેપર્ડ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા.