- રાંચીમાં કોરોના સંક્રમિત બહેનોએ બનાવ્યો બગીચો
- વેસ્ટમાંથી બેસ્ટ વિચારસરણી સાથે બનાવ્યો બગીચો
- જુસ્સાની સુગંધથી ભરપુર છે આ બગીચો
રાંચીઃ આ ફૂલોની કોઈ નર્સરી નથી, તે ઘરનો બગીચો છે. જેમાં બે બહેનોના જુસ્સાની સુગંધ છે. તેમની મહેનતનો રંગ છે. જુહી મહેતા રાંચીથી ફેશન ડિઝાઇનિંગ કરે છે અને નાની બહેન જ્યોતિ રાની UPSCની તૈયારી કરી રહી છે. બંન્નેએ કોરોના કાળમાં બંન્ને બહેનો કોરોના સંક્રમિત થઈ હતી. તેઓએ સર્જનાત્મકતા સાથે આ સમય પસાર કર્યો છે.
વેસ્ટમાંથી બેસ્ટ વિચારસરણી સાથે બનાવ્યો બગીચો
બંન્ને બહેનો કોરોના સંક્રમિત થતાં તેની માતા ચિંતિંત હતી. પરંતુ બંન્ને બહેનોનું સમર્પણ જોઈને તેણે તેમને સમર્થન આપ્યુ. અને તેઓએ આ સકારાત્મક વિચારસરણીથી કોરોનાને મ્હાત આપી છે. તૂટેલી ડોલ, તૂટેલી માટીના વાસણો, હોટલમાંથી આવેલી વસ્તુઓનું પેકિંગ, જેને આપણે ફેંકી દઈએ છીએ. તેને બંને બહેનોએ એક સુંદર પરિમાણ આપ્યું છે.
આ પણ વાંચોઃ ચંદીગઢમાં આરોગ્ય કર્મચારી સપના ચૌધરીએ પોતાના ઘરે બનાવ્યો અનોખો બગીચો
આ બગીચામાં માત્ર જુસ્સાની સુગંધ
કોઈ ખર્ચાળ પોટ્સ કે મોંઘા ડિઝાઇન નહીં આ બગીચામાં માત્ર જુસ્સાની સુગંધ છે. મહેનતનો રંગ છે. આ બગીચામાં જ્યોતિની આભા અને જુહીની સુગંધ છે. જો વિચારસરણી સાચી અને સકારાત્મક છે, તો કોઈપણ પરિસ્થિતિમાં સારુ કામ થઈ શકે છે, આનુ જ પરિણામ આ બગીચો છે. વિચારસરણી સરળ હોઈ શકે પણ તેના પ્રત્યેની ભાવના અને જુસ્સો અસાધારણ છે.