- જીવલેણ કોરોના વાઈરસ સામે તૈયૈર થઈ રહી છે રસી
- 30 ડિગ્રી તાપમાનમાં કરી શકાશે સ્ટોર
- આરોગ્યની દ્રષ્ટિએ આ રસી ખૂબ મહત્વની
બેંગલુરુ: દેશના IT હબ બેંગલોર ખાતેની ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ(IISc) જીવલેણ કોરોના વાઈરસ સામે એવી રસી તૈયાર કરી રહી છે, જે સરળતાથી 30 ° સે રૂમના તાપમાને સંગ્રહિત કરી શકાય છે અને તે દેશમાં કોરોના રોગચાળા સામે એક સફળ અને અસરકારક પગલું હશે.
ગુરુવારે IIScના ડિરેક્ટર ગોવિંદન રંગરાજન સાથેની વાતચીત બાદ રાજ્યના આરોગ્ય પ્રધાન ડો. કે. સુધાકરે આ વાત કહી હતી. આરોગ્ય પ્રધાને પોતાના નિવેદનમાં કહ્યું છે કે, જાહેર આરોગ્યની દ્રષ્ટિએ આ રસી ખૂબ મહત્વની રહેશે. કારણ કે સરકાર તેને આખા દેશમાં ખૂબ જ ઝડપથી વિતરણ કરવામાં સમર્થ હશે.
આ પણ વાંચો: સ્પુતનિક વી રસી ભારતમાં 995 રૂપિયામાં મળશે
હાલની રસી કરતા વધુ અસરકારક
ડો. કે. સુધાકરે વધુમાં કહ્યું કે, IISc ખાતેની રસી તજજ્ઞ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે અને આનું પરિણામ ભારતમાં હાલની રસી કરતા વધુ અસરકારક સાબિત થશે.
વાતચીત દરમિયાન IIScના પ્રોફેસર ગોવિંદન રંગરાજને પણ પ્રધાનને વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતા વિવિધ સંશોધન, જેમાં ઓક્સિજન સાંદ્રતાની એક કાર્યક્ષમ ડિઝાઇન સહિતના સંશોધનથી વાકેફ કર્યા.
આ પણ વાંચો: કોરોના સામે અમેરિકાનો મોટો નિર્ણય, 12થી 15 વર્ષના બાળકોને પણ અપાશે વેક્સિન
બેંગ્લોર મેડિકલ કોલેજમાં આ ઓક્સિજન સાંદ્રની તબીબી ચકાસણી
IIScના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલા આ ઓક્સિજન સાંદ્રતાની ક્ષમતા 10 LPM છે.
સંસ્થાના સતાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કંસન્ટ્રેટરનું ઓક્સિજન આઉટપુટ 90 ટકા છે અને તેથી તે ચાઇનીઝ કંસન્ટ્રેટર કરતા વધારે પ્રભાવી છે. કેેમ કે ચીનના કંસન્ટ્રેટરનું ઓક્સિજન આઉટપુટ 40થી 45 ટકા જેટલું અસરકારક છે. બેંગ્લોર મેડિકલ કોલેજમાં આ ઓક્સિજન સાંદ્રની તબીબી ચકાસણી માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.