બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટે મેટ્રોના નિર્માણ દરમિયાન પોલ તૂટી પડતાં એક મહિલા અને એક બાળકના દુઃખદ મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે કોર્ટમાં એક જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે. આજે કાર્યવાહી શરૂ થતાં, મુખ્ય ન્યાયાધીશ પ્રસન્ના બાલાચંદ્ર વરાલે અને ન્યાયમૂર્તિ અશોક એસ કિનાગીની બેન્ચે આ ઘટના અંગેના મીડિયા અહેવાલોની નોંધ લીધી હતી. તેના પર બેન્ચે કહ્યું કે, આવી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે.
આ પણ વાંચો: Big Conspiracy Failed before 26 January: આતંકવાદીઓને મદદ કરનાર 2 સંદિગ્ધ વ્યક્તિઓની જહાંગીરપુરીમાંથી ધરપકડ
પ્રતિવાદી તરીકે નામ અપાયા: આવા કામ માટે સલામતીના શું પગલાં લેવામાં આવે છે?, ટેન્ડર દસ્તાવેજોમાં સલામતીના પગલાં શામેલ છે?, શું સરકારે સલામતીનાં પગલાં અંગે કોઈ આદેશ જારી કર્યો છે?, શું જવાબદારી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પર નિર્ધારિત છે? હાઈકોર્ટે સરકાર પાસેથી માહિતી માંગી હતી. ઘટનાના સંદર્ભમાં સરકાર, BMRCL, BBMP અને કોન્ટ્રાક્ટરને પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યા હતા.
અલગ વળતર આપવાની જાહેરાત: મંગળવારે સવારે થયેલા કમનસીબ અકસ્માતમાં તેજસ્વિની (28) અને તેના અઢી વર્ષના પુત્ર વિહાનનું મોત થયું હતું, જ્યારે તેનો પતિ લોહિત કુમાર અને પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. કર્ણાટકના મુખ્યપ્રધાન બોમાઈએ મૃતકોના પરિવારને 20 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. BMRCL અથવા નમ્મા મેટ્રોએ પણ મૃતકોના પરિવારજનોને 20 લાખ રૂપિયાનું અલગ વળતર આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: Kashmiri pandit employees protest: કાશ્મીરી પંડિત કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધયો: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક નિર્માણાધીન મેટ્રો પોલ તૂટી જવાના સંબંધમાં નાગાર્જુન મેન્યુફેક્ચરિંગ કંપની (NCC), તેના પાંચ અધિકારીઓ અને બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL)ના બે અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે આ અકસ્માતમાં એક મહિલા અને તેના નાના બાળકનું મોત થયું હતું.
કોના વિરુધ્ધ FIR નોંધાઈ: રાજ્યના ગૃહપ્રધાન અરગા જ્ઞાનેન્દ્રએ બુધવારે માહિતી આપી હતી, તેમણે કહ્યું કે આ કંપનીની ઘોર બેદરકારીનો મામલો છે અને અમે તેના પર ચોક્કસ પગલાં લઈશું. તેમણે જણાવ્યું કે, આ મામલામાં નાગાર્જુન કન્સ્ટ્રક્શન કંપનીની પૂજા જેઈ ચૈતન્ય, મેથાઈ કંપનીના વિકાસ સિંહ પીએમ, લક્ષ્મી પતિ સુપરવાઈઝર, BMRCLના વેંકટેશ શેટ્ટી એન્જિનિયર, BMRCLના મહેશ બેંડેકેરી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.