બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં (Bengaluru) એક ચોંકાવનારી ઘટનામાં, એક વ્યક્તિ જે તેની પત્નીને દહેજ માટે કથિત રીતે હેરાન કરી રહ્યો હતો, તેણે તેને એપાર્ટમેન્ટની લિફ્ટમાં છૂટાછેડા આપી દીધા અને તેને બળજબરીથી ઘરની બહાર કાઢી મૂકી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપી મોહમ્મદ અકરમ, જેણે 30 લાખ રૂપિયા દહેજ લીધા બાદ મહિલા સાથે લગ્ન કર્યા હતા, તેણે વધુ પૈસા માટે તેણીને હેરાન કરવાનું શરૂ કર્યું અને રમઝાનના તહેવાર (Ramzan festival) દરમિયાન તેણીના માતા-પિતા પાસેથી વધુ 10 લાખ રૂપિયા મેળવવા કહ્યું.
આ પણ વાંચો: CWG 2022: ટેબલ ટેનિસની પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને આપી માત
લિફ્ટમાં છૂટાછેડા: સુદ્દુગુંટેપલ્યા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર મહિલાએ આરોપ લગાવ્યો છે કે, રમઝાનનો તહેવાર પૂરો થયાના થોડા દિવસો બાદ તેણીના પતિ દ્વારા તેણીને તેના એપાર્ટમેન્ટમાં બોલાવવામાં આવી હતી અને તેણીએ એપાર્ટમેન્ટની લિફ્ટમાં તેને છૂટાછેડા (Man divorces wife) આપી દીધા હતા કારણ કે, તે વધુ પૈસા ચૂકવી શકતી ન હતી. પૈસા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલાએ તેના પતિ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ કેસ નોંધવામાં આવ્યો છે.