ETV Bharat / bharat

UP Assembly elections : AAP નેતા સંજય સિંહ અખિલેશ યાદવને મળ્યા, રાજકારણ ગરમાયું - અખિલેશ યાદવ સંજય સિંહ લખનઉમાં

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ(AAP MP Sanjay Singh) લખનઉમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને(Samajwadi Party Akhilesh Yadav) મળ્યા. બન્ને નેતાઓએ લગભગ એક કલાક સુધી વાતચીત કરી હતી. આ બેઠક બાદ આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની(Coalition AAP and Samajwadi Party) ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.

યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા આપના નેતા સંજય સિંહ લખનઉમાં અખિલેશ યાદવને મળ્યા

author img

By

Published : Nov 24, 2021, 2:16 PM IST

  • આપના નેતા સંજય સિંહ લખનઉમાં અખિલેશ યાદવને મળ્યા
  • ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા મુલાકાત
  • આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ચર્ચા

લખનઉ: આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Election 2022) પહેલા, આમ આદમી પાર્ટી (AAP) રાજ્યસભાના સાંસદ સંજય સિંહ બુધવારે લખનઉમાં સમાજવાદી પાર્ટીના(Samajwadi Party in Lucknow) પ્રમુખ અખિલેશ યાદવને મળ્યા હતા.જાણવા મળી રહ્યું છે કે, બંને નેતાઓ વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં(Assembly Elections UP) ગઠબંધનને લઈને વાતચીત થઈ હતી.

ચૂંટણીમાં નાના પક્ષોને સાથે લઈને સત્તાની રાજકીય ખુરશી પર કબજો કરવાની તૈયારી

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં નાના પક્ષોને સાથે લઈને સત્તાની રાજકીય ખુરશી પર કબજો કરવાની તૈયારીઓને આગળ ધપાવી રહેલી સમાજવાદી પાર્ટી પણ રાષ્ટ્રીય લોકદળ સાથે ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે.

અખિલેશ યાદવે(Samajwadi Party Akhilesh Yadav) એક દિવસ પહેલા જ જયંત ચૌધરી સાથે મુલાકાત કરી હતી અને આજે અખિલેશ યાદવે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ(AAP MP Sanjay Singh) સાથે મુલાકાત કરી. બન્ને લોકો વચ્ચે ગઠબંધન અંગે પ્રારંભિક વાતચીત થઈ ગઈ છે તેમજ આગામી થોડા દિવસોમાં ગઠબંધનનું અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

સમાજવાદી પાર્ટી અનેક નાના પક્ષોને તેની સાથે જોડી દીધા

AAP સાંસદ સંજય સિંહે ETV ભારતને જણાવ્યું કે, વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. ગઠબંધન પર પણ વાતચીત થઈ છે. અમે બેઠકો વિશે વાત કરી રહ્યા છીએ. આગળ જતાં આ અંગે કેટલાક સકારાત્મક નિર્ણયોની અપેક્ષો પણ છે.

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે શ્રેષ્ઠ ચૂંટણી લડી રહી છે અને સમાજવાદી પાર્ટી અનેક નાના પક્ષોને તેની સાથે જોડી દીધા છે. આવી સ્થિતિમાં જો સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનના રૂપમાં આગળ વધે છે તો સ્વાભાવિક રીતે જ તેનાથી સમાજવાદી પાર્ટીને વધુ ફાયદો થશે.

મહાગઠબંધનમાં સપાની સ્થિતિ વધુ સારી રહેશે

સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનો ફાયદો દિલ્હીને અડીને આવેલા વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણીમાં ખૂબ મદદરૂપ થશે. આ સિવાય ઘણા મહાનગરોની સીટો પર આમ આદમી પાર્ટીનો સારો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મહાગઠબંધનમાં સપાની સ્થિતિ વધુ સારી રહેશે.

આ પણ વાંચોઃ 2002માં ગુજરાત રમખાણોમાં થયેલી હિંસા આયોજિત હતી : SCમાં ઝાકિયા જાફરી

આ પણ વાંચોઃ લોકશાહી પર વર્ચ્યુઅલ સમિટ: ચીન, રશિયા અને તુર્કી બાઇડનની યાદીમાંથી ગાયબ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.