ETV Bharat / bharat

BBC reacts to IT Raid: ITના દરોડાને લઈને BBCની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું...

આવકવેરા વિભાગે BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર દરોડા પાડ્યા છે. જે મામલે BBC ન્યૂઝની પ્રતિક્રિયા સામે આવી છે. ટ્વીટ કરીને BBCએ જણાવ્યું છે કે આવકવેરાની ટીમ હાલ બીબીસીની નવી દિલ્હી અને મુંબઈની ઓફિસમાં છે. અમે તેમને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. અમે આ સ્થિતિને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવાની આશા રાખીએ છીએ."

BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર દરોડા
BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર દરોડા
author img

By

Published : Feb 14, 2023, 4:29 PM IST

નવી દિલ્હી: BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર આવકવેરા વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જે મામલે BBC ન્યૂઝની પ્રતિક્રિયા સામે આવી છે. આ સ્થિતિને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવાની આશા વ્યક્ત કરી છે.

  • The Income Tax Authorities are currently at the BBC offices in New Delhi and Mumbai and we are fully cooperating.

    We hope to have this situation resolved as soon as possible.

    — BBC News Press Team (@BBCNewsPR) February 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શું કહ્યું BBCએ: BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર ચાલી રહેલા આવકવેરા વિભાગના દરોડા વચ્ચે BBC ન્યૂઝે જણાવ્યું છે કે આવકવેરાની ટીમ હાલ બીબીસીની નવી દિલ્હી અને મુંબઈની ઓફિસમાં છે. આવકવેરા વિભાગની ટીમને તેઓ સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિનો ઉકેલ આવવાની આશા છે.

BBCની ઓફિસ સીલ: સામે આવેલી માહિતી પ્રમાણે 60થી 70 લોકો IT દરોડાની ટીમમાં સામેલ છે. કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન બંધ કરવામાં આવ્યા છે. આ સાથે જ કેમ્પસમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. BBCની ઓફિસ સીલ કરી દેવામાં આવી છે. આ અંગેની જાણ લંડન હેડક્વાર્ટરને કરવામાં આવી છે. પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા ન્યૂઝ એજન્સીએ અજાણ્યા અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ટેક્સ વિભાગની ટીમોએ નવી દિલ્હી અને મુંબઈ બંનેમાં બીબીસીની ઑફિસની તપાસ કરી હતી. તેઓએ કહ્યું કે બીબીસીના બિઝનેસ ઓપરેશન્સ અને તેની ભારતીય શાખા સાથે સંબંધિત દસ્તાવેજો જોઈ રહ્યા છે.

IT Raid BBC office: BBCની ઑફિસ પર ઈન્કમ ટેક્સ વિભાગની રેડ

વિપક્ષ દ્વારા સવાલો: BBCની ઓફિસ પર ITના દરોડા લઈને વિપક્ષ દ્વારા સરકાર પર સવાલો ઉભા કરવામાં આવ્યા છે. કોંગ્રેસ સરકાર પર આરોપ લગાડતા ટ્વીટ કર્યું હતું કે દેશમાં અઘોષિત કટોકટી જેવી સ્થિતિ છે. સરકારે પહેલાની ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવ્યો. હવે રેડ પાડવામાં આવી. કોંગ્રેસ નેતા જયરામ રમેશ દ્વારા આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અમે જેપીસીની માંગ કરી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર બીબીસી પર રેડ કરવી રહી છે.

Rahul Gandhi: કોંગ્રેસ કર્યો આરોપ, રાહુલ ગાંધીના પ્લેનને વારાણસીમાં ઉતરવાની મંજૂરી આપવામાં આવી નથી

ડોક્યુમેન્ટ્રી મામલે થયો હતો વિવાદ: હાલમાં જ ગુજરાત 2002ના રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી "ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન" ના પ્રસારણને લઈને વિવાદ સામે આવ્યો હતો. સરકાર દ્વારા આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો હતો. BBCએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી રજૂ કર્યાના અઠવાડિયા પછી આવકવેરા વિભાગના અધિકારીઓએ નવી દિલ્હીમાં બીબીસીની ઑફિસમાં દરોડા પાડ્યા. લોકો આ રેડને ડોક્યુમેન્ટ્રી સાથે જોડીને જોઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.