ETV Bharat / bharat

Basavaraj Bommai એ કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા - BJP

વરિષ્ઠ ભાજપ નેતા બસવરાજ બોમ્માઇએ આજે ​​કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધાં છે. તેઓ કર્ણાટકના 23માં મુખ્યપ્રધાન બન્યાં છે. 61 વર્ષના બોમ્માઇ અગાઉ યેદિયુરપ્પા સરકારમાં ગૃહ, કાયદો, સંસદીય બાબતો અને વિધાનસભા બાબતોના પોર્ટફોલિયો ધરાવતાં હતાં.

Basavaraj Bommai એ કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા

author img

By

Published : Jul 28, 2021, 1:00 PM IST

  • કર્ણાટકમાં સત્તાના સૂત્રો સંભાળતાં બસવરાજ બોમ્માઈ
  • કર્ણાટકના 23માં નવા મુખ્યપ્રધાન તરીકે લીધાં શપથ
  • યેદિયુરપ્પા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યાં

કર્ણાટકમાં બસવ'રાજ'ની શરૂઆત થઈ છે. વરિષ્ઠ ભાજપ નેતા બસવરાજ બોમ્માઇએ ( Basavaraj Bommai ) આજે ​​કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાં છે. રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે તેમને બેંગ્લોરના રાજભવનમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતાં.. પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ શપથગ્રહણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.

બસવરાજ બોમ્માઇ (Basavaraj Bommai) લિંગાયત સમુદાયના છે. 61 વર્ષના બોમ્માઈ અગાઉ યેદિયુરપ્પા સરકારમાં ગૃહ, કાયદો, સંસદીય બાબતો અને વિધાનસભા બાબતોના પોર્ટફોલિયો સંભાળી રહ્યાં હતાં.સાથેે હાવેરી અને ઉદૂપી જિલ્લાના પ્રભારી પ્રધાન પણ હતાં. કર્ણાટકમાં નેતૃત્વમાં પરિવર્તનને લઇને ભાજપમાં લાંબા વિચાર-વિમર્શ બાદ બીએસ યેદિયુરપ્પાએ સોમવારે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. યેદિયુરપ્પાની નજીક ગણાતા બસવરાજ સોમપ્પા બોમ્માઇ મંગળવારે કર્ણાટક ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયાં હતાં.

ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા પછી બોમ્માઇએ ( Basavaraj Bommai ) કહ્યું કે તે એક મોટી જવાબદારી છે. તે ગરીબોના કલ્યાણ માટે કામ કરવાનો પ્રયત્ન કરશે અને તેમની સરકાર જનહિતૈષી અને ગરીબ સમર્થક બની રહેશે. બોમ્માઇના પિતા એસઆર બોમ્માઇ જનતા પાર્ટીના પીઢ નેતા હતાં અને તેઓ કર્ણાટકના 11માં મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યાં હતાં.

આ પણ વાંચોઃ કર્ણાટકના નવા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્મઈની વરણી, કાલે શપથ ગ્રહણ કરશે

બસવરાજની આ છે શરુઆતની કારકિર્દી

હુબલીમાં 28 જાન્યુઆરી 1960ના રોજ જન્મેલા બસવરાજ બોમ્માઇએ ( Basavaraj Bommai ) મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેંણે પૂણેમાં તાતા મોટર્સમાં ત્રણ વર્ષ કામ કર્યું અને પછી તે ઉદ્યોગ સાહસિક બન્યાં. તેમની જાતિ, શૈક્ષણિક લાયકાત, વહીવટી ક્ષમતાઓ અને યેદિયુરપ્પા અને ભાજપના કેન્દ્રીય નેતાઓની નિકટતાને આ પદ માટે તેમની પસંદગીના મુખ્ય કારણો ગણાવવામાં આવે છે.

બોમ્માઈના પરિવારમાં જોઇએ તો તેમનાં પત્નીનું નામ ચેન્નમા છે. સંતાનમાં તેમને એક દીકરો અને એક દીકરી છે.

બસવરાજ બોમ્માઈ ( Basavaraj Bommai ) કર્ણાટકમાં પ્રભાવી એવા વીરાશૈવ-લિંગાયત સમુદાયમાંથી આવે છે અને યેદિયુરપ્પા પણ આ સમુદાયના છે. રાજ્યની કુલ વસ્તીમાં લિંગાયતનો હિસ્સો 16-17 ટકા છે અને તેને ભાજપની મજબૂત વોટબેંકના રુપમાં જોવામાં આવે છે.

આ પણ વાંચોઃ કોરોનાથી મૃત્યુ પામેલા પિતાને નાની બાળકી રોજ કરે છે ફોન પર ફોન, પણ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.