આંધ્રપ્રદેશ: વિશાખાપટ્ટનમમાં બરોડા મહિલા ક્રિકેટ ટીમ મુસાફરી કરી રહી હતી. તે બસને અકસ્માત નડ્યો (Baroda womens cricket team bus accident) હતો. બરોડાની ટીમ વિશાખાપટ્ટનમમાં મેચ પૂરી કરીને એરપોર્ટ જઈ રહી હતી, ત્યારે તાતીચેતલાપલેમ નેશનલ હાઈવે જંક્શન પર આ અકસ્માત થયો હતો. બસની આગળ જઈ રહેલી લારીએ અચાનક બ્રેક મારતાં આ અકસ્માત થયો હોવાનું જણાય છે. અકસ્માતમાં બસના આગળના ભાગને સંપૂર્ણ નુકસાન થયું હતું.
મહિલા સિનિયર T20 મેચ: આ ઘટના ત્યારે બની જ્યારે મહિલા સિનિયર T20 મેચ સમાપ્ત થઈ રહી હતી. બસમાં સવાર ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બાબતની જાણ થતાં જ કાંચારાપાલમ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને વધુ સારવાર માટે એપોલો હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તબીબોએ જણાવ્યું કે, ઈજાગ્રસ્તોની હાલત સુધારા પર છે. આ ઘટના અંગે વધુ વિગતો જાણવાની બાકી છે. આ મહિનાની 11 તારીખથી વિશાખાપટ્ટનમમાં મહિલા સિનિયર T20 મેચ શરૂ થઈ છે.