ETV Bharat / bharat

Bappi Lahiri Passes Away: સંગીતકાર, ગાયક બપ્પી લહેરીનું મુંબઈની હોસ્પિટલમાં નિધન

author img

By

Published : Feb 16, 2022, 8:33 AM IST

Updated : Feb 16, 2022, 11:52 AM IST

પ્રખ્યાત ગાયક અને કમ્પોઝર બપ્પી લાહિરીનું (Musician, singer Buppi Lahiri dies) તઆજે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન (Bappi Lahiri Death) થયું છે.

Bappi Lahiri Passes Away
Bappi Lahiri Passes Away

મુંબઈઃ પ્રખ્યાત ગાયક અને કમ્પોઝર બપ્પી લાહિરીનું નિધન (Musician, singer Buppi Lahiri dies) થયું છે. તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા (Bappi Lahiri Death) હતા. તેમના નિધનથી ફિલ્મી જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. બપ્પી લાહિરીનું સાચું નામ અલોકેશ લાહિરી હતું. તેમનો જન્મ 27 નવેમ્બર 1952માં જલપાઈગુડી પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમના પિતાનું નામ અપરેશ લાહિરી તથા માતાનું નામ બન્સારી લાહિરી હતું. જોકે, બપ્પી લાહિરીને બધા પ્રેમથી બપ્પીદા પણ કહેતા હતા.

બપ્પીદાએ માત્ર ત્રણ વર્ષની વયે જ તબલા વગાડવાનું શરૂ કરી દીધું હતું

બપ્પી લાહિરીએ (Bappi Lahiri Death) માત્ર ત્રણ વર્ષની વયે જ તબલા વગાડવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદથી તેમના પિતાએ તેમને તાલીમ આપી હતી. બોલિવૂડને રોક અને ડિસ્કોથી લઈને સમગ્ર દેશને પોતાની ધૂન પર નૃત્ય કરાવનારા પ્રખ્યાત સંગીતકાર અને ગાયક બપ્પી લાહિરીએ ઘણી નાની-મોટી ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. તેમણે બપ્પીદાએ (Bappi Lahiri Death) 80ના દાયકામાં બોલિવૂડને યાદગાર ગીતોની ભેટ આપીને પોતાની ઓળખ બનાવી હતી.

આ પણ વાંચો- Lata Mangeshka Passed Away: લતાજીને તેના ફેન્સ આપી રહ્યાં આ અંદાજમાં શ્રદ્ધાંજલિ

17 વર્ષની વયથી બનવા માગતા હતા સંગીતકાર

માત્ર 17 વર્ષની વયથી જ બપ્પી લાહિરી સંગીતકાર બનવા માગતા હતા અને તેમની પ્રેરણા બન્યા એસ. ડી. બર્મન. બપ્પી લાહિરી (Bappi Lahiri Death) ટીનએજમાં એસ. ડી. બર્મનના ગીતો સાંભળતા હતા અને રિયાઝ કરતા હતા.

આ પણ વાંચો- Rahul Bajaj Passes Away : વરિષ્ઠ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન

બપ્પી લાહિરી બોલિવુડમાં પહેલી ફિલ્મ 1973માં મળી હતી

જે જમાનામાં લોકો રોમેન્ટિક સંગીત સાંભળતા હતા. તે સમયે બપ્પીદાએ (Bappi Lahiri Death) બોલિવૂડમાં 'ડિસ્કો ડાન્સ'ની શરૂઆત (Buppi Lahiri who started disco dance in Bollywood) કરી હતી. તેમને પહેલી તક એક બંગાળી ફિલ્મ દાદુ (1972) અને તેમની પ્રથમ બોલિવૂડ ફિલ્મ નન્હા શિકારી (1973)માં મળી હતી, જેમના માટે તેમણે સંગીત આપ્યું હતું. જે ફિલ્મથી બપ્પી લાહિરી (Bappi Lahiri Death) માટે બોલિવુડમાં જગ્યા થઈ તે ફિલ્મ તાહિર હુસૈનની ઝખ્મી (1975) હતી.

બપ્પીદાના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું

જેના માટે તેણે સંગીત આપ્યું અને પ્લેબેક સિંગર કરતાં બમણી કમાણી કરી. આ ફિલ્મ તેમને ખ્યાતિની ઉંચાઈ પર લઈ ગઈ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવા યુગની શરૂઆત કરી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેમણે ફિલ્મમાં કામ કરીને ઉંચાઈઓને સ્પર્શી અને બોલિવૂડમાં એક મોટા કલાકાર તરીકે પોતાનું નામ સ્થાપિત કર્યું. આજે તેમના અવસાનથી તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ ફિલ્મે બપ્પીદાના જીવનમાં નવો વળાંક લાવ્યો

જે જમાનામાં લોકો રોમેન્ટિક સંગીત સાંભળતા હતા, તે સમયે બપ્પીએ બોલિવૂડમાં 'ડિસ્કો ડાન્સ'ની શરૂઆત કરી હતી. તાહિર હુસૈનની હિન્દી ફિલ્મ 'જખ્મી' 1975એ તેમના જીવનમાં વળાંક લાવ્યો અને આ ફિલ્મ તેમને ખ્યાતિની ઉંચાઈ પર લઈ ગઈ હતી. સાથે જ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવા યુગનો પ્રારંભ થયો હતો.

બપ્પીદાનું છેલ્લું ગીત 2020માં

સોનું અને ચશ્મા પહેરવા માટે જાણીતા, ગાયક-સંગીતકારે 70-80ના દાયકામાં ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા જે હિટ ગયા હતા. જેમાં ચલતે ચલતે, ડિસ્કો ડાન્સર અને શરાબીનો સમાવેશ થાય છે. તેનું છેલ્લું બોલિવૂડ ગીત 2020ની ફિલ્મ બાગી 3 માટે હતું. આ મહિને બોલિવૂડ જગતને એક પછી એક મોટો આંચકો લાગ્યો છે. બપ્પી લાહિરી પહેલા સ્વર કોકિલા લતા મંગેશકરનું 6 ફેબ્રુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. હજું દેશ તેના આઘાતમાંથી બહાર નીકળ્યો નથી, ત્યાં આ સમાચાર મળ્યાં.

Last Updated : Feb 16, 2022, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.