મેંગલોર (કર્ણાટક): અથાણું દરેકને પ્રિય છે. તમે લીંબુ, કેરી, ટામેટા, મિશ્રિત શાકભાજીના અથાણાં સાંભળ્યા અને ખાધા હશે, પરંતુ તે પછી અલગ-અલગ શાકભાજીમાંથી અથાણું બનાવવાનો પ્રયોગ થયો અનો હવે દક્ષિણ કન્નડ જિલ્લામાં 'બન્નંગયી' (નારિયેળ) અથાણાંનો ઉદ્યોગ (coconut pickle preparation) શરૂ થયો છે.
આ પણ વાંચો: નુપુર શર્માને મારવા ભારત પહોંચ્યો પાક ઘૂસણખોર, ઉલેમાના નિવેદન બાદ બનાવ્યો હત્યાનો પ્લાન
આ બન્નંગયી (Karnataka Bannangayi) સાથે અથાણું બનાવવાનો પહેલો પ્રયાસ હતો. દક્ષિણ કન્નડ ડિસ્ટ્રિક્ટ કોકોનટ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપનીએ આ વિશેષ પ્રયાસ શરૂ કર્યો છે. નારિયેળના પાકના મૂલ્યવર્ધનમાં વધારો કરવા માટે નારિયેળ ઉત્પાદકોને સાથે લાવી આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે, બન્નંગયી અથાણું બનાવવામાં આવે છે.
આ પણ વાંચો: ભારતમાં નાગ પંચમી પર અહી ભરાય છે સાપનો મેળો
કંપની પસંદગીના નારિયેળ ઉત્પાદકો પાસેથી પરિપક્વ નારિયેળ ખરીદે છે અને બેંગલુરુમાં અથાણું બન્નંગયી બનાવે છે. અથાણું બે પ્રકારમાં તૈયાર (coconut pickle recipe) કરવામાં આવે છે, લસણ સાથે અને લસણ વગર. અથાણું બનાવતી વખતે કયા માપદંડોનું પાલન કરવું જોઈએ અને શું વાપરવું જોઈએ તેનો અભ્યાસ કરીને તેનું ઉત્પાદન કરવામાં આવે છે. એવું જાણવા મળ્યું છે કે, આ બન્નંગયી અથાણું 6 મહિના સુધી વાપરી શકાય છે. બજારમાં 250 ગ્રામનું પેકેટ બહાર પાડવામાં આવ્યું છે.
બન્નંગયી અથાણું એક નવો પ્રયોગ: નારિયેળમાંથી અથાણાંની તૈયારી પણ આશ્ચર્યજનક છે. આ સંસ્થાએ નાશવંત નારિયેળમાંથી લાંબો સમય ટકી રહે તેવા અથાણાં બનાવીને ખાસ પ્રયાસ કર્યો છે. જેમણે આ અથાણું ચાખ્યું છે, તેઓ પ્રતિભાવ આપી રહ્યા છે કે, તે સારું છે. તો મોટા પાયે બન્નંગયી અથાણું બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.