- મૃત્યુનો આંકડો એટલો વધારે કે સ્મશાન અને કબ્રસ્તાનમાં જગ્યા ઓછી પડી
- ગંગાના કિનારો હજારો મૃતદેહો દફન થયેલા જોવા મળ્યા
- મૃતદેહોને જોઈ ઘાટ પર આવતા ડરે છે લોકો
પ્રયાગરાજ: કોરોના સમયગાળા દરમિયાન દેશમાં સતત મૃત્યુ થતાં દરેક જણ ચોંકી ઉઠ્યા છે. ત્યારે આ સમય દરમિયાન ગંગાના કાંઠેથી દફનાવાયેલા મૃતદેહોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રયાગરાજમાં પણ ગંગાના કિનારો હજારો મૃતદેહો દફન થયેલા મળ્યા હતા. આ ભયાનક દ્રશ્યને ડ્રોનથી લેવામાં આવ્યું હતુ અને શનિવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો: બક્સરના ગંગા ઘાટમાં 4 ડઝનથી વધુ તરતા મળ્યા મૃતદેહ
મૃતદેહોને જોઈ ઘાટ પર આવતા ડરે છે લોકો
સંગમ શહેરના નૈની વિસ્તારમાં આવેલા દેવરખ ઘાટ પર એટલા મૃતદેહોને દફનાવવામાં આવ્યા કે એ જોઈને લોકો અહીં આવતા કાંપવા લાગે છે. જોરદાર પવન ફૂંકાયા બાદ દેવરખ ઘાટ પર ગંગા કિનારે જ્યા સુધી રેતી દેખાય છે તે દરેક તરફ દફનાવવામાં આવેલા મૃતદેહો દેખાય છે. આ સાથે સેંકડો મૃતદેહોના અંતિમ સંસ્કાર પણ દેવરખ ઘાટ ખાતે કરવામાં આવ્યા છે. ઘાટ પર આટલી મોટી સંખ્યામાં મૃતદેહોના અંતિમ સંસ્કાર અને ઘાટ પર દફનાવાને કારણે હાલત એવી થઈ ગઈ છે કે, લોકોએ નહાવાનું પણ બંધ કરી દીધું છે. મૃત્યુનો આંકડો એટલો વધારે હતો કે શહેરના સ્મશાન અને કબ્રસ્તાનમાં જગ્યા ઓછી થઈ ગઈ હતી. જેના કારણે મૃતદેહોના અંતિમ સંસ્કાર અંગે હોબાળો મચી ગયો હતો. આ પછી મૃતદેહોને દેવરખ તેમજ બીજા ઘાટો પર ગંગા કાંઠે રેતીમાં દફનાવવામાં આવ્યા હતા.
જ્યાં સુધી આંખો જાય, ત્યાં મૃતદેહો દેખાય
આવું જ દ્રશ્ય શ્રૃંગવેરપુર ઘાટ પર જોવા મળ્યું હતું. શ્રૃંગવેરપુર ઘાટ પર જ્યાં સુધી નજર નાંખવામાં આવી રહી હતી ત્યાં સુધી મૃતદેહો દેખાઈ રહ્યા હતા. ઘાટ પર પહોંચેલા લોકોએ કહ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં મૃતદેહોને ન તો દફનાવવામાં આવ્યા હતા કે ન તો અગ્નિદાહ કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અંતિમ સંસ્કાર માટે આ ઘાટ પર અમુક મૃતદેહો આવતા હતા. આસપાસના લોકોના જણાવ્યા મુજબ, કેટલાક લોકો દફન કરવાની પરંપરાને કારણે મૃતદેહને દફનાવે છે. પરંતુ આર્થિક સંકડામણના કારણે મોટી સંખ્યામાં લોકો મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવાને બદલે તેમને ગંગાના ઘાટ પર લઈ જાય છે અને રેતીમાં દફનાવી દે છે. તેમણે આ ધટના માટે છેલ્લા એક મહિનાથી લાગુ રહેલા લોકડાઉનને દોષી ઠેરવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ દિવસોમાં રોજિંદા કમાણી કરનારા લોકોનું કામ બંધ છે, આર્થિક સંકડામણને લીધે ઘણા લોકો મૃતદેહ લાવ્યા અને તેને ગંગાના કાંઠે દફનાવ્યા.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમાંથી મૃતદેહો મળવાનો સિલસિલો યથાવત
તંત્ર આવ્યું હરકતમાં
આ જોઈ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું અને ઘાટ પર મૃતદેહોને દફનવાની પ્રક્રિયા અટકાવી દીધી હતી. મૃતદેહો માટે ઘાટ પર લાકડાની વ્યવસ્થા કરાઈ હતી. તેમને ઘાટ પર કોઈ પણ મૃતદેહને દફન કરવાનું બંધ કરવા જણાવ્યું હતું. આ માટે વહીવટીતંત્ર સમિતિઓની રચના કરી છે. મૃતદેહોને રખડતા કૂતરાઓથી બચાવવા માટે ઘાટ ખુલ્લા દેખાતા મૃતદેહો પર માટી નાખવામાં આવી હતી. જો કે, મૃતદેહોની સંખ્યાને ધ્યાનમાં લેતા આ કાર્ય વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર સાબિત થયો હતો. ફાફમાઉ ઘાટ પર પણ મૃતદેહો પર માટી નાખી દેવામાં આવી હતી. આ બધા દ્રશ્યો લોકોના હદયને હચમચાવી દે છે અને વર્ષો સુધી લોકોના દિલમાં કાયમ રહેશે.