ETV Bharat / bharat

દેશભરમાં ઉજવાઈ રહી છે બકરીઇદ, જાણો કેમ આપવામાં આવે છે કુર્બાની

author img

By

Published : Jul 21, 2021, 7:38 AM IST

દેશભરમાં આજે ઈદ-અલ-અજહા (Eid-Ul-Adha) એટલે કે બકરી ઇદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. કોરોના મહામારીના લીધે લોકો સામુહિક ભીડથી દૂર રહીનેે બકરી ઇદની ઉજવણી કરી રહ્યા છે. આ દિવસ કુર્બાનીના રૂપ તરીકે પણ પણ ઓળખાય છે. ઇસ્લામી માન્યતાઓ અનુસાર રમજાનના બે મહિના પછી કુર્બાનીનો પર્વ બકરી ઇદ મનાવવામાં આવે છે. તમે પણ જાણો કેમ આપવામાં આવે છે કુર્બાની.

બકરીઇદની ઉજવણી
બકરીઇદની ઉજવણી

  • દેશમાં આજે બકરી ઇદની ઉજવણી
  • બલિદાનના માંસના ત્રણ ભાગ કરવામાં આવે
  • કોરોના ગાઇડલાઇનનેે અનુસરીને તહેવાર ઉજવાશે

હૈદરાબાદ : ઇદ-ઉલ-અજહા (Eid-Ul-Adha)ના દિવસે સામાન્ય રાતે બકરાનું બલિદાન આપવવામાં આવે છે. તેથી જ તેને દેશમાં બકરી ઇદ પણ કહેવામાં આવે છે. આ દિવસે બકરાને અલ્લાહની માટે કુર્બાના કરવામાં આવે છે. આ ધાર્મિક પ્રક્રિયાને ફરઝ-એ-કુર્બાન કહેવામાં આવે છે.

કુર્બાનીનું મહત્વ

બકરી ઇદને ઈદ-અલ-અજહા અથવા ઈદ-ઉલ-ઝુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે રમઝાનની ઈદના 70 દિવસ પછી ઉજવવામાં આવે છે. આજે નમાઝ અદા કર્યા પછી બકરાની કુર્બાની આપવામાં આવે છે. બલિદાનના માંસના ત્રણ ભાગ કરવામાં આવે છે. જેનો એક ભાગ ગરીબોને આપવામાં આવે છે, બીજો ભાગ મિત્રો અને સંબંધીઓમાં વહેંચવામાં આવે છે. તથા ત્રીજો ભાગ પોતાના માટે રાખવામાં આવે છે. તે સામાજિક સમરસતાનું સૂચક પણ છે.

આ પણ વાંચો : દેશભરમાં બકરી ઇદની ઉજવણી, જામા મસ્જિદમાં ઇદની નમાઝ અદા કરાઇ

કેમ ઉજવવામાં આવે છે બકરી ઇદ

બકરી ઇદની ઉજવણી પાછળ મુસ્લિમોનું માનવું છે કે, પૈગંબર ઇબ્રાહિમની કઠિન પરીક્ષા કરવામાં આવી હતી. આ માટે અલ્લાહે તેને તેમના પુત્ર પૈગમ્બર ઇસ્માઇલની કુર્બાની આપવા કહ્યું હતું. આ પછી ઇબ્રાહિમ હુકમનું પાલન કરવા તૈયાર થયો હતો. ત્યારે પુત્રના બલિદાન પહેલાં અલ્લાહે તેના હાથ રોકી દીધા હતા. આ પછી તેમને ઘેટાં અથવા બકરાની જેવા પ્રાણીનું કુર્બાની આપવા જણાવવામાં આવ્યું હતું. તે દિવસથી લોકો બકરી ઇદની ઉજવણી કરી રહ્યા છે. આ દિવસે પોતાના પ્રિય બકરાની કુર્બાની આપવાનો રિવાજ પણ છે.

આ પણ વાંચો : ડીસામાં જૈન સમાજ દ્વારા અબોલ પશુઓના મોક્ષ માટે પ્રાર્થના કરાઈ

કોરોના ગાઇડલાઇનનુું પાલન

કોરોના મહામારીના લીધે આ વર્ષે પણ લોકોને ઘરે-ઘરે બકરી ઇદની ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી છે. નમાઝ ઘરેથી જ અદા કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ કોરોનાને કારણે બકરી ઇદની ઉજવણીમાં ભંગાણ પડ્યું હતું. સરકાર અને લોકો કોરોના ગાઇડલાઇનનેે અનુસરીને બકરી ઇદનો તહેવાર ઉજવવામાં છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.