- હાથરસ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવી હતી
- આ પહેલા આરોપી રામુની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી
- હાથરસ કેસના બંને આરોપ રવિ અને લવકુશની જામીન અરજી નામંજૂર
- કોર્ટે કેસમાં સુનાવણી માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી
હાથરસ: ચંદપા વિસ્તારના એક ગામમાં અનુસૂચિત જાતિની યુવતી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવી હતી. CBIએ ચારેય આરોપીઓ સંદિપ, રવિ, રામુ અને લવકુશ વિરુદ્ધ સ્પેશિયલ જજની (SC-ST એક્ટ) કોર્ટમાં કલમ 302, 376, 376A, 3(2)(5) SC-ST એક્ટ મુજબ આરોપપત્ર દાખલ કર્યો હતો. આ કેસમાં આરોપી રામુની જામીન અરજી 29 જાન્યુઆરીએ કોર્ટે ફગાવી દીધી હતી. બુધવારે આ જ અદાલતમાં વધુ બે આરોપી રવિ અને લવકુશની જામીન માટેની અરજી પણ દાખલ કરવામાં આવી હતી.
હાથરસ કેસના બંને આરોપ રવિ અને લવકુશની જામીન અરજી નામંજૂર
બુધવારના રોજ વિશેષ ન્યાયાધીશ (SC-ST એક્ટ) બીડી ભારતીએ બંને આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. કોર્ટે કહ્યું છે કે, પીડિતાએ મૃત્યુ પહેલા આપેલા નિવેદનોમાં આરોપી રવિ અને લવકુશના નામ લેવામાં આવ્યા છે. આરોપીઓ ઉપર લગાવવામાં આવેલા આરોપો ગંભીર પ્રકૃતિના છે. આવા કિસ્સામાં જો આરોપીઓને જામીન પર છોડવામાં આવે તો તેઓ પુરાવા સાથે ચેડા કરી શકે છે. સાક્ષીઓને પણ પ્રભાવિત કરી શકે છે.
કોર્ટે કેસમાં સુનાવણી માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સુનાવણીની તારીખે, આરોપી સંદીપ, રવિ, રામુ અને લવકુશને અલીગઢ જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં હાજર થયા બાદ કોર્ટે આ કેસમાં સુનાવણી માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.