ETV Bharat / bharat

ભાજપ નેતા બાબુલ સુપ્રીયો ટીએમસીમાં થયા શામેલ

ભાજપ નેતા બાબુલ સુપ્રીયો ટીએમસીમાં શામેલ થઇ ગયા છે. બાબુલ પશ્ચિમ બંગાળમાં આસનસોલથી ભાજપ સાંસદ હતા. હાલમાં જ થયેલી કેબિનેટના વિસ્તારમાં તેમની પાસેથી કેબિનેટ પ્રધાનનું પદ છીનવી લેવામાં આવ્યું હતું.

ભાજપ નેતા બાબુલ સુપ્રીયો ટીએમસીમાં થયા શામેલ
ભાજપ નેતા બાબુલ સુપ્રીયો ટીએમસીમાં થયા શામેલ
author img

By

Published : Sep 18, 2021, 3:24 PM IST

Updated : Sep 18, 2021, 4:08 PM IST

  • બાબુલ પશ્ચિમ બંગાળમાં આસનસોલથી ભાજપના સાંસદ હતા
  • ભાજપ નેતા બાબુલ સુપ્રીયો ટીએમસીમાં શામેલ થઇ ગયા છે
  • તેમની પાસેથી કેબિનેટ પ્રધાનનું પદ છીનવી લેવામાં આવ્યું હતું

કલકત્તા: ભાજપ નેતા બાબુલ સુપ્રીયો ટીએમસીમાં શામેલ થઇ ગયા છે. બાબુલ પશ્ચિમ બંગાળમાં આસનસોલથી ભાજપના સાંસદ હતા. હાલમાં જ થયેલા કેબિનેટ વિસ્તારમાં તેમની પાસેથી કેબિનેટ પ્રધાનનું પદ છીનવી લેવામાં આવ્યું હતું.

બાબુલ સુપ્રીયો રાજનેતા પહેલા હિન્દી ફિલ્મના એક મશહૂર ગાયક છે

ઉલ્લેખનિય છે કે, બાબુલ સુપ્રીયો રાજનેતા પહેલા હિન્દી ફિલ્મના એક મશહૂર ગાયક છે અને તેનાથી પણ પહેલા તેઓ પશ્ચિમ બંગાળમાં એક બેન્કમાં નોકરી કરતા હતા. બાબુલનો જન્મ 15 ડિસેમ્બર 1970એ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ઉત્તરપાડામાં થયો હતો. બાબુલ એક એવા પરિવારમાંથી આવે છે જ્યાં સંગીત જ તેમની અસલી દુનિયા છે.

સુર સાથે રાજનીતિમાં એન્ટ્રી

બાબુલ સુપ્રિયોના રાજનીતિમાં આવવાનું કારણ એ હતું કે, તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર પ્રશંસક રહ્યા. બાબુલે 2014 ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 2014 ની સામાન્ય ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત્યા.

મોદી કેબિનેટમાંથી કાઢી મૂકવાથી તેમને મોટો ઝટકો લાગ્યો છે

શરૂઆતના દિવસોમાં તેમને શહેરી વિકાસ રાજ્યપ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે 12 જુલાઇ સુધી આ પદ પર કામ કર્યું. ત્યાં સામાન્ય ચૂંટણી 2019માં બાબુલે પણ જીત હાંસલ કરી હતી, પરંતું હાલમાં જ મોદી કેબિનેટમાંથી તેમને કાઢવાથી તેમને મોટો ઝટકો લાગ્યો છે.

જુલાઇમાં રાજનીતિમાંથી સન્યાસની ઘોષણા કરી હતી

ઉલ્લેખનિય છે કે, જુલાઈ મહિનામાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બંગાળમાં ભાજપના મોટા નેતાઓમાંના એક બાબુલ સુપ્રિયોએ રાજકારણને અલવિદા કહ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને કહ્યું કે, તે રાજનીતિમાં માત્ર સમાજ સેવા માટે આવ્યા હતા. હવે તેમને પોતાનો માર્ગ બદલવાનો નિર્ણય કરી લીધો છે.

ટીએમસી અથવા કોઇ બીજી પાર્ટીમાં શામેલ થાય નહીં: બાબુલ સુપ્રીયો

ઉલ્લેખનિય છે કે, જુલાઇ મહિનામાં જ્યારે તેમણે રાજનીતિમાંથી સન્યાસ લેવાનું એલાન કર્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે, સેવા કરવા માટે રાજનીતિમાં રહેવાની જરૂર નથી. તેઓ રાજનીતિથી અલગ થઇને પણ પોતાના ઉદ્દેશને પુરો કરી શકાય છે. તેમના તરફથી પોસ્ટમાં પહેલા એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યું કે, તેઓ હંમેશાથી ભાજપનો ભાગ રહ્યા છે અને રહેશે. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે, તેઓ ટીએમસી અથવા કોઇ બીજી પાર્ટીમાં શામેલ થાય નહીં. પરંતું હવે તેમની તરફથી પોતાની પોસ્ટને અપડેટ કરવામાં આવી છે અને તેમણે આ લાઇનને હટાવી દીધી છે. એવામાં અટકળો તેજ હતી હવે લગભગ ડોઢ મહીનો વિત્યા પછી ટીએમસીનું દામન પકડી લીધું છે.

  • I meant it from my heart when I said I'll leave politics. However, I felt there was a huge opportunity that was entrusted upon me (on joining TMC). All my friends said my decision to leave politics was wrong and emotional: Former BJP leader Babul Supriyo after joining TMC today pic.twitter.com/y3OyymSc6a

    — ANI (@ANI) September 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બાબુલ સુપ્રિયોએ કર્યું ટ્વીટ

બાબુલ સુપ્રિયોએ ટ્વીટ કરતા કહ્યું હતું કે, દીદી અને અભિષેકે મને મોટી તક આપી છે. હું ટીએમસીમાં જોડાયો હોવાથી, આસનસોલમાં મારી સીટ પકડી રાખવાનો કોઈ અર્થ નથી. હું આસનસોલના કારણે રાજકારણમાં આવ્યો છું. મને ખૂબ જ ગર્વ છે કે, હું મારો નિર્ણય બદલી રહ્યો છું. હું બંગાળની સેવા કરવાની એક મહાન તક માટે પાછો આવી રહ્યો છું. હું ખૂબ ઉત્સાહિત છું. હું સોમવારે દીદી (CM મમતા બેનર્જી) ને મળીશ. હું હાર્દિક સ્વાગતથી અભિભૂત છું. મારો નિર્ણય મારા હૃદયથી હતો જ્યારે મેં કહ્યું કે હું રાજકારણ છોડી દઈશ. જો કે, મને લાગ્યું કે એક મોટી તક છે જે મને સોંપવામાં આવી છે (ટીએમસીમાં જોડાવા પર). મારા બધા મિત્રોએ કહ્યું કે રાજકારણ છોડવાનો મારો નિર્ણય ખોટો અને ભાવનાત્મક હતો.

Last Updated : Sep 18, 2021, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.