ETV Bharat / bharat

બાબા કાશી વિશ્વનાથની ગૌનાની વારાણસીમાં ઉજવણી - બાબા વિશ્વનાથ

રંગભરી એકાદશીએ બાબા કાશી વિશ્વનાથ માતચા ગૌરાની વિદાય કરાવવા કાશી આવશે. ગયા કેટલાય દાયકાઓથી ગયાસુદ્દીન કાશીપુરાધિપતિ બાબા વિશ્વનાથનાં ગૌનાની શાહી પાઘડી બનાવે છે, જેને બાબા ધારણ કરીને માં ગૌરાને વિદાય કરવા જાય છે.

કાશી વિશ્વનાથ ગૌના ઉજવણી
કાશી વિશ્વનાથ ગૌના ઉજવણી
author img

By

Published : Mar 23, 2021, 5:07 PM IST

Updated : Mar 24, 2021, 6:43 AM IST

  • ગ્યાસુદ્દીન કાશીપુરાધિપતિ બાબા વિશ્વનાથના ગૌનાની શાહી પાઘડી બનાવે
  • બાબા પાઘડી ઘારણ કરીને માં ગોરાની વિદાય કરવા જાય છે
  • પરિવારના 11 લોકો મળીને બાબાની પાઘડી બનાવે છે
  • પાઘડી રેશમનું કાપડ, સ્ટોન, મોતી, પાંખ, દફ્તી જેવી વસ્તુઓથી બને છે

વારાણસીઃ વિશ્વભરમાં જો ગંગા જમના તહેજીબની કેટલીક સાચી મિસાલ જોવી હોય તે કાશી જરૂર જવું જોઇએ. જીવંત નગરી કાશીમાં અદભુત પરંપરાઓ અને પરસ્પર સંવાદિતાની એક અલગ ઝલક જોવા મળે છે. અહિના બધા વ્યક્તિ અને પરંપરા પરસ્પર સંવાદિતાનો અહેસાસ કરાવે છે. આ પરંપરાને આગળ વધારવા અને ગંગા જમના તહજીબને વિશ્વ ફલક પર સ્થાપિત કરવામાં કાશીનાં લલ્લાપુરા વિસ્તારમાં રહેનારા ગ્યાસુદ્દીન પણ પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ગ્યાસુદ્દીન કાશીપુરાધિપતિ બાબા વિશ્વનાથના ગૌનાની શાહી પાઘડી બનાવે છે. જેને બાબા ઘારણ કરીને માં ગોરાની વિદાય કરવા જાય છે.

કાશી વિશ્વનાથ ગૌના ઉજવણી
કાશી વિશ્વનાથ ગૌના ઉજવણી
કાશી વિશ્વનાથ ગૌના ઉજવણી
કાશી વિશ્વનાથ ગૌના ઉજવણી

250વર્ષથી નિભાવવામાં આવી રહી છે પરંપરા

જણાવવામાં આવે છે કે હાજી ગ્યાસુદ્દીનનું પરિવાર ગયા લગભગ 250 વર્ષથી બાબા માટે શાહી પાઘડી બનાવતું રહ્યું છે. આ પાઘડી પહેરીને બાબા રંગભરી એકાદશીએ પોતાના ગૌનાની શોભાયાત્રામાં જાય છે અને માં ગૌરાની વિદાય કરે છે. હાજી ગ્યાસુદ્દીને જણાવ્યું કે, અમારા પરદાદા હાજી છેદી લખનઉથી અહિ કલા લઇને કાશી આવ્યા હતા અને પહેલીવાર બાબા માટે પાઘડી બનાવી હતી. તેના પછી તેમના પુત્ર હાજી અબ્દુલ ગફૂરે પરંપરાને આગળ વધારી હતી. અબ્દુલ ગફૂર પછી મોહમ્મદ જહૂર તેના પછી ગ્યાસુદ્દીન તેને આગળ વધારી રહ્યા છે. ગ્યાસુદ્દીનની નવી પેઢી પણ પાઘડી બનાવવા માટે પોતાની અહમ ભૂમિકા નિભાવી રહી છે. આ તહેવારને લઇને બધા લોકો ઘણા ઉત્સુક છે. તેમનું કહેવું છે કે અમને બાબા વિશ્વનાથના આશીર્વાદ મળે એ જ અમારું મહેનતાણુ અને ઇનામ છે.

ઉત્સુકતાથી રાહ જોવામાં આવે છે

ગ્યાસુદ્દીને જણાવ્યું હતું કે, અમારા પરિવારના 11 લોકો મળીને બાબાની પાઘડી બનાવે છે. કોઇ કપડા કાપે છે, તો કોઇ સિલાઇ કરે છે, કોઇ સ્ટોન અને ઝરી લગાવવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે,અમને ગર્વ છે કે અમે ભગવાન માટે પાઘડી બનાવીએ છે. અમને અને અમારા પરિવારને આ લાયક સમજવામાં આવે છે.ભોલેનાથ કાશીનાં રાજા છે, કાશીનાં રાજાનો મતલબ છે વિશ્વભરનાં રાજા અને આ અમારા માટે ગર્વની વાત છે કે અમે તેમના માટે કંઇક કામ કરીએ છે. અમારી દુવા છે કે અમને હંમેશા તેમની સેવા કરવાની તક આપવામાં આવે, તે માટે અમે પોતાને ખુશનસીબ સમજીએ છે.

આ પણ વાંચોઃ 100 વર્ષ પહેલા વારાણસીથી ચોરાયેલી મા અન્નપૂર્ણાની મૂર્તિ ભારત પરત લાવવામાં આવશે

આ સામાનથી બને છે બાબાની શાહી પાઘડી

ગ્યાસુદ્દીન જણાવે છે કે શાહી પાઘડી બનાવવા માટે રેશમનું કાપડ, સ્ટોન, મોતી, પાંખ, દફ્તી જેવી વસ્તુઓથી બને છે. અમારા ત્યાં બધી જાતની પાઘડી બનાવવામાં આવે છે. લગ્નમાં વરરાજા માટે, મૌલાના માટે ટોપી, બાળકો માટે ટોપી, કેટલીક વાર અલગ-અલગ વસ્તુઓમાં અલગ મટિરિયલ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે ભોલેનાથ પર ચઢાવવામાં આવતી પાઘડીને બનાવવામાં ઘણી સાવચતી રાખીએ છે. સાફ-સફાઇ, સામાનની ગુણવત્તા બનાવવા વાળા સાફ હોવા જોઇએ એ બાબતોનું ઘ્યાન રાખવામાં આવે છે. તેને બનાવવામાં એક અઠવાડિયાનો સમય લાગે છે.

આ પણ વાંચોઃ આજે માઘી પૂર્ણિમાઃ વારાણસીના ગંગાઘાટ પર શ્રદ્ધાળુએ લગાવી પવિત્ર ડૂબકી

અમે બધા એક છીએ

દેશમાં થઇ રેહલી હિંસા બાબતે ગ્યાસુદ્દીન જણાવે છે કે કાશીમાં હંમેશાથી ગંગા જમના તહજીબ જીવીત રહી છે. હાલ ભલે દેશની હાલત થોડી ખરાબ છે, પરંતું વાસ્તવિકતા વિશે કોઇ પણ હિન્દુ મુસલમાન લડવા માંગતું નથી. અમે બધા એક છીએ અને અમે બંને બે ટંકની રોજી રોટી મળી રહે એ જ ઇચ્છીએ છે. રાજનૈતિક લોકો પોતાની મનમાની કરવા માગે છે. પરંતુ અમારો લોહી અને ભાવનાનો સંબંધ છે. આ ઘણી જૂની પરંપરા છે. આજે પણ, અમારી વચ્ચે એક વ્યવસાયિક જોડાણ છે. અમારી એક ગંગા જમુના તેહઝિબ હંમેશા જીવંત રહેશે.

Last Updated : Mar 24, 2021, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.