- એન્કાઉન્ટર દરમિયાન આરોપી પવને ફાયરિંગ કર્યું હતું
- એક કોન્સ્ટેબલને ઈજા થઈ હતી
- પરિવારના પાંચ સભ્યોની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે
અયોધ્યાઃ પોલીસે કુચેરાના જંગલોમાં એક ટૂંકો મુકાબલો કર્યા પછી એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. એન્કાઉન્ટર દરમિયાન આરોપી પવને ફાયરિંગ કર્યું હતું, જેમાં એક કોન્સ્ટેબલને ઈજા થઈ હતી, પરંતુ પછી તે ઝાડીમાં પડી ગયો હતો અને જવાબી ફાયરિંગમાં તેના પગમાં ત્રણ ગોળી વાગવાથી તે કાબૂમાં આવી શક્યો હતો.
આ પણ વાંચોઃ રાજકોટમાં સંબંધોનું ખુન, સસરાએ છરીનાં ઘા ઝીંકી જમાઈની કરી હત્યા
પોલીસના જણાવ્યા અનુસાર હુમલો કરનારા પરિવારના પરિચિત હતા
પવન અને તેના ત્રણ સાથીઓએ રવિવારે વહેલી સવારે ઇનાયતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હોરીલાલના ઘરે હુમલો કર્યો હતો અને તીક્ષ્ણ હથિયારોથી તેની હત્યા કરી હતી. પીડિતોમાં હોરીલાલ અને તેની પત્ની સિવાય ત્રણ બાળકોનો સમાવેશ થાય છે, જેમની ઉંમર 10વર્ષથી ઓછી છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલો કરનારા પરિવારના પરિચિત હતા.
આ પણ વાંચોઃ પાટણમાં રિક્ષામાં બેસવા મામલે યુવાનની હત્યા, એક ઈજાગ્રસ્ત
હત્યાના એક કલાકમાં અમે આરોપીને પકડવા માટે ઘણી ટીમો બનાવી હતી
અયોધ્યાના એસએસપી શૈલેષ પાંડેએ કહ્યું હતું કે, હત્યાના એક કલાકમાં અમે આરોપીને પકડવા માટે ઘણી ટીમો બનાવી હતી. જેને પવનની આગેવાનીમાં ચાર લોકોને અંજામ આપ્યો હતો. જ્યારે ત્રણેયને ગુનાના થોડા કલાકોમાં જ પકડવામાં આવ્યા હતા, ત્યારે અમે માસ્ટરમાઈન્ડ પર રૂપિયા 25,000 નું ઇનામ જાહેર કર્યું હતું, જે આખરે 30 મિનિટની એન્કાઉન્ટર બાદ કુચેરા ફોરેસ્ટ વિસ્તારમાં પકડાયો હતો.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક પરિવારના ચાર સભ્યોની ધોળા દિવસે હત્યા થતાં પંથકમાં ચકચાર મચી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રયાગરાજમાં ઈલેકટ્રોનિક પાર્ટ્સના વ્યવસાય કરતાં પરિવારના ચાર સભ્યોની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. પરિવારના પિતા, પત્ની, વહુંં અને પુત્રી એમ ચાર લોકોને તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં, પુત્ર બહાર ગયો હોવાથી તે બચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં ક્રાઇમની ઘટનાઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ગુનાહિત પ્રવૃતિઓ કરનાર લોકોને જાણે પોલીસની ડર ન હોય તેમ એક પછી એક ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં 4 મહિના અગાઉ કુડા ગામે ઘાતકી હત્યા કરવાની ઘટના બની હતી, ત્યારે વધુ એક હત્યાનો બનાવ શનિવારના રોજ લાખણી તાલુકાના ભાકડીયાલ ગામે બન્યો હતો. જેમાં પરિવારના પુત્રએ જ પોતાના પરિવારના ત્રણ સભ્યોની નિર્મમ હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બનાસકાંઠા જિલ્લાના લાખાણી તાલુકાના કુડા ગામે એક પરિવારના 4 સભ્યોની હત્યા કરવામાં આવી હતી. 21 લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે પરિવારના મુખ્યાએ જ પરિવારના અન્ય 4 સભ્યોની હત્યા કરી પોતે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા કર્યા બાદ આપઘાત કરનાર પરિવારના મુખ્યા હાલ ગંભીર છે, જેની નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અયોધ્યામાં સંપત્તિના વિવાદમાં ભત્રીજાએ તેના મામા-મામી અને તેના 3 બાળકોની હત્યા કરી હતી. માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
કામરેજ તાલુકાના ઘલુડી ગામ નજીકથી એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પરિવારજનો વ્યક્ત કરેલી શંકાને આધારે કામરેજ પોલીસે એક કિશોર સહિત 3ની અટકાયત કરી છે.