- મૌલવી અહમદુલ્લાહ શાહના નામે બનશે મસ્જિદ
- ઇન્ડો- ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IICF) દ્વારા આ માહિતી આપવામાં આવી
- સુપ્રીમ કોર્ટના આદેશથી આપવામાં આવેલી જમીન પર બનશે મસ્જિદ
લખનઉ (UP) : ધન્નીપુરમાં બનનારી મસ્જિદ અને હોસ્પિટલનું નામ મૌલવી અહમદુલ્લાહ શાહના નામ પર રાખવામાં આવશે. આ મસ્જિદ 5 એકરની જમીન પર બનાવવામાં આવી રહી છે. જે મુસ્લિમોને સુપ્રીમ કોર્ટના આદેશથી આપવામાં આવી છે. ઇન્ડો- ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IICF) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ સંકુલમાં મસ્જિદ, હોસ્પિટલ, સંગ્રહાલય, સંશોધન કેન્દ્ર ઉપરાંત મેગા કમ્યુનિટી કિચન પણ બનાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય કે, રામ જન્મભૂમિથી 25 કિમી દૂર ધન્નીપુર ગામમાં મસ્જિદના નિર્માણનું કાર્ય પ્રતિકાત્મક રીતે શરૂ થયું છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ BJP મોરચાના પ્રમુખો સાથે બેઠક યોજી
ધન્નીપુર મસ્જિદનું નામ હશે અહમદુલ્લાહ શાહ ફૈઝાબાદી
ઈન્ડો- ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના સેક્રેટરી અથર હુસેને જણાવ્યું કે, આ સમગ્ર પ્રોજેક્ટનું નામ શહીદ મૌલવી અહમદુલ્લાહ શાહ ફૈઝાબાદી પછી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ શહીદ મૌલવી અહમદુલ્લાહ શાહને 1857ના યુદ્ધ માટે યાદ કરે છે. સ્વતંત્રતામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે તેમને અવધમાં 'સ્વતંત્રતાનો દીવાદાંડી' પણ કહેવામાં આવતા હતા. ટ્રસ્ટે 200 બેડની હોસ્પિટલ, કોમ્યુનિટી કિચન અને મ્યુઝિયમ સાથે તેમના નામ પર ધન્નીપુર મસ્જિદનું નામ નક્કી કર્યું છે.
આ પણ વાંચો : કેજરીવાલનો કેન્દ્રને પ્રશ્ર: પીત્ઝાની હોમ ડિલીવરી તો રેશનની કેમ નહીં?
કોણ હતા મૌલવી અહમદુલ્લાહ શાહ ફૈઝાબાદી
ઈન્ડો- ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના સેક્રેટરી અથર હુસેને જણાવ્યું હતું કે, શહીદ મૌલવી આ પ્રોજેક્ટ સાથે અહમદુલ્લાહ શાહનો વારસો આગળ વધારવા માગે છે. અહીં બનાવવામાં આવેલા સંગ્રહાલયમાં જ્યારે હિંદુઓ અને મુસ્લિમોએ ભારતની આઝાદી માટે એક સાથે સાથે લડ્યા, ઇતિહાસનાં તે પાના દર્શાવવામાં આવશે. જેમાં અવધનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, બ્રિટિશરો ક્યારેય શહીદ મૌલવી અહમદુલ્લાહ શાહને જીવતા પકડી શક્યા નથી. ક્રાંતિકારી અહમદુલ્લાહ શાહ ફૈઝાબાદી પર 50 હજાર ચાંદીના સિક્કાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ પુવાયા (શાહજહાંપુર)ના રાજા જગન્નાથસિંહે અહમદુલ્લાહ શાહનું શિરચ્છેદ કરી તેને અંગ્રેજોને સોંપી દીધું. તે પછી રાજા જગન્નાથ સિંહને બ્રિટિશરોએ ઈનામ આપ્યું અને બીજા દિવસે શહીદ મૌલવી અહમદુલ્લાહ શાહ ફૈઝાબાદીના કપાયેલા મસ્તકને કોટવાલીમાં લટકાવવામાં આવ્યું હતું.
મસ્જિદ નિર્માણ ટ્રસ્ટ ધન્નીપુરમાં હસ્તગત કરેલી જમીન પર મુસ્લિમો માટે એક મસ્જિદ બનાવશે
સુપ્રીમ કોર્ટના આદેશથી મસ્જિદ 5 એકર જમીનમાં બનવાની છે. આ માટે યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા ઈન્ડો- ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન નામનો ટ્રસ્ટ બનાવવામાં આવ્યો છે. જ્યારે મસ્જિદ નિર્માણ ટ્રસ્ટ ધન્નીપુરમાં હસ્તગત કરેલી જમીન પર મુસ્લિમો માટે એક મસ્જિદ બનાવશે. તો બીજી બાજુ તમામ ધર્મો માટેની 200 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગરીબ વર્ગ માટે સમુદાયનાં રસોડાઓ અને અન્ય ઘણી ઇમારતો બનાવવામાં આવશે.