ETV Bharat / bharat

અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે યુપી પોલીસનો ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર - વડા પ્રધાન મોદી

22મી જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. આ પહેલા જ 17મી જાન્યુઆરી 2024ના રોજ કાર્યક્રમની વણઝાર શરુ થઈ જશે. આ સમગ્ર કાર્યક્રમો આખું અઠવાડિયું ચાલવાના છે. આ કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ વિભાગે ખાસ વ્યવસ્થાઓ કરી છે. સ્પેશિયલ ડીજી પ્રશાંતકુમારે સુરક્ષા વ્યવસ્થાને લઈને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Ayoddhya Ram Mandir 22 January Intensive security system

અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમયે યુપી પોલીસનો ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 10:11 PM IST

લખનઉઃ અયોધ્યામાં જાન્યુઆરીની 22મી તારીખે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે. આ ભવ્ય કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ વિદેશના અનેક મહાનુભાવો પધારવાના છે. તેથી આ કાર્યક્રમને સફળ બનાવવા સરકાર અને રામ મંદિર ટ્ર્સ્ટ કોઈ કસર રાખવા માંગતી નથી. સુરક્ષા મામલે યુપી પોલીસ ફૂલ પ્રૂફ એક્શન પ્લાન લઈને તૈયાર છે. સ્પેશિયલ ડીજી પ્રશાંતકુમારે કહ્યું કે, અયોધ્યામાં થનાર કાર્યક્રમની સુરક્ષામાં માનવો સાથે ટેકનોલોજીનો પણ એટલો જ ઉપયોગ કરાશે.

સ્પેશિયલ ડીજી પ્રશાંતકુમાર આગળ જણાવે છે કે, 22મી જાન્યુઆરીના રોજ થનારા પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવનારા અતિથિઓની સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવશે. અયોધ્યાને અભેદ્ય કિલ્લો બનાવવા માટે અનેક સ્તરીય બેઠકો યોજાઈ છે. આ માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહત્વપૂર્ણ દિવસ છે. તેથી જ હ્યુમનની સાથે ટેકનીકલ આસિસ્ટન્સનું પણ એટલું જ મહત્વ રહેશે. યુપી પોલીસ ઉપરાંત યુપી એટીએસ, એસટીએફ, એસએસએફ તેમજ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.

પ્રશાંતકુમારે કહ્યું કે, અયોધ્યાની સુરક્ષાને લઈને આકાશ, જમીન અને પાણી એમ ત્રણેય ક્ષેત્રે ડ્રોનથી નજર રાખવામાં આવશે. અયોધ્યાની દરેક હોટલને આદેશ આપી દેવામાં આવ્યા છે. જેમાં વધુ અને ખોટા નામથી હોટલ બૂકિંગ ન કરવું તેવા આદેશનો સમાવેશ થાય છે. હોસ્પિટાલિટી સાથે સંકળાયેલ સેવાઓને સઘન બનાવી દેવાઈ છે. તેમજ યલો અને રેડ ઝોનમાં સેંકડો સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે.

  1. Narendra modi in Ayodhya: PM મોદી 30 ડિસેમ્બરે અયોધ્યામાં કરશે રોડ શો, અયોધ્યાથી દેશની જનતાને કરશે સંબોધન
  2. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર બોલ્યા મદની, મોદી અને બાબરમાં કોઈ ફરક નહીં, બંને પર એક સરખો આરોપ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.