ETV Bharat / bharat

Ayoddhya Airport: અયોધ્યા એરપોર્ટ હવે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 5:51 PM IST

અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટનું ગણતરીના કલાકોમાં ઉદ્દઘાટન થવાનું છે. તેવામાં આ એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું છે. અયોધ્યાના ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ હવે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Ayoddhya Airport Name changed

અયોધ્યા એરપોર્ટ હવે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે

અયોધ્યાઃ પ્રભુ શ્રી રામની પાવન નગરી અયોધ્યામાં દેશ વિદેશથી રામ ભકતો સરળતાથી પહોંચી શકે તે માટે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટને થોડા દિવસ સુધી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવતું હતું. આ એરપોર્ટના ઉદ્દઘાટનના 48 કલાક પહેલા જ જિલ્લા વહીવટી તંત્ર પાસે નામ પરિવર્તનનું નોટિફિકેશન આવ્યું હતું. તેથી આ એરપોર્ટનું નામ બદલીને મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું છે.

વડા પ્રધાન મોદી 30 ડિસેમ્બરના રોજ અયોધ્યા એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે અને વિશાળ જનસભાને સંબોધન કરશે. સમગ્ર અયોધ્યાને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત અયોધ્યા રેલવે સ્ટેશનની નવી ઈમારતનું લોકાર્પણ પણ કરવામાં આવશે. વડા પ્રધાન વંદે ભારત અને અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ પણ કરશે.

આ દરેક કાર્યક્રમોને લઈને અયોધ્યાને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. અયોધ્યામાં વડા પ્રધાન મોદી રોડ શો પણ કરવાના છે. દરેક માર્ગોને શણગારવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને 29મી ડિસેમ્બરની સાંજથી જ ભારે વાહનો પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. વડા પ્રધાન મોદી 30 ડિસેમ્બરના રોજ અયોધ્યામાં 11000 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે.

30 ડિસેમ્બરના રોજ અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટથી દિલ્હી માટે એક એરક્રાફ્ટનું ઈનોગ્રલ ટેકઓફ કરવામાં આવશે. 6 જાન્યુઆરીથી નિયમિત ફ્લાઈટ્સ શરુ કરી દેવામાં આવશે. દિલ્હી માટે 6 જાન્યુઆરીના રોજથી ફ્લાઈટ્સ શરુ થઈ જશે. 11 જાન્યુઆરીથી અમદાવાદ માટે અને 15 જાન્યુઆરીથી મુંબઈ માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરુ થશે.

અયોધ્યાથી અન્ય રાજ્યો માટે કનેક્ટિંગ ફ્લાઈટ 6 જાન્યુઆરીથી શરુ થશે. આ એરપોર્ટ પર ઈંડિગો કંપની શરુઆતમાં એર સર્વિસ શરુ કરશે. ત્યારબાદ ક્રમશઃ ઈન્ડિયન એરલાઈન્સ અને અન્ય વિમાન કંપનીઓ પર એર સર્વિસ શરુ કરશે. હવે અનેક રાજ્યોમાંથી ભકતો હવાઈમાર્ગથી અયોધ્યા પહોંચી શકશે. અગાઉ લખનઉ સુધી હવાઈમાર્ગ અને ત્યારબાદ જમીનમાર્ગે અયોધ્યામાં પહોંચી શકાતું હતું.

  1. Ayodhya: ભગવાન રામ લલ્લાની પ્રતિમા પર આજે મતદાન, મંદિર ટ્રસ્ટ ત્રણ ડિઝાઇનમાંથી શ્રેષ્ઠ પસંદ કરશે
  2. PM Modi Visit Ayodhya: PM મોદી આવતીકાલે અયોધ્યામાં 15 હજાર કરોડના પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.