રામનગરા (કર્ણાટક): પોર્ન વીડિયો જોવાની આદત ધરાવતા એક વ્યક્તિએ તેની પત્નીને પોર્ન ફિલ્મમાં અભિનય કર્યો હોવાનું માની તેની હત્યા કરી દીધી (Murder due to porn videos) હતી. આ વ્યક્તિની ઓળખ જહીર પાશા તરીકે કરવામાં આવી છે. આરોપી જહીર પાશા એક ઓટો ડ્રાઈવર છે, તેણે બે મહિના પહેલા એક પોર્ન ફિલ્મ જોઈ હતી અને તેને શંકા હતી કે, તેની 35 વર્ષીય પત્ની તે વીડિયોમાં (Wife Acted in Porn Movie) છે. આથી, તેણે શંકા કરીને તેણીને હેરાન કરવાનું શરૂ કર્યું. આ બાદ, આરોપી દ્વારા તેના બાળકોની સામે તેમની પત્નીની ચાકુ મારીને હત્યા (Wife stabbed to death) કરી દીધી હતી.
આ પણ વાંચો : Honor killing in Telangana: પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી સસરા દ્વારા કરાવાય યુવકની હત્યા
બ્લુ ફિલ્મના કારણે પત્નીની હત્યા : 15 વર્ષથી લગ્ન જીવન જીવતા પાંચ બાળકોના પિતા પાશા અને તેની પત્ની બેંગલુરુના રહેવાસી છે. બે મહિના પહેલા જહીર પાશાએ એક બ્લુ ફિલ્મ જોઈ હતી, જેમાં તેની પત્ની હોવાની શંકા ગઈ હતી. આથી, તેની પત્નીના અનૈતિક સંબંધ હોવાની શંકાને કારણે વારંવાર હેરાન કરતો હતો. પાશાએ આ જ કારણે બે મહિના પહેલા કોલારમાં એક પારિવારિક કાર્યક્રમમાં તેની પત્નીને કથિત રીતે માર માર્યો હતો. તે સમયે પરિવારના અન્ય સભ્યોને ખબર પડી કે, પાશા તેની પત્નીની શંકાને કારણે હેરાન કરે છે.
આ પણ વાંચો : પતિના મૃત્યુના આઘાતમાં પત્નીએ બાળકની હત્યા કરી પોતે પણ લગાવી ફાંસી
પત્નીની ચાકુ મારી હત્યા : આ ઘટનાના લગભગ 20 દિવસ પહેલા પાશાએ તેની પત્નીને એટલો ખરાબ રીતે માર માર્યો હતો કે, તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેના પિતા ગૌસ પાશાએ પોલીસને જણાવ્યું કે, તેની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. ઘટનાના ચાર દિવસ પહેલા જ પાશાએ તેની પત્ની સાથે ફરી ઝઘડો કર્યો હતો. આ દરમિયાન, જહીર પાશાએ તેણીની ચાકુ મારીને હત્યા કરી હતી. આજ જોતા જ તેમનો દીકરો ગભરાઈ ગયો હતો અને નજીકમાં રહેતા તેના દાદાના ઘરે જઈને, સમગ્ર ઘટનાની વાત કરતા આ મામલો બહાર આવ્યો હતો.