નવી દિલ્હી: પૈસા લઈને સંસદમાં પ્રશ્ન પુછવાના આરોપનો સામનો કરી રહેલા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા ભાજપ સાંસદ નિશિકાંત દુબે અને એડવોકેટ જય અનંત દેહાદ્રઈ વિરૂધ્ધ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ માનહાનિ અરજી પર શક્રવારે સુનાવણી થઈ. જોકે, સુનાવણી પહેલાં એડવોકેટ જય અનંત દેહાદ્રઈએ આરોપ લગાવ્યો છે કે, તેમની ઉપર સીબીઆઈ ફરિયાદ અને ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ લખેલા પત્રને પરત લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
નિશિકાંત દુબેએ શું કહ્યું: તો બીજી તરફ નિશિકાંત દુબેએ આ લડાઈને સંસદની ગરિમાને બચાવવાની લડાઈ ગણાવતા કહ્યું કે, આ મહુઆ મોઈત્રા વિરૂધ્ધ લડાઈ નથી. એડવોકેટ જય અનંત દેહાદ્રઈએ શુક્રવારે સવારે એક્સ પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે, આવતીકાલે બપોરે મને મારી સીબીઆઈ ફરિયાદ અને નિશિકાંત દુબેને લખેલા પત્રને પરત મેળવવા માટે મજબૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મે સ્પષ્ટ મનાઈ કરી દીધી અને કહ્યું કે, સીબીઆઈને વિગતો આપીશ.
મહુઆ મોઈત્રા પર ફરી આરોપ: નિશિકાંત દુબેએ દેહાદ્રઈને એક્સ પર જ રિપ્લાઈ આપતા લખ્યું કે, 'રેતીની દીવાલ પર ઊભેલી ઈમારત જોરથી તૂટી પડે છે, આપની લડાઈ સંસદની ગરિમા બચાવવાની છે, આ મુશ્કેલ લડાઈ મહુઆ સામે નથી, આ લડાઈ બાબાસાહેબ આંબેડકરના બંધારણની આત્મા એટલે કે ગરીબોના અવાજની રક્ષા કરતી અને સંસદને કેટલાક લોકો જે વેચી રહ્યા છે તેના વિરૂધ્ધની છે. આનો રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. જે પાર્ટીની નેતા માત્ર એલવી, ગુચી જેવી ટોચની બ્રાન્ડની સાડીઓ અને ચપ્પલ પહેરે છે, તે સાંસદ જબરદસ્તી મિત્રો પાસેથી લઈને બંગાળી સંસ્કૃતિનું આહ્વાન આપે છે. મારી માસી મહિષાદલ બંગાળ રાજ્યની રાણી હતી. આ કારણે મને પણ બંગાળની સંસ્કૃતિની ખબર છે. આ મહિલા બંગાળના લોકોને પણ ગાળો આપી રહી છે. ભ્રષ્ટાચાર સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે.
આપને જણાવી દઈએ કે, સંસદમાં પૈસા લઈને પ્રશ્નો પૂછવાના મામલે TMC સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આ કેસમાં સરકારી સાક્ષી બનેલા બિઝનેસમેન દર્શન હિરાનંદાનીએ કબૂલ્યું છે કે તેણે સંસદમાં અદાણી ગ્રુપ વિશે પ્રશ્નો પૂછવા બદલ મહુઆ મોઇત્રાને પૈસા અને ભેટ આપી હતી.