ETV Bharat / bharat

તમિલનાડુમાં કમલ હાસનની કાર પર હુમલો - વિધાનસભા ચૂંટણી

તમિલનાડુમાં હવે વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવે તમિલનાડુમાં રાજકારણ ગરમાયું છે. હવે અહીં મક્કલ નિધિ મૈયમના પ્રમુખ કમલ હાસનની કાર પર રવિવારે હુમલો થયો હતો. એક યુવકે કથિત રીતે તેમની કાર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ચૂંટણી પ્રચાર પછી કમલ હાસન હોટલ જઈ રહ્યા હતા.

તમિલનાડુમાં કમલ હાસનની કાર પર હુમલો
તમિલનાડુમાં કમલ હાસનની કાર પર હુમલો
author img

By

Published : Mar 15, 2021, 10:05 AM IST

  • મક્કલ નિધી મૈયમના પ્રમુખની કાર પર હુમલો
  • એક યુવકે કમલ હાસનની કાર પર કર્યો હુમલો
  • સદનસીબે કમલ હાસનને કોઈ ઈજા ન પહોંચી

આ પણ વાંચોઃ AIADMKમાં ભાગલા ન પડે તે માટે શશિકલાએ રાજનીતિમાંથી લીધો સંન્યાસ

તમિલનાડુઃ મક્કલ નિધિ મૈયમ પાર્ટીના પ્રમુખ કમલ હાસનની કાર પર રવિવારે એક યુવકે હુમલો કર્યો હતો. કમલ હાસન ચૂંટણી પ્રચાર પછી એક હોટેલમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન જ તેમની ઉપર હુમલો થયો હતો. જોકે, સદનસીબે તેમને કોઈ ઈજા નથી પહોંચી. પાર્ટીના નેતાએ જણાવ્યું કે, ઘટનામાં હાસનને કોઈ ઈજા નથી પહોંચી. મક્કલ નિધી મૈયમના નેતા એ. જી. મોર્યે ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી હતી. હુમલો કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચોઃ તમિલનાડુના જંગમાં જૂના પક્ષો, પણ નેતાગીરી નવી

મક્કલ નિધી મૈયમના કેટલાક કાર્યકર્તાઓએ હુમલાખોર યુવકને માર માર્યો

આરોપી યુવક કથિત રીતે દારૂ પીધેલી હાલતમાં હતો. ઘટના બાદ મક્કલ નિધી મૈયમના કેટલાક કાર્યકર્તાઓ અને લોકોએ પણ કથિત રીતે હુમલાખોર યુવકને માર માર્યો હતો. ત્યારબાદ પોલીસ આરોપીને હોસ્પિટલ લઈ ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.