ETV Bharat / bharat

Atiq Aehmad Murder: લોકસભા ચૂંટણીમાં PM મોદીની સામે અતિક લડ્યો, 855 મત મળ્યા હતા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક સમયે માફિયા અતિકના ત્રાસથી લોકો ફફડતા હતા. ચૂંટણીમાં ઊભા રહીને તેણે રાજકીય પક્ષનો ખોટો ઉપયોગ કર્યો હતો. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની સામે ઊભા રહીને ચૂંટણી જીતવા પ્રયાસ કરેલો હતો. પછી તેમણે પોતાનું પગલું પાછું ખેંચી લીધું હતુ.

Atiq Aehmad Murder: વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં PM મોદીની સામે અતિલ લડ્યો, 855 મત મળ્યા હતા

author img

By

Published : Apr 16, 2023, 1:07 PM IST

પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં શનિવારે મોડી રાત્રે અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. એક સમયે અતિકનો રાજકારણમાં પણ ઘણો પ્રભાવ હતો. અતીકના રાજકીય કનેક્શન વિશે બધાને જાણ હતી. સમાજવાદી પાર્ટી હોય કે બહુજન સમાજ પાર્ટી, દરેક રાજકીય પક્ષોએ યુપીના આ બાહુબલીનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.

આ પણ વાંચોઃ Atiq Ashraf Murder: જે રીતે ઉમેશ પાલની હત્યા થઈ, એ જ ઢબથી અશરફ-આતિક ઠાર

સપાએ ઉપયોગ કર્યોઃ સમાજવાદી પાર્ટીએ પણ મુસ્લિમ વોટ બેંકને મદદ કરવા માટે અતિક અહેમદનો જબરદસ્ત ઉપયોગ કર્યો હતો. અતિક અને મુલાયમ વચ્ચેના સંબંધો પણ કોઈનાથી છુપાયેલા ન હતા. અતિકે પ્રયાગરાજમાં અનેક હત્યાઓ સહિત ઘણા મોટા લોકો પર સીધા હુમલા પણ કર્યા હતા. આ બધાની વચ્ચે અતિકનું રાજકીય જોડાણ તેને ફાયદો કરતું રહ્યું. આ જ કારણ હતું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2019ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી બીજી વખત ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે અતિક અહેમદે બનારસથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

સમર્થનની આશા હતીઃ વર્ષ 2019માં વારાણસી લોકસભા ચૂંટણી દરમિયાન જ્યારે અતિક અહેમદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. અતિકને ખાતરી હતી કે તેમને કોઈ મોટી રાજકીય પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવશે. પરંતુ કોઈ પણ મોટા રાજકીય પક્ષે તેમને ટેકો આપ્યો ન હતો. ન તો તેમના પર હાથ મૂક્યો હતો. આવું હોવા છતાં અતિકે જેલમાં હતો ત્યારે તેમના પ્રતિનિધિ દ્વારા બનારસમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ વાત સ્વીકાર્યા બાદ તેમને ટ્રકનું સિમ્બોલ પણ ફાળવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Atiq Ahmed Murder Video: જાણો કોણ હતો અતીક અહેમદ,

ઈરાદો બદલી નાંખ્યોઃ ઈવીએમ પર ચૂંટણી ચિન્હ પણ ફીડ કરવામાં આવ્યું હતું. આ પછી અતીક અહેમદે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરીને પોતાનો હાથ પાછો ખેંચી લીધો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ચૂંટણીની તારીખ પણ નજીક હતી. અતિકની ચૂંટણી ન લડવાની જાહેરાત પછી પણ, તેને વારાણસીમાં વડા પ્રધાન મોદી સામે 855 મત મળ્યા. જે પોતે જ તેમની સર્વોપરિતા અને તેમના મોટા નામની વાર્તા કહેવા માટે પૂરતા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.