મેષ : આજે આપના ખિસ્સું નાણાંથી ભરેલું રહેશે. સમાજમાં આપના યશ અને કિર્તીમાં વધારો થાય. વેપારધંધામાં લાભ થાય. લગ્નોત્સુક યુવક- યુવતીઓના લગ્ન ગોઠવાય. બપોર પછી આપનું સ્વાસ્થ્ય નરમગરમ રહેવાની શક્યતા નકારી શકાય નહીં. મૂડીરોકાણ કરતા પહેલાં વિચારવું. પરિવારના સભ્યો સાથે આપને કોઈપણ બાબતે તણાવ થઈ શકે છે માટે આ સ્થિતિ ટાળવાનો અગાઉથી જ પ્રયાસ કરવો. પારકી કડાકૂટમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. વાહન ચલાવતાં સંભાળવું તેમજ બિનજરૂરી ઉતાવળ ટાળવી.
વૃષભ : આજે આપનો દિવસ શુભફળદાયી નીવડશે. નોકરી-ધંધામાં અનુકૂળ સંજોગો વચ્ચે આપના કામની કદર થાય. સમાજમાં માન પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય. આપના કાર્યો સરળતાથી પાર પડે અને તેમાં લાભ થાય. દાંપત્યજીવનમાં ખુશાલી વ્યાપશે. નવા કાર્યોનું આયોજન કરવા અથવા નવું કામ શરૂ કરવા માટે શુભ સમય છે. સામાજિક આર્થિક ક્ષેત્રે લાભ અને વૃદ્ધિનું સૂચન છે. સ્ત્રી મિત્રો ફાયદાકારક નીવડે. રમણીય સ્થળે પ્રવાસનું આયોજન થાય.
મિથુન :આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશે. આપની તબિયત થોડી નરમગરમ રહેશે. નોકરીમાં પણ ઉપરી અધિકારીઓ સાથે વધુ પડતી ચર્ચામાં ઉતરવું નહીં. વધારે પડતો ધનખર્ચ ટાળવા માટે અગાથઉ. સંતાનો માટે વધુ સમય ફાળવવાનો પ્રયાસ કરવો. મધ્યાહન બાદ આપના કાર્યો પાર પડવાથી ખુશી અનુભવશો. નોકરી વ્યવસાયના સ્થળે પણ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય. વડીલોના આશીર્વાદ આપની સાથે રહે. નોકરીમાં બઢતીના યોગ છે. ધનપ્રાપ્તિ થાય.
કર્ક :આજે મનને હળવું રાખવા માટે ઇશ્વર નામ સ્મરણ અને આધ્યાત્મિક વાંચન કે પ્રવૃત્તિ જ એકમાત્ર ઉપાય છે. ગુસ્સાને વશમાં રાખવો પડશે. નૈતિક કૃત્યો અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. જરૂર મુજબ પૈસાની અગાઉથી જોગવાઈ રાખવી. બપોર પછી તનની સ્વસ્થતા ઓછી રહે પરંતુ મનની સ્વસ્થતા પાછી મેળવી શકશો. મોજશોખ પાછળ ખર્ચ થશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. વિદેશથી સમાચાર પ્રાપ્ત થાય. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ :આપને આજે મોજશોખ અને મનોરંજનના તમામ સાધનો ઉપલબ્ઘ થશે. તેથી મિત્રો અને સગાં- સ્નેહીઓ સાથે તેની મોજ માણવામાં વ્યસ્ત રહેશો. વિજાતીય વ્યક્તિઓ તમારા જીવનમાં પ્રવેશશે, અથવા તેની સંગતનો આનંદ આપ ઉઠાવી શકશો. એકાદ પર્યટનની પણ શક્યતા છે. પરંતુ બપોર પછી વધુ પડતા વિચારોને કારણે આપ માનસિક થાકનો અનુભવ કરશો. ક્રોધની લાગણી તમારી સ્વસ્થતા હરી લેશે. આ સમયે બોલવા પર સંયમ રાખશો તો વિખવાદ નિવારી શકશો. નાણાંભીડ રહે.
કન્યા :આપનો આજનો દિવસ શુભ હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપને કાર્યોમાં સફળતા મળવાથી ખૂબ આનંદમાં હશો. યશકિર્તીમાં વધારો થાય. પરિવારનો માહોલ ખુબ સારો રહે. આપ તન- મનથી તાજગી અને સ્વસ્થતા અનુભવશો. ભાવના અને પ્રવાહમાં ખેંચાશો. મધ્યાહન બાદ પ્રણય અને રોમાન્સ આપની સાંજને રંગીન બનાવશે. વિજાતીય પાત્રોની સંગતને માણશો ભાવતા ભોજનનો આસ્વાદ માણશો. દંપતીઓ ઉત્તમ દાંપત્યસુખ માણી શકશે. ભાગીદારોથી લાભ થશે.
તુલા :લેખનકાર્ય અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે સારો દિવસ છે. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાનું થાય. આકસ્મિક ધનખર્ચનો યોગ છે. બપોર પછી કરેલા કાર્યોમાં તમને સફળતા મળશે. યશકિર્તીમાં વૃદ્ધિ થાય, આજે આપ વધારે પડતા ભાવનાશીલ રહેશો. નોકરીમાં અનુકૂળ વાતાવરણ રહે અને સાથી કાર્યકરોનો સહયોગ મેળવી શકો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે.
વૃશ્ચિક :આપને જીદ્દીપણું ટાળવાની સલાહ છે. લાગણીશીલતા કાબૂમાં રાખવાથી માનસિક પરેશાની નહીં અનુભવો. નાણાકીય બાબતોનું આયોજન થાય. વસ્ત્રાભૂષણો તેમજ સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થાય- માતાથી લાભ મળે. મધ્યાહન બાદ આપના વિચારોમાં ઝડપી ફેરફાર થશે. નવા કામની શરૂઆત ન કરવી. બૌદ્ધિક પ્રવૃત્તિઓ હાથ ધરશો. પેટને લગતી બીમારીઓથી સાવધ રહેવું. યાત્રા- પ્રવાસ નિવારવા.
ધન :દિવસના ભાગમાં આજે આપ માનસિક રીતે હળવાફુલ હશો. પરિવારજનો સાથે કૌટુંબિક પ્રશ્નોની ચર્ચા કે આયોજન કરશો. મિત્રો સાથે ધનિષ્ઠતા વધે. હરીફો સામે વિજય મળે. ભાગ્યવૃદ્ધિ થાય, પરંતુ બપોર પછી વધારે પડતી સંવેદનશીલતા અનુભવો. માનસિક બેચેની રહે. મહિલાઓ શ્રૃંગારના પ્રસાધનો પાછળ ખર્ચ કરે. જમીન- મકાન વાહન વગેરેના સોદા સંભાળપૂર્વક કરવા. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
મકર :આજે આપને ધાર્મિક વિચારો આવે અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. વધુ પડતા વાદવિવાદોથી દૂર રહીને પરિવારના સભ્યો સાથે શક્ય હોય એટલો વધુ સમય વિતાવવો. વધુ પડતી અપેક્ષાઓ છોડવી અને થોડામાં સંતોષની નીતિ અપનાવવી. મધ્યાહન બાદ આપનું મન ચિંતામુક્ત બનશે. મિત્રો સ્વજનો સાથેની મુલાકાતથી મન આનંદ અનુભવશે. ભાગ્યવૃદ્ધિના યોગ છે. પ્રિયતમાનો સાથ માણશો. પ્રવાસ મુસાફરીની શક્યતા છે. ભાઇબહેનો સાથે સુમેળ રહે.
કુંભ :આજે આપ તન અને મનથી પ્રફુલ્લિત રહેશો. આપ ઉંડી ચિંતનશક્તિ અને આધ્યાત્મિકતામાં ખોવાયેલા રહેશો. મનમાંથી નકારાત્મક વિચારો હાંકી કાઢવા સલાહ આપવામાં આવે છે. વાણી પર સંયમ રાખવો આવશ્યક છે. ધનનો વ્યય અને બિનજરૂરી ખર્ચથી સંભાળવું. કોઈપણ નિર્ણય લેવામાં અત્યારે જો તમે પોતાની રીતે આગળ ના વધી શકતા હોવ તો બીજાની મદદ લેવાની સલાહ છે. કામની ઓછી કદર થાય તો પણ પોતાની કર્તવ્યનિષ્ઠાથી ડગવું નહીં. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિના કાર્યોમાં વધુ એકાગ્ર થવું પડશે.
મીન :આજે કોઇની સાથે પૈસાનો વહેવાર કરવામાં લેખિત નોંધ રાખવાનું ભુલતા નહીં તેમજ શક્ય હોય ત્યાં સુધી કોઇના જામીન ન થવાની સલાહ છે. મનને એકાગ્ર રાખવા કોશિષ કરજો. ખર્ચને અંકુશમાં રાખવો પડશે. સ્વજનો સાથે સુમેળ રાખવા માટે હઠાગ્રહ છોડીને તેમની લાગણીઓ સમજવાનો પ્રયાસ કરવો. બપોર પછી આપની તબિયત સુધરશે. મન પણ સ્વસ્થતા મેળવશે. આપ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ મિત્રો તરફથી ભેટસોગાદો મળે. દાંપત્યસુખ સારું મળે. પરિવારનું સુખ સારું રહે.