ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ...

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : May 24, 2021, 6:22 AM IST

મેષઃ આજે આપ સામાજિક ક્ષેત્રે તેમજ જાહેર ક્ષેત્રે લોકોની સરાહના મેળવી શકો. ધનલાભના યોગ છે. કુટુંબ જીવનમાં તેમજ દાંપત્‍યજીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થાય. પ્રવાસ પર જવાનું બને. આજે આપ બૌદ્ધિક ચર્ચામાં જોડાઓ પરંતુ તે સમયે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. આજે સ્‍વભાવમાં અને વિચારોમાં થોડો આવેગ રહે. પ્રિયપાત્ર સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકો. સમાધાનકારી વલણ અપનાવવું પડે.

વૃષભઃ આપનો આજનો દિવસ આનંદ અને ખુશાલીમાં પસાર થશે. આપ વ્‍યવસ્થિત રીતે આપના કામમાં આગળ વધી શકશો અને યોજના મુજબ જેને પાર પાડી શકશો. આપના બાકી રહેલા કાર્યોને પણ સફળતાથી પૂરાં કરી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓનો સહકાર સાંપડશે. મોસાળમાંથી કોઇ શુભ સમાચાર મળે અથવા કોઇનું મિલન થાય. માનસિક રીતે આપ પ્રફુલ્લિતતા અનુભવો. આજે આરોગ્‍ય સારું રહે.

મિથુનઃ આજે સંતાનો અને જીવનસાથીના આરોગ્‍ય વિશે વધુ કાળજી લેવી પડશે. વાદવિવાદ કે ચર્ચાઓમાં ઊંડા ન ઉતરવું આપના હિતમાં રહેશે. સ્‍વમાનભંગ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. સ્‍ત્રી મિત્રો પાછળ ખર્ચની શક્યતા છે. પેટને લગતી બીમારીઓ હોય તેમણે માફક ના આવે તેવા ભોજનથી દૂર રહેવું. નવા કાર્યની શરૂઆત અને પ્રવાસ મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.

કર્કઃ આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી છે છે. આજે આપનામાં આનંદ, સ્‍ફૂર્તિ અને તાજગી જાળવી રાખવા માટે શક્ય હોય તો રોજિંદી બીબાઢાળ જીંદગીથી વિરામ લઈને ક્યાંક એકાંતમાં જાઓ અથવા મનપસંદ જગ્યાએ જાવ તેવું સુચન છે. મનમાંથી બિનજરૂરી ચિંતાઓ કાઢી નાખવી. ઘરમાં સ્‍વજનો સાથે વર્તનમાં આદરભાવ રાખવો. સ્ત્રીપાત્ર સાથે બોલવામાં સંયમ રાખવો. ખર્ચની શક્યતા પણ નકારી શકાય નહીં.

સિંહઃ આપનો આજનો દિવસ સુખશાંતિથી પસાર થશે. આપ આપના સહોદરોથી વધુ નિકટતા અનુભવશો અને તેમનો સંપૂર્ણ સાથ સહકાર તમને મળી રહેશે. આરોગ્‍ય સારું રહેશે. મિત્રો, સ્‍વજનો સાથે રમણીય પર્યટન સ્‍થળનો પ્રવાસ થાય. આજે આપ લાગણીભર્યા સંબંધોની ગહનતા સમજી શકશો. પ્રેયસી સાથેની રોમાંચક મુલાકાતથી આપનું મન ખુશ થઇ જશે. માનસિક રીતે પણ ચિંતારહિત હશો. દરેક કાર્યમાં સફળતા મળવાનો યોગ છે.

કન્યાઃ આજનો દિવસ આપના માટે સારું ફળ આપશે. આજે આપની મધુર વાણીથી કોઇનું મન જીતી શકો અને આપનું કામ કઢાવી શકો. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. પરિવારના સભ્‍યો સાથે સુખરૂપ સમય પસાર કરો. આર્થિક લાભ થવાની શક્યતા છે. આરોગ્‍ય સારું રહે. પ્રવાસ થવાની શક્યતા છે. બૌદ્ધિક ચર્ચાઓમાં જોડાઓ પરંતુ વિવાદ ટાળવો. મિષ્ટાન્‍ન ભોજન મળી શકે. એક્સપોર્ટ ઇમ્‍પોર્ટ સંબંધી બાબતોમાં સફળતા મળે.

તુલાઃ વર્તમાન સમયમાં આપ વ્‍યવસ્થિત રીતે આર્થિક આયોજન પાર પાડી શકશો. આજે કોઇ સર્જનાત્‍મક પ્રવૃત્તિ કરી શકો. આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિ શ્રેષ્ઠતમ રહેશે. શારીરિક અને માનસિક રીતે સ્‍વસ્‍થતા અનુભવશો. દૃઢ વિચારો દ્વારા આપ કામ પાર પાડી શકશો. આપનો આત્‍મવિશ્વાસ વધશે. મોજશોખ કે મનોરંજન પાછળ ધનખર્ચ થાય.

વૃશ્ચિકઃ આજે આપને વિદેશ વસતા સ્‍નેહીજન કે મિત્ર તરફથી શુભ સમાચાર મળે અથવા લાભ થાય. નાણાં ખર્ચ થશે પરંતુ તે આનંદ પ્રમોદની પ્રવૃત્તિમાં થશે. દાંપત્‍યજીવનમાં જીવનસાથી સાથે નિકટતાની પળો માણી શકો. કોર્ટ કચેરીના મામલામાં સંભાળીને કામ કરવું ઉચિત રહેશે. ઓફિસમાં સ્‍ત્રીવર્ગથી લાભ થવાના યોગ છે.

ધનઃ પ્રેમનો સુખદ અનુભવ મેળવવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત થાય. આર્થિક, સામાજિક અને કૌટુંબિક દૃષ્ટિએ આજે લાભનો દિવસ છે. ગૃહસ્‍થજીવનમાં આનંદ છવાયેલો રહેશે. મિત્રો, ખાસ કરીને સ્‍ત્રી મિત્રોથી લાભ તેમજ પ્રવાસનું આયોજન થાય. આવકના સાધનોમાં વધારો થાય. વેપારમાં વૃદ્ધ‍િ અને લાભ થાય. લગ્‍નયોગ છે, માંગલિક કાર્યો થાય. ઉત્તમ ભોજન મળે.

મકરઃ વ્‍યવસાયક્ષેત્રે ધન, માન, પ્રતિષ્‍ઠા વધશે. નોકરીમાં પણ આપની મહેનત રંગ લાવતી લાગે, ઘર, પરિવાર અને સંતાનોની બાબતમાં આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. વ્‍યવસાયિક કામ અંગે દોડધામ વધશે. નોકરીમાં પદોન્‍નતિ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે અને સરકાર તથા મિત્રો, સંબંધીઓથી ફાયદો થાય.

કુંભઃ આજે આપ તબિયતમાં આંશિક અસ્‍વસ્‍થતા અનુભવશો, પરંતુ માનસિક રીતે સ્‍વસ્‍થ હશો. કામ કરવામાં ઉત્‍સાહ હંમેશા કરતા થોડો ઓછો વર્તાશે. ઓફિસમાં ઉચ્‍ચ અધ‍િકારીઓ સાથે બોલચાલમાં વિનમ્ર રહેવું. હરીફો સાથે દલીલોમાં ઉતરવું આજે યોગ્‍ય નથી. મોજશોખ પાછળ વિશેષ ખર્ચ થશે. મુસાફરીનો યોગ છે. વિદેશગમનની શક્યતાઓ ઉદભવે તથા વિદેશથી સમાચાર મળે. સંતાનોની બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેશો.

મીનઃ આપને આજનો દિવસ ઇશ્વરભક્તિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ગાળવાની સલાહ છે. કારણ કે આજના દિવસે આપને થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. તંદુરસ્‍તીની બાબતમાં આજે વિશેષ ધ્યાન આપવું પડશે. માંદગી પાછળ ખર્ચ કરવો પડે. આકસ્મિક ખર્ચ થવાનો પણ સંભવ છે. કુટુંબીજનો સાથે સંભાળીને રહેવું. આકસ્મિક ધનલાભ આપના મનના ભારને હળવો કરશે. વેપારીઓને ઉઘરાણીના નાણાં મળે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.