ETV Bharat / bharat

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : Mar 24, 2021, 6:30 AM IST

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

મેષ: આપનું લાગણીતંત્ર વધારે સંવેદનશીલ બનશે. પરિણામે કોઇની વાણી કે વર્તનથી આપનું મન દુભાશે. માનસિક અજંપા સાથે શારીરિક અસ્‍વસ્‍થતાથી આપ બેચેન રહેશો. માતાનું આરોગ્‍ય આજના દિવસમાં સંભાળવું પડશે. વાહન ચલાવતા સાવધાની રાખવી જરૂરી છે. અગત્‍યના દસ્‍તાવેજો આજે ન કરાવવાની સલાહ છે. ઓફિસમાં કે અન્‍યત્ર સ્‍ત્રીવર્ગથી હાનિ પહોંચવાની સંભાવના નકારી શકાય નહીં. વિદ્યાર્થીઓએ મહેનત થોડી વધારવી પડશે.

વૃષભ: ચિંતાના બોજમાંથી હળવાશનો અનુભવ થતાં સ્‍ફૂર્તિ અને ઉત્‍સાહનો અનુભવ કરશો. ભાવુક્તાના પ્રવાહમાં કલ્‍પના જગતમાં વિહાર કરશો. આપની અંદર રહેલી સાહિત્‍ય કે કલાસૂઝને બહાર લાવવા માટે યોગ્‍ય સમય છે. પરિવારજનો તરફ વિશેષ ધ્‍યાન આપશો. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થાય. આર્થિક આયોજનો પાર પડે. મનપસંદ ભોજન મળે, ભાગ્‍યવૃદ્ધિની તકો સાંપડશે.

મિથુન: આજે આપને કાર્ય સફળતા મળે પરંતુ થોડો વિલંબ થાય, એમ છતાં તે અંગેના પ્રયત્‍નો ચાલુ રાખતાં તે પાર પાડી શકશો. નાણાકીય આયોજનોમાં અવરોધ બાદ માર્ગ મોકળો થતો જણાય. નોકરી ધંધામાં સાથી કાર્યકરોનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે.

કર્ક: શારીરિક માનસિક સુખાકારી જળવાશે. મિત્રો અને સ્‍વજનો સાથે આજનો દિવસ ખુબ આનંદ ઉલ્‍લાસથી પસાર કરશો. આપનું મન વધારે લાગણીશીલ રહેશે. દાંપત્‍યજીવનમાં જીવનસાથી પરત્‍વે વિશેષ આકર્ષણ અનુભવશો, જેથી મધુરતા રહેશે. પ્રવાસની શક્યતા અને આર્થિક લાભના યોગ છે.

સિંહ: આપનું સ્વાસ્થ્ય આજના દિવસમાં થોડું સંભાળવાની જરૂર છે. ખાસ કરીને બિનજરૂરી વિચારો અને નાહકની ચિંતાના કારણે બગડે તેવી શક્યતા છે. સ્વભાવની ઉગ્રતા અને ચર્ચાઓ ટાળવા જેથી કોઈની સાથે સંઘર્ષની નોબત ના આવે. કાયદાકીય બાબતોમાં સાવધાન રહેવું પડશે. વધુ પડતા લાગણીશીલ બનીને આપ કોઇ ઉતાવળું પગલું ન ભરી બેસો તેનું ધ્યાન રાખવું પડશે. આપે વાણી અને વર્તન પર અંકુશ રાખવો પડશે.

કન્યા: આપને આજે વિવિધ ક્ષેત્રોમાં યશકીર્ત‍િ અને લાભ મળવાની સંભાવના જણાઈ રહી છે. નાણાંની ચિંતા નહીં રહે. સ્‍ત્રી મિત્રો આપના માટે લાભકારક નીવડે. વડીલબંધુ તેમજ મિત્રો સાથે આપનો દિવસ આનંદમાં પસાર થાય. પ્રવાસ પર્યટનનું આયોજન કરશો. પત્‍ની પુત્ર સાથે ખુશ રહેશો. દાંપત્‍યજીવનમાં સુખ સંતોષની લાગણી અનુભવો. સંતાનોના શુભ સમાચાર મળે. પ્રિયપાત્ર સાથે મિલનમુલાકાત યોજાય.

તુલા: આજે આપના ઘર અને કાર્ય સ્‍થળે સાનુકૂળ વાતાવરણ રહેવાથી મન આનંદમાં રહે. તંદુરસ્‍તી જળવાશે. નોકરિયાત વર્ગને નોકરીમાં બઢતીના યોગ છે. ઓફિસમાં ઉપરી ‍અધિકારીઓ તરફથી આપના કામની સરાહના થાય. પરિવારમાં હર્ષોલ્‍લાસનો માહોલ રહે. માતા તરફથી લાભ મળે. સરકારી કાર્યોમાં આજે સફળતા મળશે.

વૃશ્ચિક: આજે આપનામાં તાજગી અને સ્‍ફૂર્તિનું સ્‍થાન થાક અને આળસ લેશે, જેથી મનમાં ઉત્‍સાહનો અભાવ રહેશે. આવી સ્થિતિના ઉકેલ માટે તમે કામના ભારણ પ્રમાણે આરામ પર ધ્યાન આપજો અને વચ્ચે વચ્ચે મનગમતા કાર્યોમાં ભાગ લેજો. તેનાથી તમારા વિચારોમાં વૈવિધ્યતા આવશે. તેની સકારાત્મક અસર વ્‍યવસાયક્ષેત્રે જોવા મળે. નોકરિયાતોને ઉપરી અધિકારીઓ સાથે આજે મહત્વની ચર્ચા ટાળવાની સલાહ છે. સંતાનો સંબંધિત કામકાજોમાં આજે તમારે વધુ ધ્યાન આપવું પડશે. મહત્‍વના નિર્ણયો આજે શક્ય હોય ત્યાં સુધી મુલતવી રાખવા હિતાવહ છે.

ધન: આજે આપને નવા કાર્યોની શરૂઆત ન કરવાની તેમજ આરોગ્‍યની સંભાળ લેવાની સલાહ છે. શરદી, ખાંસી અને પેટના દર્દોનો ઉપદ્રવ તંદુરસ્‍તી બગાડશે. ઓપરેશન વગેરેનું આયોજન કર્યું હોય તો પણ આજે શક્ય હોય ત્યાં સુધી મુલત્‍વી રાખજો. આજે આપના મનમાં સંખ્યાબંધ વિચારો ઘેરાયેલા રહેશે જેથી કોઈ બાબતે તટસ્થ બનીને નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે. આવી સ્થિતિમાં જરૂર જણાય તો બીજાનું માર્ગદર્શન લેવામાં અચકાવું નહીં. પાણીજન્ય સમસ્યાઓથી સંભાળજો. ધન ખર્ચમાં વધારો થાય. વાણી અને વર્તન સંયમિત રાખવા જરૂરી છે.

મકર: કાર્યબોજ અને માનસિક ટેન્‍શનમાંથી હળવા થઇ મિત્રો, સગાંસ્‍નેહીઓ સાથે ખુશખુશાલ રીતે આજનો દિવસ પસાર કરશો. વિજાતીય પાત્રો પરત્‍વે આકર્ષણ અનુભવો. લગ્‍નસુખ શ્રેષ્‍ઠ મળે. વેપારીઓ તેમના વેપારને વિસ્‍તારી શકે. આર્થિક લાભ અને માનસન્‍માનમાં વૃદ્ધિ થાય. આરોગ્‍ય જળવાશે. પ્રિયજન સાથે મુલાકાત અને નાનકડો પ્રવાસ આપના આનંદમાં વૃદ્ધિ કરશે.

કુંભ: કાર્ય સફળતા માટે આજે ઉત્તમ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આ કાર્ય આપને યશકિર્તી બંને અપાવે. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. તન મનથી આપ તાજગી સ્‍ફૂર્તિ અનુભવશો. નોકરી- ધંધાના સ્‍થળે સહકર્મચારીઓ આપને સારો સહકાર આપશે. મોસાળ પક્ષ તરફથી સારા સમાચાર આવે ખર્ચ વધે. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો જણાય.

મીન: આજે આપની કલ્‍પના શક્તિ સોળે કળાએ ખીલશે જેના કારણે સાહિત્‍ય સર્જન માટે ઉત્તમ દિવસ છે., વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં સારો દેખાવ કરી શકે. આપના સ્‍વભાવમાં ભાવુક્તા વધારે રહે. પેટના દર્દ થાય. મનમાં અજંપો રહે. માનસિક સમતુલા જાળવી રાખવી. પ્રેમીઓને પ્રણય માટે સાનુકૂળ દિવસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.