ETV Bharat / bharat

રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Horoscope news

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે રવિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ
author img

By

Published : May 23, 2021, 6:15 AM IST

મેષ: આજનો દિવસ નાણાંકીય અને વ્યવસાયિક દૃષ્ટિએ ફાયદાકારક રહેશે. આપના લાંબાગાળાના આર્થિક આયોજનો પાર પડશે. વ્યવસાય નવી યોજનાઓ બનાવી શકશો. આપે લોકહિત માટે કરેલા કાર્યોથી આપનું મન આનંદમાં રહેશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. આપ સતત લોકોના સંપર્કમાં રહેશો. આપ વિરોધીઓને મ્હાત આપી શકશો.

વૃષભ: આપ આજે મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મેળવી શકશો છતાં આપ દૃઢતાપૂર્વક આપનું કામ આગળ વધારશો. આપ આપના વર્તન અને વાણી દ્વારા લોકોને પ્રભાવિત કરી શકશો અને તેમના તરફથી લાભ મેળવી શકશો. આપની સૌમ્ય વાણીને કારણે આપ નવા સંબંધો બાંધી શકશો. આજે કલા અને સાહિત્યક્ષેત્રે રસ દાખવશો. અભ્યાસમા આગળ વધવા માટે પણ સમય સારો છે. બહારનું ખાશો નહીં, તેના કારણે પેટની તકલીફ થઇ શકે છે.

મિથુન: વધુ પડતી લાગણીશીલતા આપના મનને અજંપાથી ભરી દેશે. આપે પાણી અને સ્ત્રીઓથી બચીને રહેવુ પડશે. માતા બાબતે આજે તમે વધુ સંવેદનશીલ રહો. પરિવાર કે જમીન મિલકતને લગતા પ્રશ્નો હાથ પર લેવા માટે સમય યોગ્ય નથી. આપની પૂરતી ઊંઘ ન મળતા આપનું શરીર અને મન અસ્વસ્થતા અનુભવે. કામના ભારણના પ્રમાણમાં ભોજન અને આરામ પર ધ્યાન આપવું.

કર્ક: તન- મનની તાજગીના અનુભવ સાથે ઘરમાં પણ આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો, સ્‍નેહીજનો સાથે મુલાકાત થાય. ભાઇબહેનોથી લાભ, શુભ કાર્યોના આરંભ માટે આજે અનુકૂળ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કાર્ય સફળતા અને પ્રિયપાત્રના સંગાથથી આપ આનંદિત રહેશો. આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ધિની સંભાવનાઓ છે. નાની મુસાફરી થાય. માન- સન્‍માનમાં વૃદ્ધિ થાય.

સિંહ: પરિવારના સભ્‍યો સાથે સુખશાંતિથી દિવસ પસાર થાય તેમનો સાથ સહકાર મળે. સ્‍ત્રી મિત્રોની વિશેષ મદદ મેળવી શકશો. દૂર વસતા મિત્રો અને સ્‍નેહીજનો સાથેનો સંપર્ક કે સંદેશવ્‍યવહાર આપને લાભદાયી નીવડશે. આપ પ્રભાવિત વાક્છટાથી અન્‍ય લોકોનું ધ્‍યાન કેન્‍દ્રિત કરી શકો. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય. નિર્ધારિત કાર્યોમાં ઓછી સફળતા મળે.

કન્યા: આપની વાણીની મધુરતા નવા સંબંધો વિકસાવવામાં તેમજ લાભ કરાવવામાં મદદરૂપ થશે. આપના વિચારો વધુ સમૃદ્ધ બનશે. આપ વેપાર ધંધામાં સફળ થશો અને સારો લાભ પણ મેળવી શકશો. શારિરીક માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રિયજનો અને મિત્રોને મળીને આનંદ અનુભવશો અને તેમની તરફથી ભેટ-સોગાદો પણ મેળવી શકશો. આપનું લગ્નજીવન વધુ મધુર બનશે.

તુલા: આજના દિવસે આપને તબિયતની ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. સહેજ પણ અસંયમિત કે અવિચારી વલણ આપને તકલીફમાં મૂકી શકે છે. તેથી તે બાબતે ધ્યાન રાખવું. અકસ્‍માતથી સાવધાન રહેવું. આવક કરતાં ખર્ચનું પ્રમાણ આજે વઘારે રહે. વ્‍યાવસાયિક વ્‍યક્તિઓ સાથે ઉગ્ર બોલાચાલી થવાની શક્યતા હોવાથી વાણી પર સંયમ દાખવવો જરૂરી છે. બીજી વ્યક્તિના ઝગડા કે ટંટાફિસાદમાં ન પડવું. કોર્ટકચેરીના કાર્યો સંભાળપૂર્વક કરવા. સગાસંબંધી સાથે અણબનાવ થવાના યોગ છે. આઘ્‍યાત્મિક વલણ મદદરૂપ થશે.

વૃશ્ચિક: નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન માટે ઉજળા સંજોગો સ્રજાય. પુત્ર તેમજ પત્‍નીથી લાભ. વડીલો અને વડીલ બંધુ પણ આપના લાભમાં નિમિત્ત બનશે. સ્‍નેહીજનો, મિત્રો તરફથી ભેટ સોગાદો મળે. ઉપરી અધિકારીઓની મહેરબાની રહે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.

ધન: આજે આપની યશ, કીર્તિ, પ્રતિષ્‍ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રે ઉપરી અમલદારો ખુશ રહેતાં બઢતીની શક્યતાઓ વધે. તંદુરસ્‍તી જળવાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. પિતા તરફથી તેમજ સરકાર તરફથી લાભ મળે. આર્થિક આયોજનો સારી રીતે પાર પડે. વેપાર ધંધાર્થે પ્રવાસ થાય. અન્‍ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્‍ન કરશો. દાંપત્‍યજીવનમાં મધુરતા રહે.

મકર: બૌદ્ધિક કાર્ય કે ‍સાહિત્‍યલેખન જેવી પ્રવૃત્તિઓ માટે આજે અનુકૂળ દિવસ છે. આપના વ્‍યવસાયમાં નવી વિચારસરણી આપના કાર્યાને નવો ઓપ આપશે. વ્‍યવસાય ક્ષેત્રે પ્રતિકૂળ વાતાવરણ આપના મનને અસ્‍વસ્‍થ કરશે. શરીરમાં થાક અનુભવાય. સંતાનોની સમસ્‍યા તમને મુંઝવશે, ખોટો ધનખર્ચ થાય. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.

કુંભ: આજે આપને નિષેધાત્‍મક કાર્યો અને નકારાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. ઝઘડો- વિવાદ ટાળવો ક્રોધ અને વાણી પર સંયમ રાખવો પડે. પરિવારનું વાતાવરણ કલુષિત ના થાય તે માટે દરેક સાથે વિનમ્રતાથી વર્તવું અને પારિવારિક બાબતોના ઉકેલમાં બાંધછોડની નીતિ અપનાવવી. નાણાંભીડ ટાળવા માટે ખર્ચને અંકુશમાં રાખજો. વધુ પડતા વિચારોથી આપ માનસિક થાક અનુભવશો. ઇશ્વરનું નામ સ્‍મરણ અને આધ્‍યાત્મિકતા આપના માનસિક બોજને હળવો કરશે.

મીન: દૈનિક કાર્યોમાંથી બહાર આવી આજે આપ હરવા ફરવા અને મનોરંજન પાછળ આપનો સમય વીતાવશો. સ્‍વજનો તથા મિત્રવર્તુળ સાથે પિકનિક પર જવાનું આયોજન થશે. સિનેમા, નાટક કે બહાર જમવા- જવાનો કાર્યક્રમ આપને આનંદિત કરશે. કલાકાર કસબીઓને પોતાનો હુન્‍નર પ્રદર્શિત કરવાની તક મળશે. વ્‍યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. દાંપત્‍યજીવનમાં વધારે નિકટતા માણી શકાય. જાહેર જીવનમાં માનસન્‍માન મળે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.