મેષ :આજે આપ આર્થિક મોરચે નિશ્ચિંત રહેશો. લગ્નોત્સુક યુવક- યુવતીઓ જીવનસાથી મળવાના યોગ છે. સમાજમાં આપ યશકિર્તી મેળવો. વેપાર ધંધામાં લાભ થાય. પર્યટનનું આયોજન કરશો. પરંતુ મધ્યાહન પછી આપની માનસિક એકાગ્રતા ઓછી રહે. સ્વાસ્થ્યની કાળજી લેવી. સ્વજનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે સહકારની ભાવના વધારવી પડશે અને તેમને આદર પણ આપવો પડશે. સંબંધોમાં ગેરસમજ ટાળવી તેમજ અકસ્માતથી બચતા રહેવું. નાણાંનો વ્યય ટાળવા માટે ખર્ચ પર ચાંપતી નજર રાખવી.
વૃષભ:આજે આપ કોઇપણ પ્રકારના માનસિક ભારથી મુક્ત હશો. શારીરિક રીતે પણ સુસજ્જ હશો. પારિવારિક અને ગૃહસ્થ જીવનમાં સુખ સંતોષનો અનુભવ કરશો. નોકરીમાં યશ મળે આપના કામની કદર થાય. ઉપરીઓ ખુશ રહે. બપોર પછી નવા કાર્યો કે તે અંગેનું આયોજન હાથ ધરી શકશો. વેપારમાં લાભ મળે. સ્ત્રી મિત્રો તરફથી લાભ મળે. પત્ની અને પુત્ર દ્વારા લાભ મળે. સામાજિક ક્ષેત્રે આપના માન પ્રતિષ્ઠા વધશે.
મિથુન:આપને હરીફો સાથે કે ઉપરીઓ સાથે કોઈપણ મહત્વની ચર્ચા કરવાની હોય તો શાંતિપૂર્વક કરવી અને શક્ય હોય ત્યાં સુધી કોઈપણ ચર્ચા ટૂંકમાં પતાવવી. મોજશોખની વસ્તુઓ ખરીદવા પાછળ ખર્ચ થશે. નોકરી- વ્યવસાયમાં સારું રહે. માનસિક સ્વસ્થતા જળવાશે. મધ્યાહન બાદ આપની શારીરિક માનસિક સુખાકારી સારી રહેશે. ઉચ્ચ અધિકારીઓ આપના કાર્યથી સંતુષ્ટ રહેશે. ધનપ્રાપ્તિના યોગ છે. કૌટુંબિક અને ગૃહસ્થજીવનમાં સુખશાંતિ રહેશે.
કર્ક:આજે આપને અનૈતિક કાર્યો અને નિષેધાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. આપ બોલવા પર સંયમ રાખશો તો કુટુંબમાં ખટરાગ નહીં થાય. શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા માટે વિચારોમાં ઉદારતા લાવવી અને પોઝીટીવ દૃષ્ટિકોણથી કોઇપણ બાબત જોવી. નાણાંભીડની શક્યતા ટાળવા માટે અગાઉથી ખર્ચનું આયોજન કરવું. બપોર પછી વિદેશથી અથવા દૂરના અંતરેથી સારા સમાચાર મળે. ઉપરી અધિકારીઓનું વર્તન તમને નારાજ કરી શકે છે માટે કામમાં ક્યાં ચુક ના રહે તેનું ધ્યાન રાખવું. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવું.
સિંહ:આજે આપ તબિયતથી ખુશમિજાજ અને રંગીન રહેશો. પ્રણય રોમાન્સ પૂરબહારમાં ખીલશે. દોસ્તો, સંબંધીઓ સાથે બહાર ફરવા જવાનું થાય. આનંદદાયક પ્રવાસનું આયોજન કરો. જાહેરમાં માન- સન્માન મળશે. ભાગીદારો સાથે સમય સારો રહે. મધ્યાહન પછી આપ- માનસિક થાક અનુભવશો. ગુસ્સાની લાગણી પર અંકુશ રાખવાની સલાહ છે. પરિવાર સાથે વિખવાદથી બચવા વાણી પર સંયમ કેળવવો પડશે. વધુ પડતા ખર્ચને કારણે આર્થિક તંગી અનુભવશો માટે બિનજરૂરી ખર્ચ ટાળવો. પ્રભુભક્તિ અને આધ્યાત્મિક વિચારો આ સમયે આંતરિક શાંતિનો અનુભવ કરાવશે.
કન્યા:આજે આપના સ્વભાવમાં વધારે પડતી સંવેદનશીલતા હશે. કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય. યશકિર્તીની વૃદ્ધિ થાય. મોસાળમાંથી સારા સમાચાર મળે. તનમનથી પ્રસન્નતા અનુભવશો. કુટુંબમાં સુખશાંતિ જળવાશે. બપોર પછીનો સમય પ્રણય અને રોમાન્સ માટે અનુકૂળ સમય છે. આપનું દરેક કાર્ય દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે કરશો. પ્રવાસ- પર્યટનની શક્યતાઓ છે. શ્રેષ્ઠ દાંપત્યસુખ મળે.
તુલા:આજે આપ આપની બૌદ્ધિ શક્તિથી લેખનકાર્ય અને સર્જનકાર્યમાં આગળ વધી શકશો. ઝડપથી બદલાતા જતા વિચારો મનની સ્થિરતા નહીં રહેવા દે માટે આજે મહત્વના નિર્ણયો લેવામાં સાચવજો. શક્ય હોય તો યાત્રા પ્રવાસ મોકૂફ રાખવો, આકસ્મિક ખર્ચ માટે તૈયાર રહવું પડશે. મધ્યાહન બાદ આપને કાર્યસફળતા મળવાના કારણે મનમાં પ્રસન્નતા અનુભવશો. યશકિર્તીની પ્રાપ્તિ થાય. નોકરી- વ્યવસાયના ક્ષેત્રે આપને આપના સહકાર્યકરોનો સારો સાથ સાંપડશે. પરિવારમાં આનંદપૂર્ણ વાતાવરણ રહે.
વૃશ્ચિક:આજે વિદ્યાપ્રાપ્તિ માટે અનુકૂળ દિવસ છે. સ્વભાવમાંનું હઠીલાપણું છોડી દેવાથી ઘણી સમસ્યાઓ સર્જાતી અટકી જશે. શણગાર પ્રસાધનો નવાં ઘરેણાં, વસ્ત્રો વગેરેની ખરીદી પાછળ ખર્ચ થશે. નાણાકીય આયોજન સફળતાપૂર્વક કરી શકશો. મધ્યાહન બાદ આપના વિચારોમાં ઝડપી પરિવર્તન આવતાં જણાશે. એટલે વૈચારિક સ્થિરતા નહીં રહે. નવા કાર્યની શરૂઆત કરવી આજે હિતાવહ નથી.
ધન:આપ દિવસના ભાગમાં માનસિક અને શારીરિક રીતે વધારે સ્વસ્થ હશો. કુટુંબના સભ્યો સાથે લાંબા ગાળાના આયોજનો થાય. ટૂંકા પ્રવાસ શક્ય બને. મિત્રો- સ્નેહીઓ સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. બપોર પછી આપ શારીરિક- માનસિક બેચેની અનુભવશો. સૌંદર્ય પ્રસાધનો, રાચરચીલું કે મનોરંજનના સાધનની ખરીદી થાય. મિલકત વગેરેના દસ્તાવેજો કરતી વખતે સાવધાની રાખવી. પાણીથી સંભાળવું.
મકર:આપને આજે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરતી વખતે વાણીમાં મધુરતા અને વિનમ્રતા રાખવાની સલાહ છે. ધાર્મિક કાર્યો કે વિધિ પાછળ આપને ખર્ચ થાય. પરિવારના સભ્યોને વિશેષ આદર આપવો અને તેમની સાથે ચર્ચા દરમિયાન વાણી સંયમિત રાખવી. બપોર પછી આપનું મન હળવાશ અનુભવશે. શારીરિક સ્વાસ્થ્ય જળવાશે. ભાગ્યવૃદ્ધિ થાય. ભાઇભાંડુઓ સાથે સુમેળ રહે. ટૂંકી મુસાફરી માટેના સંજોગો ઊભા થાય. પ્રિયપાત્રનો મેળાપ મનને આનંદિત કરશે.
કુંભ:આજે આપ સાંસારિક બાબતો તરફ ઓછું અને આધ્યાત્મિક તરફ વધારે ઝુકેલા હશો. મનમાં કોઇપણ નકારાત્મક વિચારોને સ્થાન ન આપવાની સલાહ છે. શારીરિક માનસિક પ્રસન્નતા જળવાશે. મધ્યાહન બાદ આપ ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો અથવા જાતે પ્રવૃત્ત થશો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં અનુકૂળતા રહેશે. ગૃહસ્થજીવનમાં શાંતિ જળવાશે. ધનલાભ થાય.
મીન:આજે આપને નાણાની લેવડદેવડ અને મૂડીરોકાણમાં સાવચેત રહેવાની સલાહ છે. કોઇના જામીન ન થવું. કોર્ટકચેરીની કાર્યવાહીઓ સંભાળપૂર્વક કરવા સલાહ આપવામાં આવે છે. વાણી અને ગુસ્સા પર કાબુ રાખવો. અકસ્માતથી સંભાળવું. બપોર પછી શરીર અને મનની તંદુરસ્તીમાં સુધારો થતો જણાશે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આપનું મન વળશે. મિત્રો તરફથી ઉપહારો મળે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે.