મેષ: આજે આપ મિત્રવર્તુળથી ઘેરાયેલા રહેશો. મિત્રો તરફથી ફાયદો થાય. તેમના તરફથી ભેટસોગાદો મળે અને આપ પણ મિત્રો પાછળ ધનખર્ચ કરો. નવા મિત્રો પણ બનશે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થાય. સરકારી, અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળે. સંતાનોથી લાભ થાય. સુંદર પ્રાકૃતિક સ્થળની મુલાકાતના સંજોગો ઉભા થાય. સામાજિક કાર્યોમાં વધારે અભિરૂચિ રહે. દૂર વસતા સ્વજનના સમાચાર મળે અથવા તેમના સંપર્ક થાય. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.
વૃષભ: આજનો દિવસ નોકરિયાત વર્ગ માટે સારો પુરવાર થાય જે લોકો નવા કાર્યોનું આયોજન હાથ ધરવા માગતા હશે તેઓ સફળતાપૂર્વક આયોજન કરી શકશે. નોકરિયાતોને પદોન્નતિથી લાભ થાય. તેમજ ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના ઉપર રહે. સરકારી લાભ મળે. દાંપત્યજીવનમાં માધુર્ય આવે. ભેટ- ઉપહાર અને માન- સન્માનથી મનમાં આનંદ વ્યાપી રહે. આજે આપના અધૂરાં કાર્યો પૂર્ણતા પામે.
મિથુન: આજે આપને થોડી મુશ્કેલીઓનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. આપ થાક અને સુસ્તી ટાળવા માટે કામથી વિરામ લઇને આપ્તજનો સાથે ક્યાંક નજીકના સ્થળે પિકનિકનું આયોજન કરી શકો છો. આપના મન ચિંતાનું સ્તર નીચું લાવવા માટે વધુ પડતા વિચારો કરવાનું ટાળીને વ્યવહારુ અભિગમ અપનાવવો. ઓફિસમાં સાથી કર્મચારીઓ પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવી નહીં. ઉચ્ચ અધિકારીઓ સાથે દલીલ કે ચર્ચા ટાળવી. વિરોધીઓથી પણ બચીને રહેજો.
કર્ક: ઉગ્રતા અને નકારાત્મકતા દૂર કરીને શાંત ચિત્ત રાખીને વ્યવહારુ અભિગમ સાથે કામ કરવાની સલાહ છે. આમ કરવાથી આપ મન પર કાબુ રાખી શકશો અને સંબંધોમાં પણ ઘનિષ્ઠતા રહેશે. ખાનપાનમાં અતિશયોક્તિ ટાળવાથી સ્વાસ્થ્ય સુખાકારી ભોગવી શકશો. પરિવારમાં થોડી શાંતિ અને સુલેહ સ્થપાઇ રહે તે માટે તમારે વાણી અને વર્તનમાં ઉગ્રતા ટાળવી પડશે. ખર્ચ વધતા નાણાંકીય કટોકટી વધવાની શક્યતા છે. નવા સંબંધો શક્ય હોય ત્યાં સુધી શરૂ ના કરવામાં મજા છે. આજે આપે કોઇ કાર્ય આરંભ ન કરવું જોઇએ.
સિંહ: આપના લગ્નજીવનમાં થોડા મતભેદો હોય તો અત્યારે શાંતિથી ચર્ચા દ્વારા તે દૂર કરવા. પતિ અથવા પત્ની એકબીજા સાથે વધુ સમય વિતાવીને અને એકબીજાની જરૂરિયાતો સંતોષની સુખી દાંપત્યજીવનની મજા માણી શકશે. તેના કારણે આપ સાંસારિક બાબતોમાં પણ વધુ સકારાત્મક અહેસાસ કરશો. વેપાર ધંધામાં ભાગીદારો સાથેના વ્યવહારમાં પારદર્શકતા રાખવી. સમાજમાં આપની પ્રતિષ્ઠા અચાનક વધી જાય તેવી ઝંખના રાખવી નહીં. વિજાતીય લોકોને મળીને આપને ઘણી ખુશી અનુભવાશે.
કન્યા: આજે પરિસ્થિતિ દરેક રીતે આપને અનુકૂળ છે. આપના ઘર-પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તેના કારણે માનસિક પ્રસન્નતા પણ આપ અનુભવશો. આપના જીવનમાં કેટલાંક સુખદ પ્રસંગો બનશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. જે બિમાર હોય તેમનુ સ્વાસ્થ્ય સારું થતું જશે. નાણાંકીય ફાયદો થવાની શક્યતા છે. કામમાં આપ બધાનો સહકાર મેળવી શકશો. આપ વિરોધીઓનો સામનો કરી શકશો.
તુલા: આજે બુદ્ધિપૂર્વકના કામ અને ચર્ચા આપના માટે મહત્વના રહેશે. આજે આપ કલ્પના અને સર્જનશીલતાનો સારો ઉપયોગ કરી શકશો. આપ આપના બાળકોની સારી પ્રગતિથી સંતોષનો અનુભવ કરી શકશો. આપે ખોટા સંઘર્ષ કે વિવાદમાં ન પડવું જોઇએ. આપને પેટની તકલીફ થઇ શકે. પ્રિયપાત્રને મળીને આપ ખુશી અનુભવશો.
વૃશ્ચિક: આપને શરીર અને મનમાં અજંપો ટાળવાની સલાહ છે. તેના માટે તમે પોતાની રુચિના કાર્યો કરી શકો છો અથવા ધાર્મિક અને સેવાકીય બાબતોમાં પણ ભાગ લઈ શકો છો. સગાં સ્નેહીઓ સાથે સંઘર્ષ ટાળીને સહકારની ભાવના વધારવી પડશે. આપને નાણાંકીય ખેંચ ના આવે તે માટે અગાઉથી આવક અને ખર્ચનું આયોજન કરવું. આજે જમીન, મિલકત કે વાહનનો સોદો ન કરવો જોઇએ. સ્ત્રીઓ તેમજ જળથી નુકસાન થઇ શકે માટે તેનાથી દૂર રહેવું જોઇએ.
ધન: નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ શુભ છે. ભાઇભાંડુઓ સાથે આજે સારો મનમેળ અને કુટુંબીઓ સાથે કોઇ પ્રવાસના સ્થળની મુલાકાત થાય. આરોગ્ય સારું રહે. પ્રિયપાત્ર સાથે આપની મુલાકાત થાય. ભાગ્યવૃદ્ધિ થાય. ગૂઢ રહસ્યવાદ તેમજ આધ્યાત્મિકતામાં વધારે રસ લેશો. કાર્ય સફળતાનો દિવસ છે. જાહેર માન- સમાન મળે.
મકર: વાણી પર સંયમ રાખશો તો ઘણી તકલીફોને વારી શકશો. પરિવારજનો સાથે નાના-મોટા મતભેદ હોય તો અત્યારે તેમની સાથે ચર્ચા દ્વારા દૂર કરી શકશો. આમ કરવાથી સહોદરો તરફથી સહકાર વધશે. આપે કામના ભારણની સાથે સાથે સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે. શેર કે સટ્ટામાં આપ મૂડી રોકાણ કરી શકશો પરંતુ આંધળું સાહસ કરવાનું ટાળજો. સ્ત્રીઓને મનથી અજંપો અને અસંતોષ અનુભવાય તો તમારી અપેક્ષાઓ અને તમને મળેલા પરિણામનું આકલન કરવાથી ઘણી રાહત થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા વધારવાની સલાહ છે.
કુંભ: આજે આપ શારીરિક અને માનસિક સ્ફૂર્તિનો અનુભવ કરશો. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ ફાયદો કરાવનારો નિવડશે. આપ મિત્રો અને સગાં વ્હાલાઓ સાથે સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકશો. આપ પ્રવાસ પર જાવ તેવી પણ શક્યતા છે. આધ્યાત્મિકતા અને ધ્યાન તથા ચિંતનમાં શું શક્તિ રહેલી છે તે આપ જાણી શકશો. નકારાત્મકતાથી પોતાની જાતને દૂર રાખશો તો ફાયદો થશે.
મીન: આજે આપનું મન શક્ય હોય એટલું વધુ એકચિત્ત રહે અને તમે વધુમાં વધુ ધ્યાન આપીને કામ કરી શકો અથવા કોઈની સાથે શાંતિથી વાટાઘાટો કરી શકો તેની કાળજી લેવી પડશે. આપ ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરો તેવી પણ શક્યતા છે. આપ પ્રિયજનોને અપેક્ષા કરતા ઓછો સમય આપી શકશો. કાનૂની બાબતોમાં કે કોઇના જામીન બનવામાં આપે સાવચેત રહેવું પડશે. વાણીમાં સૌમ્યતા અને મીઠાશ રાખવાની આપના ઘણા કાર્યો સૂપેરે પાડ પડશે. ઝડપથી ટૂંકાગાળાનો ફાયદો જોવાનું વલણ આપને તકલીફમાં મૂકી શકે.