મેષ: મનની ચંચળતાના કારણે આજે મહત્વના નિર્ણયો લેવામાં થોડી મુશ્કેલી વર્તાશે, પરિણામે અગત્યના કાર્યો પાર પાડવામાં વિલંબ થાય. આવી સ્થિતિમાં જરૂર જણાય ત્યાં બીજાની મદદ લઈ શકો છો. નોકરી ધંધામાં પ્રતિસ્પર્ધીઓનો મુકાબલો કરવાની તૈયારી રાખવી. નવું કાર્ય કરવાની પ્રેરણા મળે. બૌદ્ધિક કે તાર્કિક વિચાર વિનિમય થાય. કોઇપણ કારણસર નાનકડા પ્રવાસનું આયોજન થાય. સ્ત્રીઓને પોતાની વાણી પર કાબુ રાખવાની સલાહ આપવામાં આવે છે. સાહિત્ય લેખન માટે સારો દિવસ છે.
વૃષભ: આજે આપને મનની સ્થિરતા જાળવીને કામ કરવાની સલાહ છે. મનની દ્વિધાના કારણે હાથમાં આવેલી સોનેરી તક સ્વીકારવી કે ઇનકાર કરવો તેનો નિર્ણય લેવામાં ગુંચવાશો માટે શાંતિ અને ધીરજથી પગલું ભરવું. આજે આપે આપના હઠાગ્રહ છોડીને સમાધાનકારી વલણ અપનાવવું પડશે. મુસાફરીનું આયોજન કરી શકશો પરંતુ તેમાં થોડો વિલંબ કે અડચણ આવી શકે છે. એમ છતાં ભાઇ બહેનો વચ્ચે પ્રેમ અને સહકારની ભાવના જળવાઇ રહેશે. કલાકારો, કસબીઓ અને લેખકોને પોતાની પ્રતિભા દર્શાવવાની સારી તક સાંપડશે. તંદુરસ્તી જળવાશે. હરીફોને મ્હાત કરી શકો.
મિથુન: આપનો આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ લાભદાયી નીવડશે. શારીરિક માનસિક રીતે આપ તાજગી અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. સ્વાદિષ્ટ ભોજન, સુંદર વસ્ત્ર પરિધાન અને મિત્રો તથા પરિવારજનોના સંગાથમાં આજનો દિવસ આનંદથી પસાર થાય. તેમના તરફથી ભેટ- ઉપહાર મળે. આર્થિક લાભ થાય. મનમાં ઉદભવતા નકારાત્મક વિચારોને હડસેલી દેવાની સલાહ આપવામાં આવે છે. દાંપત્યજીવનમાં મધુરતા રહે.
કર્ક: આજે મર્યાદિત આવકમાં ઘણા ખર્ચની શક્યતા હોવાથી તમારી આર્થિક કુનેહ દર્શાવવાનો દિવસ છે. પરિવારનું વાતાવરણ પણ સારું રહેશે પરંતુ દરેક વચ્ચે સુલેહ જાળવી રાખવા માટે તમારે પ્રયાસો વધારવા પડશે. કુટુંબના સભ્યો સાથે કોઈ બાબતે ચર્ચામાં ઉગ્રતા ટાળવી. મનમાં અનેક પ્રકારના વિચારો એકસાથે આવશે માટે તમારે પોતાની રીતે નક્કી કરવાનું છે કે તમારે કઈ દિશામાં જવું છે. આ માટે તમે શાંતિ અને ધીરજ જાળવો તે આવશ્યક છે. વધુ બોલવાના બદલે વધુ મૌન પર ધ્યાન આપજો. ગેરસમજ અંગે ચોખવટ કરશો તો વાત જલ્દી સમેટાઇ જશે. આરોગ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું.
સિંહ: આજે આપને વેપાર ધંધામાં ફાયદો અને આવકમાં વૃદ્ધિ થાય. ઉત્તમ ભોજન પ્રાપ્તિ તથા મિત્રો સાથે સુંદર સ્થળે પ્રવાસ પર્યટનનું આયોજન થાય. સ્ત્રી મિત્રો આજે વિશેષ સહાયરૂપ બનશે. પુત્ર સાથે મેળાપ થાય. વડીલો તેમજ મોટાભાઇનો સાથ સહકાર મળે. શુભ પ્રસંગોનું આયોજન થાય. ઉત્તમ સ્ત્રી સુખની પ્રાપ્તિ થાય. નવી વસ્તુઓની ખરીદી માટે શ્રેષ્ઠ સમય છે.
કન્યા: નવું કામ શરૂ કરવા આપે જે યોજનાઓ બનાવી છે તેને પુરી કરી શકશો. પિતા સાથેની નિકટતામાં વધારો થશે, તેમજ આપના માન-પાન પણ વધશે. સરકારી કામકાજમાં સફળતા મેળવી શકશો. સ્વાસ્થ્ય સારું રહે, પારિવારિક જીવનમાં સુમેળ અને શાંતિ રહે. આપે નાણાંની વસુલાત કે વેપારના હેતુથી મુસાફરી કરવાનું થાય.
તુલા: આજે આપ નવા કાર્યની શરૂઆત માટે પ્રયત્નશીલ બનશો. બૌદ્ધિક કાર્યો અને સાહિત્ય લેખનમાં સક્રિય બનશો. કોઇ યાત્રા ધામની મુલાકાત લેવાનો પ્રસંગ સર્જાય. વિદેશ વસતા મિત્ર કે સગાં સંબંધીના સમાચાર મળવાથી આનંદ થાય. નોકરી ધંધાના સ્થળે સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. સંતાનોના પ્રશ્ન અંગે ચિંતા રહે. ચર્ચા કે વાદવિવાદમાં ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે.
વૃશ્ચિક: આજે આપની તંદુરસ્તી સાચવવાની સલાહ આપવાામાં આવે છે. ખાસ કરીને શરદી, ખાંસી, દમ અને પેટના દર્દો પરેશાની કરે તેવી શક્યતા છે. શારીરિક સાથે માનસિક સ્વસ્થતા જાળવવા માટે કામની સાથે સાથે મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં ભાગ લેવાની અથવા શોખ સંતોષાય તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સલાહ છે. બેશકરણે, ક્રોધને કાબૂમાં રાખશો તો ઘણી સમસ્યાઓ આવતા પહેલા જ ઉકેલાઈ જશે. અનૈતિક કાર્યો, રાજકીય ગુનાઇત કૃત્યો તેમજ સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી અત્યાર જેટલા દૂર રહો આટલા ફાયદામાં રહેશો. શક્ય હોય ત્યાં સુધી ખર્ચનું પ્રમાણ ઘટાડવાનો પ્રયાસ કરવો. જળાશયોથી દૂર રહેવું.
ધન: આજે બૌદ્ધિક- તાર્કિક વિચાર વિનિમય માટે દિવસ બહુ સારો છે. જાહેર માન- સન્માન મળે. મિત્રો સાથે મુલાકાત થાય. તેમની સાથે હરવાફરવાના સ્થળે, મનોરંજન અર્થે જવાનું થાય. સુરૂચિપૂર્ણ ભોજન અને સુંદર ૫રિધાનથી આપનું મન ખુશ રહેશે. શરીર સ્વાસ્થ્ય જળવાશે. વિજાતીય વ્યક્તિઓનો સંગાથ ગમશે. ભાગીદારી લાભકારી બને.
મકર: આજે આપને વેપાર ધંધામાં ખૂબ સફળતા મળે પરંતુ કાનૂની આંટીઘૂંટીઓમાં ન ફસાઓ તેનો ખ્યાલ રાખવો. વેપાર ધંધા અંગેનું ભાવિ આયોજન સફળતાપૂર્વક પાર પડે. ઉઘરાણી કે કોઇ સાથે પૈસાની લેવડદેવડ સફળતાપૂર્વક થાય. દેશવિદેશના વ્યવસાય કરનારાઓને ફાયદો થશે. ઘરમાં કુટુંબીજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. ધનલાભના યોગ છે. કાર્યોમાં યશ મળે. હરીફોને પરાજિત કરી શકો.
કુંભ: આપ આપની બૌદ્ધિક શક્તિથી લેખનકાર્ય અને સર્જનકાર્ય સારી રીતે પાર પાડી શકશો. આપના વિચારો કોઇ એક વાત પર સ્થિર ન રહેતાં તેમાં ઝડપી પરિવર્તન આવે. સ્ત્રીઓએ વાણી પર કાબૂ રાખવો. યાત્રાપ્રવાસ બને ત્યાં સુઘી ન કરવા. બાળકોના પ્રશ્ન મુંઝવે. નવા કાર્યની શરૂઆત આજે ટાળવી. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી પડશે.
મીન: મકાન, વાહન વગેરેના દસ્તાવેજો આજે અત્યંત સંભાળીને કરવા. પરિવારનો માહોલ સુલેહપૂર્ણ રાખવા માટે તમારે તટસ્થ વલણ રાખવું પડશે અને જરૂર પડે ત્યાં સમાધાન પણ કરવું પડશે. માતાના સ્વાસ્થ્યની આજે સંભાળ લેજો. નાણાં અને પ્રતિષ્ઠાની હાનિ પહોંચે તેવા કોઈપણ કાર્યથી દૂર રહેવું આપના માટે બહેતર છે. મહિલાઓ સાથેના વ્યવહારમાં સ્પષ્ટતા અને પારદર્શકતા રાખવી. તાજગી અને સ્ફૂર્તિ વધારવા માટે કસરત અને મેડિટેશન કરી શકો છો. પ્રવાસમાં વિલંબની શક્યતા રહે. પાણીથી સંભાળવું. વધુ પડતી લાગણીશીલતાથી બચવું.