મેષ: આપના દરેક કાર્યમાં આજે ઉત્સાહ અને ઉમંગ છલકાતો લાગે. તન મનમાં સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. પરિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે. મિત્રો અને સ્નેહીજનો સાથે આનંદમાં સમય પસાર થાય. માતા તરફથી લાભ થાય. મુસાફરીના યોગ છે. ધન લાભ, ઉત્તમ ભોજન અને ભેટ ઉપહારો મળતાં આપના આનંદમાં ઉમેરો થશે.
વૃષભ: આજના દિવસે આપને સાવચેતીથી ચાલવાની સલાહ છે. આજે આપના મનમાં અનેક પ્રકારની ચિંતાના વાદળો છવાયેલા રહેશે. સ્વાસ્થ્ય પણ નરમગરમ રહે, ખાસ કરીને આંખોમાં તકલીફ હોય તેમણે સંભાળવું. સ્નેહીજનો અને પરિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગો ટાળવા તેમજ અગાઉથી ખટરાગ હોય તો ભુલવાનો પ્રયાસ કરવો. આપના આદરેલાં કાર્યો પાર પાડવા માટે વધુ મહેનત થાય. ખર્ચનું પ્રમાણ વધશે. મહેનતનું યોગ્ય વળતર ન મળે તો પણ પ્રયાસ ચાલુ રાખવા. અવિચારી પગલાં કે નિર્ણયથી તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે..
મિથુન: પરિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે. નોકરી ધંધામાં પણ આપને લાભના સમાચાર મળે. ઉપરી અધિકારીઓ આપની કામગીરીને બિરદાવશે. લગ્નયોગ છે. સ્ત્રી મિત્રોથી વિશેષ લાભ થાય. આવકવૃદ્ધિની શક્યતા દેખાઈ રહી છે. દાંપત્યજીવનના માધુર્યને માણી શકશો. સંતાનો તરફથી શુભ સમાચાર મળે.
કર્ક: વર્તમાન દિવસ આપના માટે શુભ હોવાનું જણાઈ રહ્યું છે. વ્યવસાય કરનારાઓ પર ઉતરી અધિકારીઓ મહેરબાન રહે. નોકરીમાં લાભ થાય. બઢતી મળે. કુટુંબમાં એખલાસનું વાતાવરણ રહે. નવા ફર્નિચરથી ઘરની શોભા વધારશો. સરકારી લાભ મળે. માતા તરફથી લાભ મળવાના યોગ છે. આજે ઉત્તમ સાંસારિક સુખ મળે. માન- મોભો, ધન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. શરીર અને મન સ્વસ્થ રહેશે. મિત્રો તરફથી ભેટસોગાદો મળે.
સિંહ: આપનો આજનો દિવસ થોડાક આળસ અને કંટાળામાં પસાર થશે. માનસિક રીતે સ્વભાવમાં ઉગ્રતા રહે. સ્વાસ્થ્ય થોડુંક નરમગરમ રહે. પેટના દર્દો પશાન કરી શકે છે. આજે સફળતા મેળવવા વધુ કાર્ય કરવું પડશે. ખોટા વાદવિવાદ અને ચર્ચાઓથી બચવું. જોખમી કહેવાય તેવા વિચાર વર્તન અને આયોજનથી દૂર રહેવું. ધાર્મિક પ્રવાસની શક્યતા છે. વધારે પડતા ક્રોધથી બચતા રહેવું.
કન્યા: આજે ખાવાપીવાની બાબતમાં ખાસ સાચવવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્ય સંભાળવું. મનમાં આવેશ અને ગુસ્સાનું પ્રમાણ વધારે રહેવાની શક્યા હોવાથી બોલવા પર સંયમ રાખવો. જળાશયથી દૂર રહેવું. અનૈતિક કાર્યો આપને લાલચમાં ફસાવવાનો પ્રયાસ કરશે માટે આવી બાબતોથી દૂર રહેવું સારી સંગત તમને આવી સ્થિતિથી બચાવી શકે છે. જો ગેરકાયદે અથવા સરકાર વિરોધી પ્રવૃત્તિઓ કરશો તો ખર્ચની શક્યતા વધશે.
તુલા: આજે આપ દાંપત્યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. પરિવાર સાથે કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્થળે અથવા તો ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય પસાર કરો. વેપારીઓ અને વેપારની વૃદ્ધિ કરી શકશે. તેમજ તે અંગેની વાતચીત કરી શકશો. સામાજિક જીવનમાં આપને સફળતા અને યશકીર્તિ મળે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.
વૃશ્ચિક: પરિવારમાં સુખશાંતિનો માહોલ રહેશે. શારીરિક માનસિક સ્વસ્થતા જળવાય. કરકસરથી ખર્ચ કરશો. બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો થતો જણાશે. હરીફો અને દુશ્મનોને મ્હાત કરી શકશો. ઓફિસમાં સહકર્મીઓનો સહકાર મળશે. મોસાળ તરફથી સમાચાર મળે. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. આર્થિક લાભની શક્યતા છે. ખોરંભે ચઢેલા કાર્યો પુરાં થશે.
ધન: આપનો વર્તમાન દિવસ મિશ્રફળદાયી હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપને પેટને લગતી સમસ્યાઓ હોય તેમણે સ્વાસ્થ્યની કાલજી લેવી. સંતાનોનું આરોગ્ય અને અભ્યાસ અંગેની ચિંતાથી મન વ્યગ્ર રહે. કાર્યમાં સફળતામાં વિલંબ થતા ગુસ્સાની લાગણી આવી શકે છે માટે તેના પર કાબુ રાખવો. પ્રણય પ્રસંગો સર્જાવા માટે ઉચિત સમય છે. પ્રિયપાત્ર સાથે રોમાંચક ક્ષણોનો આનંદ ઉઠાવી શકશો. સાહિત્ય લેખન ક્ષેત્રે રૂચિ રહે. વાટાઘાટો તેમજ બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવું હિતાવહ છે.
મકર: આપનો આજનો દિવસ આપના માટે તદ્દન સારો નથી અને સાવ ખરાબ પણ નથી. જો આપ થાક, ચિંતા અને વ્યગ્રતા અનુભવો તો મેડિટેશન અને મોજશોખની પ્રવૃત્તિ દ્વારા તમારું મન બીજી દિશામાં વાળી શકો છો. પરિવારમાં તણાવ ટાળવા માટે સમાધાનકારી નીતિ વધારવી પડશે. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી વધારવા માટે તમારે પૌષ્ટિક આહાર અને પૂરતા આરામ પર ધ્યાન આપવું પડશે. જાહેરજીવનમાં તમારે સંબંધો સાચવવા માટે થોડી સમાધાનકારી નીતિ પણ રાખવી પડશે.
કુંભ: ચિંતાથી ઘેરાયેલા આપના મનને આજે થોડીક હળવાશનો અનુભવ થાય. આપનામાં જોમ ઉત્સાહની વૃદ્ધિ થશે. આપનો સમય આનંદપૂર્વક પસાર થશે. ઘરમાં ભાઇભાંડુઓ સાથે સુમેળ રહે અને મહત્ત્વની યોજનાઓ હાથ ધરો. ચિત્તમાં પ્રસન્નતાનો અનુભવ થાય. મિત્રો સ્વજનો સાથે મુલાકાત થાય. ટૂંકા પ્રવાસનું આયોજન થાય.
મીન: આપ આજે જો જીભ પર સંયમ રાખજો જેથી ગમે તેવી વિપરિત સ્થિતિમાં પણ કોઇ સાથે ઝગડો- તકરાર થવાની સંભાવના ટાળી શકો. ખર્ચ પર કાબૂ રાખવો પડશે. નાણાંકીય બાબત કે લેવડદેવડ સંભાળપૂર્વક હાથ ધરવી. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં થોડી અસ્વસ્થતા રહે. કુટુંબના સભ્યો સાથે મનદુ:ખ થવાના પ્રસંગ ઉભા થાય. ખાનપાન પર સંયમ રાખવો.