મેષ: આજના દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આપનો સમય પસાર થાય. અનિર્ણાયકતાના કારણે યોગ્ય નિર્ણય ન લઇ શકો. આજે નાણાંની લેવડ દેવડ ટાળવાની સલાહ છે. શરીર અને મનમાં અજંપો અનુભવાશે. ધાર્મિક કાર્યો પાછળ નાણાં ખર્ચાશે. વિદેશમાં વસતા સગા સંબંધીઓના સમાચાર મેળવી શકશો.
વૃષભ: આપના વેપારમાં વૃદ્ધિ થશે સાથે વેપાર અંગેના સોદાઓ ફાયદાકારક નિવડશે. આપની આવકના સ્રોત વધશે. આપને મિત્રો અને વડીલોથી લાભ થશે અને તેમની સાથે આનંદની પળો માણી શકશો. લગ્નજીવનમાં ખુશી તેમજ સંતોષ મેળવી શકશો. બહાર ફરવા જવાનું થાય. સ્ત્રીઓ તરફથી આપ સન્માન અને લાભ મેળવી શકશો. અપરીણિતોના લગ્ન થશે અને સંતાનો તરફથી પણ સારા સમાચાર મળશે.
મિથુન: આપનો આજનો દિવસ બહુવિધ લાભ ધરાવતો દિવસ છે. અપરિણિતો માટે યોગ્ય જીવનસાથી મળવાનો યોગ છે. ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ છે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહેશે. મિત્રો તરફથી લાભ મળે. પરિવારમાં પુત્ર અને પત્ની તરફથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે. સ્ત્રી મિત્રોથી લાભ મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. નોકરી- ધંધામાં લાભ થાય અને આવકમાં વૃદ્ધિ થાય. સ્ત્રી સુખ ઉત્તમ મળે.
કર્ક: આજે આપના માટે અનુકૂળતાભર્યો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આપનું દરેક કાર્ય આજે સરળતાપૂર્વક પાર પડે. નોકરીમાં ઉપરી અધિકારીઓ ખુશ રહેશે. બઢતી મળવાના યોગ છે. ઉપરી અધિકારીઓ સાથે મહત્ત્વની બાબતે ચર્ચાવિચારણા થાય. કુટુંબના સભ્યો સાથે નિખાલસતાપૂર્વક ચર્ચાવિચારણા થાય. ગૃહસજાવટમાં રસ લઇ કંઇક નવું કરશો. ઓફિસના કામકાજ અર્થે બહારગામ જવાનું થાય. માતા સાથેના સંબંધો સારા રહે. સરકાર તરફથી લાભ મળે. આરોગ્ય સારું રહે.
સિંહ: આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડશે. આજે નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઓ અને એ બાબતમાં પ્રયાસ કરો. આજે આપનું વલણ ન્યાયપૂર્ણ રહેશે. આપ ધાર્મિક અને માંગલિક કાર્યોમાં પ્રવૃત્ત રહો. ધાર્મિક પ્રવાસનું આયોજન પણ થાય. ગુસ્સાનું પ્રમાણ વધુ રહે. વિદેશ વસતા સ્વજનોના સમાચાર મળે. થોડીક માનસિક અશાંતિ રહે. વ્યવસાયમાં તકલીફ ઉભી થાય.
કન્યા: આજના દિવસે નવા કાર્યનો આરંભ ના કરવો. આરોગ્યની પણ કાળજી લેવી. ખાસ કરીને બહારનું ખાવાપીવાનું ટાળવું. ગુસ્સો વધારે રહે તેથી બોલવા પર સંયમ રાખવો. પરિવારજનો સાથે ઉગ્ર વાતચીતથી મનદુ:ખ ના થાય તેનું ધ્યાન રાખવું. પાણીથી સંભાળવું. ધનખર્ચ વધુ થાય. રાજ્ય કે સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું. કોઈની સાથે ઝગડો અને વિવાદ ટાળવા.
તુલા: આપનો આજનો દિવસ મોજશોખ કે આનંદપ્રમોદમાં પસાર થશે. આજે વિજાતીય પાત્રો તમારા જીવનમાં છવાયેલાં રહેશે. તેમની સંગત આનંદ આપશે. મિત્રો અને પ્રિયપાત્રો આપના પ્રવાસના આનંદને દ્વિગુણિત કરશે. નવા વસ્ત્રોની ખરીદી થાય તેમજ નવા વસ્ત્રઅલંકારો પરિધાન કરવાના પ્રસંગ આવે. તન મનની તંદુરસ્તી સારી રહે. જાહેર માન- સન્માન મળે. ઉત્તમ ભોજન અને દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. પ્રણયપ્રસંગ માટે શુભ દિવસ છે.
વૃશ્ચિક: આપનો વર્તમાન દિવસ મધ્યમ ફળદાયી નીવડશે. બૌદ્ધિક ચર્ચાનો પ્રસંગ બને. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં સફળતા મેળવે. બૌદ્ધિક ચર્ચાઓથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે. નવા કાર્યની શરૂઆત ક્યારેય ન કરવી. પ્રવાસ યાત્રા ન કરવી. શેરસટ્ટાથી દૂર રહેવું. આર્થિક આયોજન કરવા માટે અનુકૂળ દિવસ છે. આપની મહેનત રંગ લાવશે.
ધન: આજે આપનો આંશિક માનસિક ઉદાસિનતા રહેશે માટે મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં પહેલાથી જ ધ્યાન આપવાની સલાહ છે. શરીર અને મનમાં તાજગી તથા સ્ફૂર્તિ ઓછી રહેશે. ઘરમાં વાતાવરણ થોડુ ડહોલાયેલું રહેવાથી સૌહાર્દ જાળવી રાખવા માટે વિશેષ પ્રયાસો કરવા પડશે. પરિવારજનો સાથે વાતચીતમાં સૌમ્ય રહેવું જેથી તમારી વાણીના કારણે બીજાને મનદુઃખ ના થાય. જાહેરમાં આપનું માનભંગ થાય તેવા કાર્યોથી દૂર રહેવું. ધનખર્ચના યોગ જણાઈ રહ્યા છે. જમીન- વાહન વગેરેના દસ્તાવેજો સાવચેતીપૂર્વક કરવા. માતાની તબિયતની કાળજી લેવી પડશે.
મકર: વર્તમાન દિવસ નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ છે. નોકરી- ધંધામાં અને રોજિંદા દરેક કાર્યમાં અનુકૂળ પરિસ્િથતિ બની રહે. તન મનમાં પ્રસન્નતા રહે. ભાઇભાંડુઓથી લાભ. તેમનો સાથ સહકાર મળી રહેશે. આર્થિક લાભ થવાના યોગ છે. લાગણીસભર સંબંધો બંધાય. પ્રિયજન સાથેની મુલાકાતથી મન આનંદિત બને. વિદ્યાર્થીઓ સરળતાથી અભ્યાસ કરી શકશે. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવી શકશે.
કુંભ: આજે આપને વધુ પડતા વાદવિવાદમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. આજે ધાર્મિક કાર્યોમાં ધનખર્ચ થાય. પરિવારનું વાતાવરણ કલુષિત રહે. આપનામાં નિર્ણયશક્તિ ઓછી હોય તેવું લાગ્યા કરશે. શારીરિક સ્વાસ્થ્ય સંભાળવું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મહેનત કરવી. એકાગ્રતાનો અભાવ વર્તાશે. ઓછી કાર્ય સફળતા મનને નિરાશ કરે અને મનમાં અસંતોષ જન્માવે. સ્વજનોથી અંતર વધી શકે છે.
મીન: આજે આપને ખર્ચ પર કાબુ રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ ક્રોધ અને જીભ પર સંયમ રાખવો જરૂરી બની રહે છે, નહીં તો કોઇક સાથે તકરાર અને મનદુ:ખ થવાની સંભાવના છે. નાણાંકીય બાબત કે લેવડદેવડમાં સાવધાનીપૂર્વક રહેવું. શરીર તથા મનનું સ્વાસ્થ્ય મધ્યમ રહે. પરિવારજનો સાથે ખટરાગ થાય. નકારાત્મક વિચારોને મનમાં ન આવવા દેશો. ખાનપાન પર સંયમ રાખવો.