ETV Bharat / bharat

Weekly Horoscope : જાણો સાપ્તાહિક રાશિફળ, કેવું રહેશે આપનું સપ્તાહ - saptahik rashifal

કેવું રહેશે આપનું અઠવાડિયું અભ્યાસ, પ્રેમ, લગ્નજીવન તેમજ વેપાર જેવા ક્ષેત્રોમાં કેવી રહેશે ગ્રહદશા શું વૈવાહિક જીવનમાં મળશે રાહત અભ્યાસમાં બાળકોનું મન નથી લાગી રહ્યું શું આવનારા સમયમાં વિદેશ યાત્રાના યોગ છે. જીવનસાથી સાથે કેવી રીતે વીતશે આગામી સપ્તાહ. જાણો સાપ્તાહિક રાશીફળ.

Etv BharatWeekly Horoscope
Etv BharatWeekly Horoscope
author img

By

Published : Jun 4, 2023, 5:06 AM IST

મેષ: તમે તમારી કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ કરીને ઘણા લાભો પ્રાપ્ત કરી શકશો. સરકારી ક્ષેત્રની કેટલીક મોટી સુવિધાઓ તમારી રાહ જોઈ રહી છે તેને મેળવવાનો પ્રયાસ કરી શકો છો. ટેક્સમાં લાભ, સબસિડી વગેરે મળી શકે છે તેમજ સરકારી કોન્ટ્રાક્ટ મળે તેવા ચાન્સ પણ બની રહ્યા છે. વેપાર-ધંધામાં વિસ્તરણ અથવા નવી શરૂઆત અંગે કોઈ પ્લાનિંગ કરવા અથવા માર્કેટિંગને લગતી સ્ટ્રેટેજી ઘડવા માટે માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે ભૂતકાળમાં કરેલા પ્રયાસોથી તમને જબરદસ્ત લાભ મળશે અને તમારા કામની પ્રશંસા પણ થશે. નોકરિયાત જાતકોએ પ્રોફેશનલ અભિગમ અપનાવવો અને બીજાની વાતો કે વિવાદમાં પડવું નહીં. ગરમ મિજાજથી દૂર થોડા રહેશો તો બધું સારું થઈ જશે. વિવાહિત જાતકોને તેમના ગૃહસ્થ જીવનમાં સુધારો લાવવામાં થોડો સમય લાગી શકે છે. પ્રેમ જીવન જીવતા જાતકો માટે અઠવાડિયાની શરૂઆત ખૂબ જ રોમેન્ટિક રહેશે. તમારી વ્યસ્તતા તમારા સંબંધોને અસર કરી શકે છે, પરંતુ અઠવાડિયાના અંતિમ દિવસોમાં સંબંધમાં પ્રેમ વધી શકે છે અને તમને તમારા પ્રિય સાથે ક્યાંક ફરવા જવાની તક પણ મળી શકે છે. તમે તેમનો પરિચય તમારા પરિવારના સભ્યો સાથે પણ કરાવી શકો છો. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે અગાઉ જે મહેનત કરી છે તેના પરિણામો સારી રીતે તમારી સામે આવશે. અઠવાડિયાના છેલ્લા બે દિવસ મુસાફરી કરવાના હેતુથી સાનુકૂળ રહેશે.

વૃષભ: પ્રોફેશનલ મોરચે તમને સખત મહેનત કરવાથી સારી સફળતા પ્રાપ્ત થશે, પરંતુ કોઈ વાતને કારણે માનસિક ચિંતા તમને વ્યથિત કરી શકે છે. ચિંતાઓના વમળમાં ફસાવાના બદલે એ ચિંતાઓ અંગે અન્ય લોકો સાથે ચર્ચા કરવી કારણ કે તેનાથી તમને ઉકેલ મળશે. નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે. તમારા સહકર્મચારીઓનો તમને સહયોગ પ્રાપ્ત થશે. વેપાર કરવાના હેતુ માટે આ અઠવાડિયું સારું રહેશે. જો તમે માનસિક તણાવ પર નિયંત્રણ રાખશો, તો કોઈ મોટી સમસ્યા થવાની સંભાવના નથી, પરંતુ જાતે કોઈ ખોટો નિર્ણય લવો નહીં. તમારા હાથ નીચે કામ કરતા લોકો સાથે તમારું વર્તન સૌમ્ય રાખવાની સલાહ છે. કામકાજને લગતી મીટિંગ, પ્રેઝન્ટેશન, વાટાઘાટોમાં સારી સફળતા મળી શકે છે. વિવાહિત જીવનમાં ચિંતામાં વધારો થઈ શકે છે. તમારું અહંકારી વલણ તમારા વિવાહિત જીવનમાં મુશ્કેલી વધારી શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો ખૂબ જ સુંદર સ્થળોની મુલાકાતે જઈ શકે છે. તમે તમારા સંબંધને ઉંડાણપૂર્વક સમજી શકશો અને એકબીજાની નજીક આવી શકશો. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું રહેશે. સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓમાં તમારી મહેનત સફળ થશે. અભ્યાસ સંબંધિત કાર્યમાં તમને કોઈ નિષ્ણાત વ્યક્તિનો સારો સહયોગ મળી શકે છે. અઠવાડિયાના છેલ્લા બે દિવસમાં મુસાફરી કરવાનું ટાળવું તમારા માટે યોગ્ય રહેશે.

મિથુન: વ્યાપાર સંબંધિત કરેલા પ્રયત્નો સફળ થશે અને કામકાજમાં વૃદ્ધિ થશે. નોકરી કરતા જાતકો માટે પણ આ અઠવાડિયું સુસંગતતા લાવશે. તમે તમારા કામમાં મજબૂત સ્થિતિમાં રહેશો અને તમારું મન કામમાં વધુ વ્યસ્ત રહેશે, જેના કારણે તમારા પ્રદર્શનમાં દિવસેને દિવસે સુધરો થશે. નોકરિયાત લોકોના કામમાં વેગ આવશે, પરંતુ કોઈ તમારી સામે ખોટા આક્ષેપો કરી શકે છે, તેથી સાવચેત રહેવું. તમારાં કાર્યમાં કોઈ ખામી કાઢે નહીં તેની ચોકસાઈ રાખવી અને કાર્ય સંપૂર્ણ કાળજીપૂર્વક કરવું. બીજાના ભરોસે રહેવાના બદલે પોતાના પ્રયાસો પર ભરોસો રાખવો. ભાગીદારની તબિયત બગડવાના કારણે તમારી જવાબદારી અને મહેનતમાં વધારો થશે. પ્રેમ જીવન જીવતા લોકો માટે આ અઠવાડિયું ખૂબ સારું રહેશે. તમારી વચ્ચે અત્યારે આધુનિક ગેઝેટ્સ દ્વારા સતત કમ્યુનિકેશન થવાની સંભાવના છે. વિવાહિત લોકોને સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. એકબીજા સાથે ઉત્તમ સમય વિતાવીને તમે માનસિક રીતે સંતોષ અનુભવશો. વિદ્યાર્થીઓએ ખંતપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. સખત મહેનત સાથે આયોજનપૂર્વક આગળ વધશો, તો જ તમે સારું પરિણામ મેળવી શકશો. અઠવાડિયાની શરૂઆત મુસાફરી માટે સારી રહેશે. લાંબી મુસાફરીના ચાન્સ રહેશે.

કર્ક: સરકારી નોકરી કરનારાઓ લોકોને કોઈ મોટો લાભ મળી શકે છે. કોઈ વગદાર વ્યક્તિના કારણે સારો કોન્ટ્રાક્ટ અથવા મોટું કામ મળી શકે છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા હોય તેઓ બુદ્ધિમત્તાના બળ પર સારી કમાણી કરી શકશે અને સારા પ્રોત્સાહન પુરસ્કાર મેળવી શકશે. આ સમય તમને કુશળતા અને આગળ વધવાની તક બંને આપશે. વ્યાપાર કરનારા જાતકોએ મગજ ઠંડુ રાખીને કામ કરવું જોઈએ અન્યથા તમારા પાર્ટનર સાથે ઝઘડો થઈ શકે છે. ખર્ચામાં વધારો થશે, પરંતુ આવક પણ સારી રહેવાથી કોઈ તકલીફનો સામનો કરવો પડશે નહીં. દેશાવર કાર્યોથી સારો આર્થિક લાભ મળી શકે છે. શરૂઆતમાં તમારા પરિવારમાં કેટલાક નવા લોકોનું આગમન થવાથી તમારી ખુશીમાં વધારો થશે. તમે એકબીજાને પ્રેમ આપશો અને સન્માન કરશો. ઘરનું વાતાવરણ સારું રહેશે. વિવાહિત લોકોએ તેમના જીવનસાથી સાથે સારો વ્યવહાર કરવો જોઈએ, તેમની વાત સમજવાની કોશિશ કરવી જોઈએ, તો જ તમારો સંબંધ સારી રીતે આગળ વધશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો તેમના પ્રિય સાથે સમય વિતાવી શકશે. તમારી વચ્ચે અત્યારે સંબંધોમાં ઘણી પારદર્શકતા હોવાનો તમને અહેસાસ થશે. એકબીજાના પરિવાર સાથે મુલાકાત કરીને પ્રેમસંબંધને લગ્નમાં બદલવા માટે પણ તમે પ્રયાસ કરી શકો છો. આ અઠવાડિયના શરૂઆતના બે દિવસ બાદ કરતા બાકીનો સમય મુસાફરી માટે સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ સખત મહેનત કરી શકશે.

સિંહ: પ્રોફેશનલ મોરચે તમે તમારા કામ પ્રત્યે સમર્પણ બતાવશો જેથી નોકરી કે ધંધામાં પ્રગતિના ઘણા પ્રબળ ચાન્સ છે. ધંધામાં ખાસ કરીને મશીનરી, વાહન, સફેદ ચીજો, ગેઝેટ્સ, એસી, ટીવી, ફોન, સોફ્ટવેર ડેવલપમેન્ટ વગેરેમાં નવા કોન્ટ્રાક્ટ મળી શકે છે. નવા ક્લાયન્ટ સાથે સંપર્ક થવાના ચાન્સ છે. ધંધામાં માર્કેટિંગને લગતો હળવો ખર્ચા રહેશે પરંતુ સામે પક્ષે આવક પણ સારી રહેવાથી તમે ટેન્શન ફ્રી થઈ શકશો. જો કે, કોઈપણ મોટો નિર્ણય લેવામાં અતિ ઉતાવળ કરવી નહીં. તમારા માટે તમે નવું ગેજેટ ખરીદો તેવી શક્યતા છે. પરિવારના સભ્યોની ખુશી માટે તમે કોઈ મોટું કામ કરશો. પરિવાર સાથે કોઈ દૂરના સ્થળે ફરવા જવાનો પ્લાન પણ બની શકે છે. પરણિત જાતકો તેમના ગૃહસ્થ જીવનમાં તણાવને કારણે એકબીજા પ્રત્યે ઓછો લગાવ અનુભવશે, જેને ટાળવાની સલાહ આપવામાં આવે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે પણ આ અઠવાડિયું ખૂબ જ સારું રહેશે અને તમે એકબીજાના દિલમાં ઘંટનાદ વગાડતા જોવા મળશે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનો પૂરેપૂરો લાભ મળતો જોવા મળે છે પરંતુ તમારે એકાગ્રતા વધારવા પર ધ્યાન આપવું પડશે. તમારે તમારા મિત્રોથી થોડું દૂર રહેવુ, કારણ કે તેમના કારણે ભણવામાં વિક્ષેપ આવી શકે છે.

કન્યા: આ અઠવાડિયે તમે તમારી મનોકામના પૂરી કરી શકશો. કાર્યસ્થળે અને ઘરમાં હવે બધું જ ધીમે ધીમે તમારા પ્લાનિંગ મુજબ થવાથી તમને મનોમન ખુશી થશે અને તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. આ અઠવાડિયે ખર્ચામાં વધારો થઈ શકે છે, જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી રહેશે. નોકરિયાત જાતકો તેમના કામમાં કેટલાક નવા અખતરા કરવાનો પ્રયાસ કરશે અને તેમના જીવનસાથીની મદદથી તે લોકો પોતાના કામમાં ઝડપ લાવવાનો પ્રયાસ કરી શકે છે. તે તમારા માટે પણ ફાયદાકારક રહેશે. પરણિત જાતકોને તેમના સાસરિયા પક્ષની કોઈ વ્યક્તિના સહયોગથી વ્યવસાયમાં આગળ વધવામાં મદદ મળે. તમે મોટા પડકારોમાંથી કુનેહપૂર્વક બહાર આવશો અને તમારા જીવનસાથીને દિલની દરેક વાત કહેશો. આ રીતે તમે માનસિક હળવાશ અનુભવશો અને વિચારોમાં સકારાત્મકતા આવશે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ અઠવાડિયું ચડતી-પડતીથી ભરેલું રહેવાનું છે. તમે એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવશો અને તમારા ભવિષ્ય વિશે વિચારણા કરશો. જીવનસાથીની શોધમાં હોય તેમના માટે આશાસ્પદ સમય છે. વિદ્યાર્થીઓને એકાગ્રતા ધીમે ધીમે વધશે ને અભ્યાસ કરવામાં આનંદ આવશે. અઠવાડિયાના મધ્ય અને અઠવાડિયાના છેલ્લા દિવસો મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે. સ્વાસ્થ્ય બાબતે થોડી કાળજી લેવી કારણ કે ગરમીજન્ય રોગો અને પાણીના કારણે થતા રોગો થઈ શકે છે.

તુલા: વ્યાપારના હેતુથી કરેલી મુસાફરી તમને મોટી સફળતા અપાવી શકે છે. વિદેશમાંથી અથવા જન્મભૂમિથી દૂરના અંતરેથી કોઈ ક્લાયન્ટ અથવા અન્ય વ્યક્તિના કારણે ધંધામાં સફળતાના દ્વાર ખુલી શકે છે. છૂટક વેપાર માટે આ સમય સાનુકૂળ રહેશે. તમારા વ્યવસાયમાં ઘણો વિકાસ થશે અને તમે સમૃદ્ધ થશો. નોકરી કરતા જાતકોએ થોડી સાવચેતી રાખવી પડશે. કેટલાક વિરોધીઓ છે જે તમારી વિરુદ્ધ જઈ શકે છે. તેમનાથી થોડી સાવધાની રાખવી અને સતર્ક થઈને કામ કરશો તો તમારા માટે સારું રહેશે. પરણિત લોકો પોતાના પારિવારિક જીવનના પડકારોથી ઘેરાયેલા જોવા મળશે. તમારા સંબંધોમાં તણાવ અને ક્લેશ વધી શકે છે, તેથી સાવધાની રાખવી જરૂરી રહેશે. પ્રેમ જીવન જીવતા લોકો માટે આ અઠવાડિયું સામાન્ય રહેશે. તમે નિરંકુશ બનીને તમારા પ્રેમમાં આગળ વધશો, જે તમારા માટે સારું નથી. થોડી ધીરજ રાખવી. તમારું સ્વાસ્થ્ય નબળુ પડી શકે છે. તમે બીમાર પડી શકો છો. તમે કોઈ કારણવશ ચિંતામાં રહેશો. આ અઠવાડિયે મુસાફરી થવાની શક્યતા છે અને તેમાં કેટલાક બિનજરૂરી અને મોટા ખર્ચ પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં ખૂબ ધ્યાન આપશે.

વૃશ્ચિક: તમે અત્યારે શાંત ચિત્ત અને વિચારોની સ્પષ્ટતા સાથે પ્લાનિંગ કરીને આ સપ્તાહની શરૂઆત કરી શકશો. તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપી શકશો, જેના કારણે નોકરી કે ધંધામાં તમારી સ્થિતિ સાનુકૂળ રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે, તેથી તમારી તરફથી કોઈ ભૂલ કરવી નહીં. વેપાર કરનારા લોકો માટે પણ આ સમય સાનુકૂળ રહેશે. તમારી જાહેર પ્રતિષ્ઠા વધશે જેથી લોન, ક્રેડિટ કે ઉધારી મેળવી શકશો. તમને સરકારી ક્ષેત્રથી કોઈ મોટો લાભ મળવાની સંભાવના રહેશે. દેશાવર કાર્યોમાં અત્યારે થોડો વિલંબ થઈ શકે છે. વિવાહિત લોકોએ આ સમયે થોડી કાળજી રાખવી પડશે. તમારા જીવનસાથીનો અહંકાર તેમના વર્તનમાં જોવા મળશે, જે તમારા સંબંધોમાં તિરાડ ઉભી કરી શકે છે. પ્રેમ જીવન જીવતા લોકો માટે પણ આ સમય સારો રહેશે. તમારો પ્રિય તેમના મનની વાત તમારી સાથે શેર કરશે અને તમને એકબીજા સાથે નિકટતાનો અહેસાસ થશે. તમારા સંબંધોમાં રોમાંસ રહેશે અને સંબંધ પણ આગળ વધશે. આ સંબંધ માટે પ્રેમની સાથે સમજણ પણ જરૂરી રહેશે, જે તમને ખુશ કરવામા મદદ કરશે. તમે કોઈ નવી વ્યક્તિ તરફ આકર્ષાઓ અને સંબંધોની શરૂઆત કરો તેવી શક્યતા પણ છે. મુસાફરી કરવા માટે અઠવાડિયાની શરૂઆતનો સમય સારો છે. વિદ્યાર્થીઓ નવા લક્ષ્ય અને નવા પ્લાનિંગ સાથે અભ્યાસ કરી શકશે.

ધન: પ્રોફેશનલ મોરચે તમે આળસ છોડશો અને લાંબા ગાળાના પ્લાનિંગ સાથે આગળ વધશો તો નોકરી કે ધંધામાં સારાં પરિણામ મળશે. વેપારી જાતકોને નવા ક્લાયન્ટ ઉમેરાય, માર્કેટિંગથી તમારો પ્રચાર થાય, મેન્યુફેક્ચરિંગમાં કોસ્ટિંગ ઘટાડીને નફો વધારી શકો તેવી શક્યતાઓ છે. ઓફિસમાં તમારું મન ખૂબ જ પરોવાશે અને તમે તમારી નીચે કામ કરતા લોકો સાથે ખૂબ જ સારો વ્યવહાર કરશો. તમે ઓફિસમાં પાર્ટી કરવાનું પણ શરૂ કરી શકો છો, જેનાથી ઓફિસનું વાતાવરણ પણ સારું રહેશે. ભાગ્યનો સાથ ધન લાભ થઈ શકે છે. તમને કોઈ પૈતૃક સંપત્તિ અથવા વારસો પણ મળી શકે છે. તમને ભાઈ-બહેનોનો સહયોગ મળશે. પરણિત જાતકોનું ગૃહસ્થ જીવન એક અદ્ભુત તબક્કામાંથી પસાર થશે અને તેમના દિલમાં એકબીજા માટે પ્રેમ અંકુરિત થશે. આ સમય તમારા સંબંધો માટે સુંદર રહેશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકોના જીવનમાં સમસ્યાઓ ઓછી થશે. એકબીજા પ્રત્યે સમજણ વધશે અને તમે તમારા સંબંધને વધુ સારા બનાવવાની કોશિશ કરશો. તમારા સંબંધમાં રોમાંસ વધશે અને અક બીજા પ્રત્યે નિષ્ઠા તથા આદર પણ વધશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. અઠવાડિયાની શરૂઆત અને મધ્યભાગ મુસાફરી કરવાના હેતુથી સારો રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં સફળતા મળશે.

મકર: અત્યારે તમારા મગજમાં આર્થિક પ્રગતિ સૌથી વધુ કેન્દ્રમાં રહેશે જેથી આવકના નવા સ્રોતો ઉભા કરવા માટે અને ખર્ચને અંકુશમાં રાખવા તમે પ્રયાસ કરશો. નોકરિયાત જાતકોને તેમના કામમાં થોડી ધીરજ રાખવાની જરૂર પડશે. આ સમય સંપૂર્ણપણે તમારી તરફેણમાં નથી, તેથી કામમાં વધુ સતર્ક અને સચોટ બનવું પડશે. વેપારીવર્ગ માટે થોડો બહેતર કહી શકાય. જો કે, હમણાં જ કોઈ નવી યોજના પર કામ કરવાનું શરૂ કરવું નહીં અને કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનો પ્રયાસ પણ કરવો નહીં. તમારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે ગેરવ્યાજબી ચિંતાઓ કરવાથી તમારું સ્વાસ્થય બગડી શકે છે અને તમારા હાથમાં આવેલા આવસરોને પણ તમે ગુમાવી શકો છો, તેથી તમારે પોતાના પર વિશ્વાસ રાખવો. વિવાહિતોને સાસરિયાઓ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી જોડે કોઈ બાબતે તણાવ હોય તો દૂર થશે અને એકબીજાને સમજવાની કોશિશ કરશો, જેના કારણે ગૃહસ્થ જીવન સારું ચાલશે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ સમય ચડતી-પડતીથી ભરેલો રહેશે. તમારા પ્રિય તમારી સાથે થોડો અલગ વ્યવહાર કરી શકે છે, જે તમને ગમશે નહીં. પરસ્પર વાતચીત દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવો. અઠવાડિયાનો મધ્ય ભાગ તમારા માટે સારો રહેશે અને વિદ્યાર્થી માટે આ સમય મધ્યમ રહેશે.

કુંભ: વિચારોમાં સકારાત્મકતાના કારણે તમે માનસિક તણાવમાંથી બહાર આવશો. ક્યાંક ફરવા જવાથી તમારું મન પ્રફુલ્લિત થશે અને નવા અભિગમ તેમજ નવી ઉર્જા સાથે તમે પ્રોફેશનલ મોરચે કામ કરશો. નોકરી કરતા જાતકોને મહેનત સફળ થશે. તમને કોઈ નવા કાર્ય માટે ટીમની જવાબદારી સોંપવામાં આવે અને તમને મળતા આર્થિક લાભમાં વધારો થાય તેવી શક્યતા છે. કોઈ ખાસ પુરસ્કાર અથવા સન્માન મળી શકે છે. વેપાર કરતા જાતકો માટે અઠવાડિયું સુખદ રહેશે. તમે અત્યારે કામકાજ સંબંધીત મીટિંગ અથવા વાટાઘાટોમાં સફળ રહેશે. સંયુક્ત સાહસો અથવા નવા કામની શરૂઆત કરવા માટેના કોન્ટ્રાક્ટ થઈ શકશે. સરકારી આટાપાટામાં અટવાયેલા કાર્યોનો ઉકેલ આવશે. પરણિતજાતકો ઘરનું વાતાવરણ હળવું અને શાંત રાખવા માટે પોતાના ગૃહસ્થ જીવનમાં દરેક પ્રયાસ કરશે. પરિવારમાં તમારું માન વધશે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે સમય સારો રહેશે. કોઈ ખાસ પાત્ર સમક્ષ પ્રેમ અથવા લગ્નનો પ્રસ્તાવ મૂકી શકો છો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે. સ્પર્ધાત્મક અને પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ થોડી વધુ મહેનત કરવી પડશે.

મીન: શરૂઆતના ચરણમાં તમને વિદેશ અથવા જન્મભૂમિથી દૂરના અંતરેથી કોઈ સારી માહિતી મળી શકે છે અથવા અમુક લોકોને વિદેશ જવાની તક પણ મળી શકે છે. કેટલાક જાતકો આ સમય દરમિયાન સ્થાવર મિલકતની ખરીદી કરી શકે છે અથવા નવું ઘર બનાવી શકે છે, જે તમારી લાંબા સમયથી ચાલતી ઈચ્છાઓ પૂરી કરશે અને તમને ખુશીઓ પ્રદાન કરશે. ખર્ચામાં નોંધપાત્ર વધારો થશે પરંતુ તેમ છતા તમને ખુશી પ્રાપ્ત થશે. અઠવાડિયાના મધ્યમાં ખર્ચામાં થોડો ઘટાડો થશે. તમે પોતાના માટે વિચાર કરશો. આત્મનિરીક્ષણમાં પણ તમે સમય પસાર કરશો. વેપારીવર્ગ માટે આ અઠવાડિયું મધ્યમ ફળદાયી રહેશે. વ્યવસાય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખવું. તમે તમારા કામમાં પ્રગતિ કરશો. નોકરિયાત જાતકો તેમના કામનો આનંદ માણશે. સહકર્મીઓ પર અતિ વિશ્વાસ કરવો નહીં અને તેમનાથી સાવધાન પણ રહેવું. વેપારી વર્ગને સારા સમાચાર મળી શકે છે. તમારું મનોબળ મજબૂત રહેશે અને તમે સારા પરિણામો પ્રાપ્ત કરશો. તમારી પર્સનાલિટીમાં પણ સુધારો થશે. અઠવાડિયાનો ઉત્તરાર્ધ મુસાફરી માટે સારો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.