નાગાંવ (આસામ): આસામ પોલીસે ગુરુવારે બે નકલી ભારતીય ચલણી નોટો (fake indian currency note) બનાવવાના મશીનો (seizes fake currency note making machines) અને નકલી ચલણી નોટો જપ્ત (Assam Police seizes fake currency note) કરી હતી. નાગાંવ અને હોજાઈ જિલ્લામાં બે અલગ-અલગ ઓપરેશનમાં 4 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ગુપ્ત માહિતીના આધારે, નાગાંવ જિલ્લાના કચુઆ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે કછુઆ વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કર્યું છે.
પોલીસે 3 લોકોની કરી ધરપકડ : ઓપરેશન દરમિયાન પોલીસે આ વિસ્તારમાંથી એક એફઆઈસીએન બનાવવાનું મશીન રૂપિયા 500 ની 103 નંબરની એફઆઈસીએન, રૂપિયા 500 ની 6 નંગ નોટો, A4 કદના કાગળનું એક બંડલ, એક મોટરસાયકલ અને ત્રણ મોબાઈલ ફોન હેન્ડસેટ જપ્ત કર્યા હતા. પોલીસે 3 લોકોની પણ ધરપકડ કરી જેની ઓળખ જલાલ ઉદ્દીન (35 વર્ષ) તરીકે થઈ છે. આર.કે. વનલાલરુતી (42 વર્ષ) અને જોરામચાની (40 વર્ષ) બંને મિઝોરમના રામહાલમ, વેંગથર II, આઈઝોલના રહેવાસી છે.
નકલી ચલણી નોટ બનાવવાનું મશીન કર્યું જપ્ત : બીજી તરફ પોલીસે ગુરુવારે હોજાઈ જિલ્લામાં ડોબોકા મિકિરાતી વિસ્તારમાં નકલી ચલણી નોટો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ અબ્દુલ જલીલ તરીકે થઈ છે. એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે તેઓએ ઓપરેશન શરૂ કર્યું હતું અને એક વ્યક્તિને પકડ્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે, અમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ નકલી ચલણી નોટોનો સોદો કરશે અને અમે સિવિલ ડ્રેસમાં કેટલાક પોલીસ કર્મચારીઓને ગ્રાહક તરીકે માણસ પાસે મોકલ્યા હતા. બાદમાં અમે તે વ્યક્તિને પકડીને નકલી ચલણી નોટો, એક નકલી ચલણી નોટ બનાવવાનું મશીન જપ્ત કર્યું છે.