દુબઈ: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત મંગળવારે એશિયા કપ 2022ના(Asia Cup 2022) સુપર ફોર તબક્કાની મહત્ત્વપૂર્ણ મેચમાં શ્રીલંકા સામે છ વિકેટે પછાડવાની અણી પર ધકેલાઈ ગયું હતું(India Vs Srilanka Match). હવે ભારતીય ટીમે ફાઇનલમાં પહોંચવા માટે અન્ય ટીમો પાસેથી સાનુકૂળ પરિણામની અપેક્ષા રાખવી પડશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માની 41 બોલમાં 72 રનની ઈનિંગ વ્યર્થ ગઈ. શ્રીલંકાએ 174 રનનો ટાર્ગેટ એક બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો. શ્રીલંકાને છેલ્લી બે ઓવરમાં 21 રનની જરૂર હતી પરંતુ ભુવનેશ્વર કુમારે 19મી ઓવરમાં 14 રન આપીને મેચને ભારતની જોળીમાંથી બહાર કરી દીધી હતી.
ભારત પર ખતરો જો પાકિસ્તાન બુધવારે અફઘાનિસ્તાનને હરાવશે તો ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. ઓપનર કુસલ મેન્ડિસ (37 બોલમાં 57 રન) અને પથુમ નિસાન્કાએ (37 બોલમાં 52 રન) શ્રીલંકાને શાનદાર શરૂઆત અપાવી અને ઝડપી 91 રન ઉમેર્યા હતા. શ્રીલંકાની ફિફ્ટી છઠ્ઠી ઓવરમાં જ બની હતી, જેણે ભારતીય બોલરો પર દબાણ સર્જ્યું હતું. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે જોકે 12મી ઓવરમાં બે વિકેટ લઈને શ્રીલંકાના રનરેટને અંકુશમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. રવિચંદ્રન અશ્વિને ધનુષ્કા ગુંતિલાકા (1)ને પેવેલિયન મોકલ્યો હતો. શ્રીલંકાનો સ્કોર 14મી ઓવરમાં ત્રણ વિકેટે 110 રન હતો.
ભારતને ફાઇનલમાં પહોંચવાનો રસ્તો ભારતે પોતાની છેલ્લી સુપર-4 મેચમાં અફઘાનિસ્તાનને હરાવશે, શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને હરાવશે, અફઘાનિસ્તાનની ટીમે પણ પાકિસ્તાનને હરાવવું પડશે, આ બધા પછી શ્રીલંકા 6 પોઈન્ટ સાથે નંબર-1 પર રહેશે. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બે-બે પોઈન્ટ હશે. આ ત્રણ ટીમોમાં ભારતનો નેટ રન રેટ સર્વશ્રેષ્ઠ હોવો જોઈએ.