ETV Bharat / bharat

અશ્વિની વૈષ્ણવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓને કહ્યું, ડીપફેક સામેની લડત માટે નવા નિયમો લાવીશું - ડીપફેક

આજકાલ ડીપફેક સિસ્ટમ ખૂબ જ ચર્ચામાં છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ કોઈને કોઈ સેલિબ્રિટીનો ડીપફેક વીડિયો જોવા મળે છે. ત્યારે ડીપફેકને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર નવા નિયમો લાવશે જે અંગે કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી પ્રધાન અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. New regulation to tackle deep fake, DEEPFAKES, Ashwini Vaishnaw

Ashwini Vaishnav
Ashwini Vaishnav
author img

By PTI

Published : Nov 23, 2023, 3:00 PM IST

Updated : Nov 23, 2023, 4:03 PM IST

નવી દિલ્હી : કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) ડીપફેકને લોકશાહી માટે નવો ખતરો ગણાવતા કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં ડીપફેક સામે પહોંચી વળવા માટે નવા નિયમો (New regulation to tackle deep fake, DEEPFAKES) લાવશે. અશ્વિની વૈષ્ણવ ડીપફેકના મુદ્દે ગુરુવારના રોજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓને મળ્યા હતા. તેમણે કહ્યું કે, કંપનીઓ ડીપફેકને શોધવા, તેમના રિપોર્ટિંગ મિકેનિઝમને મજબૂત કરવા, વપરાશકર્તાઓમાં જાગૃતિ લાવવા તેમજ ડીપફેકને પહોંચી વળવા જરૂરી પગલાં લેવા સહમત થયા છે.

  • #WATCH | Delhi: After meeting with social media companies on the issue of Deep fake, Union Minister for Communications, Electronics & IT Ashwini Vaishnaw says, "We have all agreed that within the next about 10 days, we will come up with clear actionable items...All the companies,… pic.twitter.com/3h0hMyCk1C

    — ANI (@ANI) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિવિધ કંપનીઓ સાથે બેઠક : અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, અમે આજે જ નિયમનનો મુસદ્દો તૈયાર કરવાનું શરૂ કરીશું અને થોડા જ સમયમાં ડીપફેક સામે પહોંચી વળવા માટે નવા નિયમો બનાવીશું. તે હાલના માળખામાં સુધારો કરીને અથવા નવા નિયમો અથવા નવો કાયદો લાવવાના રૂપમાં હોઈ શકે છે. તેઓએ વધુમાં કહ્યું કે, ડીપફેક લોકતંત્ર માટે નવા ખતરા તરીકે ઉભરી આવ્યું છે. અમારી આગામી બેઠક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. ત્યારે આજે લેવાયેલા નિર્ણયો પર વધુ ચર્ચા થશે. મસૌદા વિનિયમનમાં શું શામેલ હોવું જોઈએ તેના પણ ચર્ચા કરવામાં ( New regulation to tackle deep fake, DEEPFAKES) આવશે.

  • #WATCH | Delhi: On Deep fake, Union Minister for Communications, Electronics & IT Ashwini Vaishnaw says, "Regulations can be in the form of amending existing rules or bringing in new rules or making a new law, which is the most appropriate way we will work on it... All the social… pic.twitter.com/pfkVZXmyBf

ડીપફેક સામે લડવાના ચાર સ્ટેપ : અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, આ ઝૂંબેશમાં મુખ્ય ચાર સ્તંભ હશે. જેમાં પ્રથમ ડિટેક્શન, જે અંતર્ગત ડીપફેક સામગ્રી પોસ્ટ કરવામાં આવે તે પહેલા અને પછી શોધવી. બીજું નિવારણ, જેમાં ડીપફેક સામગ્રીના ફેલાવાને રોકવા માટે અસરકારક પદ્ધતિ હોવી જોઈએ. ત્રીજું રિપોર્ટિંગ, જે અંતર્ગત અસરકારક અને તાત્કાલિક રિપોર્ટિંગ અને ફરિયાદ નિવારણ પદ્ધતિ ઉપલબ્ધ હોવી જોઈએ. છેલ્લે જાગરૂકતા, જેમાં ડીપફેકના મુદ્દે વ્યાપક જાગૃતિ લાવવી જોઈએ

શું છે ડીપફેક ? ઉલ્લેખનિય છે કે, ડીપફેકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ફોટો કે વીડિયોમાં હાજર વ્યક્તિની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિનો ચહેરો બતાવવામાં આવે છે. તેમાં એટલી બધી સમાનતા હોય છે કે, અસલી અને નકલી વચ્ચેના ભેદને પારખવો ખૂબ મુશ્કેલ હોય છે.

  1. Google New Tools : ગૂગલે મેપ્સ, સર્ચ, ક્રોમ માટે નવું એક્સેસિબિલિટી ટૂલ લોન્ચ કર્યું
  2. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ હવે હાઈપ્રોફાઈલ મહાદેવ સટ્ટાબાજી એપ કેસની તપાસ કરશે

Last Updated : Nov 23, 2023, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.