ETV Bharat / bharat

અસદુદ્દીન ઓવૈસી રાંચી પહોંચ્યા, સ્વાગતમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા - Asaduddin Owaisi reached Ranchi

AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ (AIMIM supremo Asaduddin Owaisi) અગ્નિપથ યોજનાના વિરોધને યોગ્ય ઠેરવ્યો છે. મંદાર વિધાનસભા (Jharkhand Assembly Election 2022) પેટાચૂંટણીના પ્રચાર માટે અસદુદ્દીન ઓવૈસી ઝારખંડના રાંચી પહોંચ્યા હતા. રાંચીના એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે કેન્દ્ર સરકાર અમારી સુરક્ષા સાથે રમત રમી રહી છે

અસદુદ્દીન ઓવૈસી રાંચી પહોંચ્યા, સ્વાગતમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા

author img

By

Published : Jun 19, 2022, 8:39 PM IST

રાંચી: AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi reached Ranchi) મંદાર વિધાનસભા પેટાચૂંટણીમાં ચૂંટણી (Jharkhand Assembly Election 2022) બેઠકમાં ભાગ લેવા માટે રાંચી પહોંચી ગયા છે. રાંચીમાં પત્રકારો સાથે વાત કરતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે અગ્નિપથ યોજનાનો વિરોધ (Agnipath Scheme Protest) યોગ્ય ગણાવ્યો છે. રવિવારથી છેલ્લા ચાર દિવસથી દેશના 10 જેટલા રાજ્યમાં અગ્નિપથના વિરોધની આગ ભળકે બળી હતી. જેમાં સૌથી વધારે નુકસાન રેલવે વિભાગને (Indian Railway Department) થયું છે. જ્યારે આ ઘટનામાં દેશમાંથી કુલ બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી મંડાર પેટાચૂંટણીમાં ઊભા રહેલા બળવાખોર ભાજપના નેતા દેવકુમાર ડાંગરના પ્રચાર માટે રાંચી આવ્યા છે.

આ પણ વાંચો: પાકિસ્તાને 20 ભારતીય માછીમારોને કર્યા જેલમુક્ત, આ રીતે પહોંચશે માદરે વતન

એરપોર્ટ પર પાકિસ્તાન ઝીંદાબાદના નારા: ઓવૈસી ઝિંદાબાદના નારાઓ વચ્ચે પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ સંભળાયા છે. એવું માનવામાં આવે છે કે ઓવૈસીના એક સમર્થકે આ નારા લગાવ્યા હતા. જો કે, આ સૂત્રોચ્ચાર કોણે કર્યો અને તેનો હેતુ શું હતો તે હજુ પણ પ્રશ્ન હેઠળ છે. રાંચીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા બાદ ઓવસીનો ચૂંટણી પ્રવાસ વિવાદોમાં ફસાય તેવી શક્યતા છે.

શું બોલ્યા ઓવૈસી: અગ્નિપથ યોજનાના વિરોધ અંગે તેમણે કહ્યું કે આ યોજના લાગુ કરીને નરેન્દ્ર મોદી સરકારે અમારી સુરક્ષા સાથે રમત રમી નાંખી છે. આજે પણ આપણને પાકિસ્તાન અને ચીનથી મોટું જોખમ છે. તેથી 45000 ફોર્સની ભરતી ક્યાંયથી યોગ્ય નથી. જ્યારે દેશમાં એક લાખ સેનાની જરૂર છે. આવો નિર્ણય લેતા પહેલા કેન્દ્ર સરકારે કોઈની સલાહ લીધી ન હતી. અગ્નિપથ યોજનાનો વિરોધ વાજબી છે કારણ કે તેમાં નોકરી કરવાથી કોઈપણ અગ્નિવીરોને નોકરીની સુવિધા નહીં મળે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના કુલગામમાં સૈન્ય-આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ, 2 ને ફૂંકી મારવામાં આવ્યા

યુવાનોનું જીવન બરબાદ ન કરો: દેશના વડાપ્રધાન મોદીને મારી વિનંતી છે કે તેઓ યુવાનોના જીવન સાથે રમત ન કરે. તેમણે નોટબંધી કરીને ઘણા લોકોને રાતોરાત બેરોજગાર કરી દીધા. તેવી જ રીતે, કોઈની સમસ્યાને સમજ્યા વિના, લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે અનેક લોકોને આર્થિક અને શારીરિક રીતે હાલાકી ભોગવવી પડી હતી. આ બધું હોવા છતાં મોદી સરકાર ખોટા નિર્ણયો લેવાથી રોકાઈ રહી નથી.

ચૂંટણીના સમીકરણ બદલાશે: અસદુદ્દીન ઓવૈસી રાંચીની આગેવાનીમાં મોટરસાયકલ રેલી પણ કાઢવામાં આવશે. દેવકુમાર ડાંગરે દાવો કર્યો છે કે અસદુદ્દીન ઓવૈસી મંદારમાં પગ મૂકતાની સાથે જ અહીં ચૂંટણી સમીકરણ બદલાઈ જશે. તેમની જીત નિશ્ચિત થઈ જશે. 2019ની ચૂંટણીમાં AIMIMની ટિકિટ પર મંદારથી ચૂંટણી લડેલા શિશિર લાકરા નામાંકન બાદ પોતાની ઉમેદવારી છોડીને તેમના પક્ષમાં પ્રચાર કરી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે જો ઓવૈસી આ પેટાચૂંટણીમાં મુસ્લિમ મતોમાં ખાડો પાડે છે તો તેનો સીધો ફાયદો ભાજપના ઉમેદવાર ગંગોત્રી કુજુરને થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.