ETV Bharat / bharat

આર્યન ખાન કેસમાંથી સમીર વાનખેડેને હટાવાયા, ઝોનલ ડિરેક્ટર તરીકે રહેશે યથાવત

આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલાની તપાસ NCBની કેન્દ્રિય (દિલ્હી) શાખા કરશે. એજન્સીએ જણાવ્યું હતું કે, આર્યન સહિત 6 મામલાની તપાસ હવે દિલ્હીના અધિકારી કરશે. જોકે, સમીર વાનખેડે મુંબઈ ઝોનના ડિરેક્ટર (Samir Wankhede, Zonal Director, NCB) યથાવત્ રહેશે. વાનખેડેએ કહ્યું હતું કે, તેમને આર્યન ખાન ડ્રગ્સ કેસમાંથી હટાવવામાં નથી આવ્યા, પરંતુ તેમણે પોતે જ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલાની તપાસ દિલ્હીથી કરાવવાની અપીલ કરી હતી.

આર્યન ખાન કેસમાંથી સમીર વાનખેડેને હટાવાયા, ઝોનલ ડિરેક્ટર તરીકે યથાવત્

author img

By

Published : Nov 6, 2021, 8:53 AM IST

  • આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલાની તપાસ NCBની કેન્દ્રિય (દિલ્હી) શાખા કરશે
  • આર્યન સહિત 6 મામલાની તપાસ હવે દિલ્હીના અધિકારી કરશેઃ એજન્સી
  • મેં જાતે જ કોર્ટમાં અરજી કરીને દિલ્હીને તપાસ સોંપવાની અપીલ કરી હતીઃ વાનખેડે

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ના મુંબઈ ક્ષેત્રીય એકમના નિદેશક સમીર વાનખેડેને (Samir Wankhede, Zonal Director, NCB) આર્યન ખાન કેસથી હટાવવામાં આવ્યા છે. જોકે, તેઓ મુંબઈ ક્ષેત્રીય એકમના નિદેશક તરીકે યથાવત્ રહેશે. આપને જણાવી દઈએ કે, વાનખેડે ક્રુઝ કેફી પદાર્થ મામલાની (Drugs Case) તપાસનું નેતૃત્વ કરી રહ્યા હતા, જે મામલામાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની (Aryan Khan, son of actor Shah Rukh Khan ) ધરપકડ થઈ હતી. NCB તરફથી જણાવવામાં આવ્યું હતું કે, આર્યન સહિત કુલ 6 મામલાની તપાસ હવે દિલ્હીના અધિકારી કરશે.

આ પણ વાંચો- મુંબઈ ડ્રગ્સ કેસ : વાનખેડેની બહેને નવાબ મલિકને મંદબુદ્ધિનાં ગણાવ્યાં અને કહ્યું, "માનસિક ચેકઅપ કરાવો"

મેં કોર્ટમાં અરજી કરી હોવાથી આ કેસની તપાસ હવે દિલ્હીથી થશેઃ વાનખેડે

આ મામલા અંગે NCBના ક્ષેત્રીય નિદેશક સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, તેમને આર્યન ખાન ડ્રગ્સ કેસમાંથી હટાવવામાં નથી આવ્યા, પરંતુ તેમણે પોતે જ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલાની તપાસ દિલ્હીથી કરાવવાની અપીલ કરી હતી. આ માટે આર્યન મામલા સહિતના અન્ય મામલાની તપાસ હવે NCBની SIT કરશે. આ દિલ્હી અને મુંબઈની NCB ટીમની વચ્ચે એક સમન્વય છે.

આ નિર્ણય વહીવટી છેઃ NCB

NCBના અધિકારી મુથા અશોક જૈને કહ્યું હતું કે, અમારા ઝોનના કુલ 6 મામલાની તપાસ હવે દિલ્હીની ટીમ (NCBની) તપાસ કરશે, જેમાં આર્યન ખાનનો મામલો અને 5 અન્ય મામલા સામેલ છે. આ એક વહીવટી નિર્ણય છે.

આ તો બસ શરૂઆત છેઃ નવાબ મલિક

તો NCPના નેતા નવાબ મલિકે ટ્વિટ કરીને ફરી એક વાર હુમલો કર્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, સમીર વાનખેડેને આર્યન ખાન મામલા સહિત 5 મામલાથી હટાવવામાં આવ્યા છે. કુલ 26 મામલા છે, જેની તપાસની જરૂર છે. આ તો બસ શરૂઆત છે. આ વ્યવસ્થાને સાફ કરવા માટે વધુ કંઈ કરવાની જરૂર છે અને અમે તેને કરીશું. જોકે, વાનખેડેએ મલિકના આ દાવાને ફગાવી દીધો છે.

નવાબ મલિકનો બફાટ

આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના પ્રધાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા)ના નેતા નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે, સમીર વાનખેડેનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. મલિકનું કહેવું છે કે, UPSC પરીક્ષા પાસ કર્યા પછી અનામત હેઠળ નોકરી મેળવનારા વાનખેડેએ અનુસૂચિત જાતિ શ્રેણીના પ્રમાણપત્ર સહિત અનેક ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. જોકે, વાનખેડેએ આ તમામ આરોપોને પણ ફગાવી દીધા હતા. વાનખેડે અને મુંબઈ એકમના અનેક અધિકારીઓ પર પણ એ આરોપ છે કે, તેમણે આર્યન ખાનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માગ કરી હતી. NCBએ આ આરોપોની સતર્કતાથી તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો- સમીર વાનખેડેએ ઘણા મોટા લોકોના ફોન ટેપ કર્યા, નવાબ મલિકનો સનસનાટી ભર્યો દાવો

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના ઉપાધ્યક્ષ આવ્યા સમીર વાનખેડેના સમર્થનમાં

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના ઉપાધ્યક્ષ અરૂણ હલદરે (Arun Haldare, vice-chairman of the National Commission for Scheduled Castes) રવિવારે વાનખેડેના સમર્થનમાં સામે આવતા કહ્યું હતું કે, અધિકારી સારું કામ કરી રહ્યા છે અને પોતાના વિભાગનું ગૌરવ વધારી રહ્યા છે, પરંતુ એક પ્રધાન તેમના અને તેમના પરિવારના સભ્યો પર અંગત હુમલો કરી રહ્યા છે. હલદર, વાનખેડેના મુંબઈમાં આવેલા ઘરે પણ પહોંચ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.