- કેજરીવાલ પંજાબની મુલાકાતે
- પંજાબના લોકોને કર્યા વાયદા
- 24 ક્લાક આપવામાં આવશે વીજળી
દિલ્હી: આમ આદમી પાર્ટી દિલ્હીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પંજાબમાં પ્રેસકોન્ફરન્સ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પંજાબ પોતે વીજળી ઉત્પાદન કરે છે તેમ છતાં દેશમાં સૌથી મોંઘી વીજળી પંજાબમાં જ મળે છે. દિલ્હીમાં વીજળી નથી ઉત્પાદિત થતી, અન્ય રાજ્યોમાં ખરીદવી પડે છે. તેમ છતાં સૌથી સસ્તી વીજળી દિલ્હીમાં મળી રહી છે.
સરકાર બનશે તો વાયદાઓ કરશે પૂર્ણ
કેજરીવાલે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે પંજાબમાં 24 ક્લાક વીજળી આપવામાં આવશે અને 300 યૂનિટ વીજળી મફત(free electricity in Panjab) આપવામાં આવશે. સીએમ કેજરી વાલે ઘરના બીલ માફ કરીને કનેક્શન ફરી આપવાની પણ વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેમની સરકાર બનશે તો તેઓ તેમના વાયદાઓ પૂર્ણ કરશે. 24 ક્લાક વીજળી આપવામાં થોડો સમય લાગી શકશે પણ 3 થી 4 વર્ષમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે.
પંજાબની સ્થિતિ સુધારીશું
તેમણે પંજાબના લોકોને જણાવ્યું હતું કે જેવી રીતે દિલ્હી સરકારે, દિલ્હીની સ્થિતિ સુધારી છે તેવી જ રીતે પંજાબની સ્થિતિ પણ સુધરશે. આ સાથે જ ખેડૂત આંદોલન અંગે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની તમામ માગ માની લેવી જોઇએ.