મુંબઈઃ ચીને પોતાના સત્તાવાર નક્શામાં ભારતના અરૂણાચલપ્રદેશ, અકસાઈ ચીનને પોતાના ભાગ ગણાવ્યા છે. આ મુદ્દે શિવસેના(UBT) સાંસદ સંજય રાઉતે મંગળવારે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે લદાખમાં રાહુલ ગાંધીએ કહેલી વાતને સમર્થન આપ્યું છે તેમજ કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો દક્ષિણ પૂર્વિય એશિયન દેશો પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું કહેવાયું છે.
લદાખમાં રાહુલ ગાંધીનું નિવેદનઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના લદાખ પ્રવાસમાં જણાવ્યું હતું કે લદાખની પેંગોંગ ખીણમાં ચીને પગપેસારો કરી દીધો છે. રાહુલ ગાંધીનું આ નિવેદન સાર્થક છે તેમ સંજય રાઉતે જણાવ્યું છે.
ચીનના અખબારે પોસ્ટ કર્યો નકશોઃ સંજય રાઉત ઉમેરે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા ખાતે યોજાયેલી બ્રિક્સ સમિટમાં ઉમળકાભેર ચીનના શી જિંગપિંગને મળ્યા હતા. ત્યારબાદ ચીને આ નકશો રજૂ કર્યો છે. જો કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો તેમણે ચીન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવી જોઈએ. ચીનમાં સર્વેઈંગ એન્ડ મેપિંગ પબ્લિસિટી ડે અને નેશનલ મેપિંગ અવેરનેસ પબ્લિસિટી વીકની ઉજવણી ચાલી રહી છે. જે સંદર્ભે ચીનના એક અખબાર દ્વારા તેના સોશિયલ મીડિયામાં આ નકશો પોસ્ટ કરવામાં આવ્યો છે.
ભારત ચીન વચ્ચે થઈ છે વાતચીતઃ ફોરેન સેક્રેટરી વિનય ક્વાત્રાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડેન્ટ શી જિંગપિંગ વચ્ચે પશ્વિમ વિસ્તારમાં ભારત ચીન સરહદે એલએસીના વણઉકલ્યા પ્રશ્નો પર ચર્ચા થઈ છે. વડાપ્રધાને ચીન સાથેના વાર્તાલાપ દરમિયાન ભારત ચીન સંબંધો સામાન્ય બની રહે તેમજ એલએસી પર શાંતિ જળવાઈ રહે તેના પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભે બંને નેતાઓએ તેમના રીલેવન્ટ ઓફિશિયલને સૂચના આપવાની મરજી દર્શાવી છે.
રાહુલ ગાંધીએ સ્થાનિકો પાસેથી માહિતી મેળવીઃ આ મહિનાની શરૂઆતમાં કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લદાખનો પ્રવાસ કર્યો હતો. લદાખમાં તેમણે કેન્દ્ર સરકાર પર વાકપ્રહાર કર્યા હતા. ચાયનાસ પીપલ લિબરેશન આર્મી (PLA) દ્વારા ભારતની એક ઈંચ જમીન પર કબજો કરાયો નથી, કેન્દ્ર સરકારનું આ નિવેદન તદ્દન અસ્તય છે. રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, સ્થાનિકો પણ ચીન દ્વારા ભારતની જમીન પર કબજો જમાવ્યાનો દાવો કરે છે. સ્થાનિકો કહે છે કે ચાયનીઝ ટ્રૂપ્સ દ્વારા તેમના ગોચર પચાવી પાડવામાં આવ્યા છે. વડાપ્રધાન એક પણ ઈંચ જમીન ચીને લીધી નથી તેવું કહે છે આ બાબત અત્યંત ખોટી છે. તમે કોઈપણ સ્થાનિકને આ સંદર્ભે પુછી શકો છો.
(ANI)