- કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણે (Union Minister Narayan Rane)ના માથે સંકટ
- નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ
- વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં નારાયણ રાણેની ધરપકડ કરવાનો આદેશ જાહેર કરાયો
ન્યૂઝ ડેસ્કઃ કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણેની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હાલમાં જ કેન્દ્રિય પ્રધાને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા અંગે તેમની સામે ધરપકડ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. નાસિક પોલીસ ક્રાઈમબ્રાન્ચે આ આદેશ જાહેર કર્યો છે. નારાયણ રાણે પર આરોપ છે કે, તેમણે જનઆશીર્વાદ યાત્રા દરમિયાન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને અપશબ્દો કહ્યા હતા.
ઉદ્ધવ ઠાકરે પર નિવેદન પછી મુંબઈમાં શિવસેના આક્રમક થઈ
ત્યારબાદ શિવસેનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તો નાસિક ક્રાઈમ બ્રાન્ચને ચિપલૂન જઈને કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા પર મુંબઈમાં શિવસેના આક્રમક થઈ ચૂકી છે. નાસિક પોલીસે નારાયણ રાણે સામે કોરોના ગાઈડલાઈન્સના ઉલ્લંઘનનો આરોપ લગાવતા ક્રાઈમબ્રાન્ચને તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો- ભૂતપૂર્વ CM એ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ
નાસિક, પુણે અને મહાડમાં નારાયણ રાણે સામે FIR નોંધાઈ છે
દેશભરમાં ભાજપ દ્વારા જનઆશીર્વાદ યાત્રા યોજાઈ રહી છે. ત્યારે સોમવારે જનઆશીર્વાદ યાત્રા નાસિકના કોકડના મહાડ વિસ્તારમાં પહોંચી હતી. અહીં નારાયણ રાણેએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તે દરમિયાન તેમણે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, 'જો થાત તો કાન નીચે આપી દેત'. ત્યારબાદ શિવસૈનિક ગુસ્સે થયા અને રાણે સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ વિસ્તાર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. નાસિક, પુણે અને મહાડમાં નારાયણ રાણે સામે FIR નોંધાઈ છે.
નારાયણ રાણે અને તેના કાર્યકર્તાઓ પર 40 મામલા નોંધ્યા
આપને જણાવી દઈએ કે, જ્યારથી નારાયણ રાણેની જનઆશીર્વાદ યાત્રા શરૂ થઈ છે. ત્યારથી શિવસેના તેની પર આક્રમણ છે. ત્યાં સુધી જનઆશીર્વાદ યાત્રા દરમિયાન કોવિડ ઉલ્લંઘનના મામલામાં નારાયણ રાણે અને તેના કાર્યકર્તાઓ પર 40 મામલા નોંધ્યા છે. કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણે અને શિવસૈનિકો વચ્ચે જોરદાર ટક્કરને જોતા નારાયણ રાણેના પુત્ર નીતેશ રાણેએ શિવસૈનિકોને ખૂલ્લો પડકાર આપ્યો છે. નિતેશ રાણેએ ટ્વિટ કર્યું કે, યુવા સેનાના સભ્યોને અમારા જૂહુમાં આવેલા ઘરની બહાર વિરોધ પ્રદર્શન માટે કહેવામાં આવ્યું છે. અથવા તો મુંબઈ પોલીસ તેમને આવવાથી રોકી દીધા હતા. આ સાથે જ તેમણે ટ્વિટ કરી લખ્યું હતું કે, 'સિંહની ગુફામાં જવાની હિંમત ન કરો, અમે રાહ જોઈ રહ્યા હોઈશું'.